ગાંધીનગર, 2 મે : લોકસભા ચૂંટણી 2014ના હવે માત્ર બે તબક્કાના મતદાન બાકી છે ત્યારે રાષ્ટ્રીય અને સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શને પ્રસારિત કરેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂમાં પ્રિંયંકા ગાંધીને દીકરી સમાન ગણાવવાનો અને અહેમદ પટેલને જૂનો મિત્ર ગણાવવાનો મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. આ મુદ્દે નરેન્દ્ર મોદીના કાર્યાલયે સ્પષ્ટતા આપી દીધી છે કે દૂરદર્શને મોદીનો એડિટેડ ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કર્યો હતો.
આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરી છે કે પોતાના ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ પ્રિયંકાને પોતાના દીકરી સમાન ગણાવ્યા નથી. આ સ્પષ્ટતા બાદ આ વિવાદમાં જેમના નામ સંકળાયેલા છે તે લોકોએ શું સ્પષ્ટતા કરી છે અને કેવી પ્રતિક્રિયા આપી છે તે જોઇએ...

પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા
પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે 'હું રાજીવ ગાંધીની દીકરી છું. 20 વર્ષ પહેલા મારા પિતાએ દેશ માટે જીવ આપ્યો હતો. હું તેમને સૌથી વધુ ચાહતી હતી. કોઇ શખ્સ સાથે તેમની તુલના કરી શકું તેમ નથી.'

અહેમદ પટેલને બાબુભાઇ કહીને બોલાવું છું
નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 'અહેમદ મિયાં તો મેં એમના પ્રત્યે સન્માન દર્શાવવા કહ્યું હતુ્. આ હું પહેલીવાર કોઇ ચેનલ પર જણાવી રહ્યો છું કે હું તો તેમને બાબુભાઇ કહીને બોલાવું છું. તેઓ મારા ઘરે ભોજન કરે છે. હું તેમના ઘરે જમું છું. એ વાત અલગ છે કે આજકાલ તેઓ મારો ફોન નથી ઉઠાવતા.'

અહેમદ પટેલની પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે મોદીના દાવાને નકાર્યો છે. તેમણે કહ્યું કે 'મોદી તેમના દાવાને સાબિત કરે તો, હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. ચૂંટણીની મોસમમાં લોકો જાત જાતના દાવા કરે છે. હું આ વિવાદ પર ટિપ્પણી કરવા નથી માંગતો. પણ હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે 80ના દાયકામાં મેં તેમની સાથે એકવાર લંચ કર્યું હતું. ત્યારે તેઓ ભાજપના મહાસચિવ હતા. આ બાબતની જાણકારી અમારા નેતા રાજીવ ગાંધીને હતી. વર્ષ 2001માં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી મેં તેમની સાથે ચ્હા પણ પીધી નથી.'

એસ એમ ખાન, દૂરદર્શન ન્યુઝના મહાનિર્દેશક
દૂરદર્શન ન્યુઝના મહાનિર્દેશક એસ એમ ખાને સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અડઘા કલાકના સ્લોટ માટે 56 મીનિટના ઇન્ટરવ્યૂનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આવામાં થોડું એડિટિંગ તો કરવું જ પડે છે. ઇન્ટરવ્યૂ પ્રસારિત થયો તે મેં જોયો છે. તેમાં દૂરદર્શનની ટીકા પણ છે. મેં અનએડિટેડ વર્ઝન જોયું નથી. માહિતી અને પ્રસારણ મંત્રાલયથી માંડીને કોઇ પણ રાજકીય કે બિનરાજકીય વ્યક્તિને ઇન્ટરવ્યૂ બતાવવામાં આવ્યો નથી.

પી ચિદમ્બરમ
આ મુદ્દે કેન્દ્રીય નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે 'હું નથી માનતો કે પ્રિયંકા ગાંધી નરેન્દ્ર મોદીને પિતાતુલ્ય માનીને પ્રસન્ન થશે. મને એ વાતનો આનંદ છે કે નરેન્દ્ર મોદી પ્રિયંકાને પોતાની દીકરી સમાન ગણે છે.'

એસ એમ ખાનની સ્પષ્ટતા

પી ચિદમ્બરમની પ્રતિક્રિયા