શરદ પવાર બાદ NCP ના અધ્યક્ષ કોણ? જાણો બેઠકમાં શું ચર્ચા થઈ?
શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે રાજનીતિ ગરમાઈ છે. એક તરફ પાર્ટીમાં હંગામાનો માહોલ છે ત્યારે બીજી તરફ આજે પાર્ટી નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે ચર્ચાનો વિષય છે.
મુંબઈના યશવંતરાવ ચૌહાણ સેન્ટરમાં NCP નેતાઓએ અનૌપચારિક ચર્ચા કરી હતી. જો કે અહીં ઉપસ્થિત શરદ પવાર બેઠકમાં હાજર નહોતા રહ્યા. ચર્ચા પહેલા છગન ભુજબળે કહ્યું કે તે માને છે કે સુપ્રિયા સુલે રાષ્ટ્રીય ભૂમિકા માટે આદર્શ છે. તેઓ મુદ્દાઓની સારી સમજ ધરાવે છે.

તેમણે આગળ કહ્યું કે, તે સાંસદ તરીકે સારું કામ કરી રહી છે. એટલા માટે નવા પ્રમુખ નક્કી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. અજિત પવારે રાજ્યનો હવાલો સંભાળવો જોઈએ. તેમણે કહ્યું કે કામનું વિભાજન પહેલેથી જ છે.
છગન ભુજબલે કહ્યું કે, શરદ પવારના એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાતથી તમામ લોકો આશ્ચર્યમાં છે. અમે તેમને તેમનો નિર્ણય પાછો ખેંચવા માટે સમજાવીશું.
નેતાઓની બેઠક બાદ છગન ભુજબલે કહ્યું કે, શરદ પવાર દ્વારા તેમના અનુગામી અંગે નિર્ણય લેવા માટે રચવામાં આવેલી સમિતિની કોઈ બેઠક થઈ નથી. અમે મુંબઈમાં હોવાથી પવાર સાહેબને રાજીનામું પાછું ખેંચવા માટે કેવી રીતે સમજાવવું તેની ચર્ચા કરવા અમે અનૌપચારિક રીતે મળ્યા હતા. અહીં તેમણે ફરીથી સુપ્રિયા સુલેના નામની વકિલાત કરી હતી.
બીજી તરફ પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, આજે વાય.બી.ચૌહાણ સેન્ટરમાં કોઈપણ પ્રકારની મીટીંગ થઈ નથી. કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. ખબર નથી કે તેમના મનમાં શું છે. હું તમને વિનંતી કરું છું કે અફવાઓ ન ફેલાવો, અટકળો ન કરો. પવાર સાહેબને વધુ સમયની જરૂર છે.
તેમણે કહ્યું કેસ, સુપ્રિયા સુલેનું નામ પણ એક અફવા છે. સવારથી મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા છે. તે અહેવાલોમાં કોઈ તથ્ય નથી. હું પ્રમુખ પદની જવાબદારી લેવા તૈયાર નથી. મને પ્રમુખ પદમાં રસ નથી.












Click it and Unblock the Notifications
