For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાન નૃત્યાંગના મૃણાલિનીને Google એ Doodle દ્વારા કરી સલામ

સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે આજે પોતાના ડૂડલ દ્વારા મહાન નૃત્યાંગના મૃણાલિની સારાભાઈને તેમના 100 માં જન્મદિવસ પર સલામ કરી છે.

|
Google Oneindia Gujarati News

સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે આજે પોતાના ડૂડલ દ્વારા મહાન નૃત્યાંગના મૃણાલિની સારાભાઈને તેમના 100 માં જન્મદિવસ પર સલામ કરી છે. આજનું ડૂડલ ખૂબ જ સુંદર છે કે જેણે એક મહાન નૃત્યાંગનાની લગન અને મહેનતને ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે. ડૂડલમાં મૃણાલિનીએ છત્રી લીધેલી છે અને નેપથ્યમાં તેમના ડાંસ ફોર્મ પણ દર્શાવવામાં આવ્યા છે.

મૃણાલિની સારાભાઈનો જન્મ 11 મે ના રોજ 1918 માં કેરળમાં થયો

મૃણાલિની સારાભાઈનો જન્મ 11 મે ના રોજ 1918 માં કેરળમાં થયો

તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાંસર મૃણાલિની સારાભાઈનો જન્મ 11 મે, 1918 ના રોજ કેરળમાં થયો હતો. મૃણાલિની સારાભાઈના પિતા મદ્રાસ હાઈકોર્ટમાં વકીલ હતા. મૃણાલિનીનું બાળપણ સ્વિત્ઝર્લેન્ડમાં વીત્યુ જ્યાં તેમણે ડાંસનો પહેલો પાઠ શીખ્યો હતો, મૃણાલિની સારાભાઈએ રવિન્દ્રનાથ ટાગોરની દેખરેખમાં શાંતિ નિકેતનમાં પણ શિક્ષા ગ્રહણ કરી હતી. તેમણે પોતાની કલા અને મહેનતથી ભારતીય શાસ્ત્રીય સંગીતને એક અલગ જ ઓળખ આપી.

18,000 થી વધુ છાત્રોને ભરતનાટ્યમ અને કથકલીનું પ્રશિક્ષણ આપ્યુ

18,000 થી વધુ છાત્રોને ભરતનાટ્યમ અને કથકલીનું પ્રશિક્ષણ આપ્યુ

મૃણાલિનીએ 1948 માં અમદાવાદમાં દર્પણ એકેડમીની સ્થાપના કરી. મૃણાલિની સારાભાઈએ પેરિસમાં 1949 માં ડાંસ કર્યો હતો જે તે સમયે એક બહુ મોટી વાત હતી. મૃણાલિની સારાભાઈએ 18,000 થી પણ વધુ છાત્રોને ભરતનાટ્યમ અને કથકલીમાં પ્રશિક્ષિત કર્યા હતા.

પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સમ્માનિત કરાયા

પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સમ્માનિત કરાયા

શાસ્ત્રીય નૃત્યની વિદ્યાઓમાં મહારત હાંસલ કરેલી મૃણાલિનીને નૃત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે પદ્મભૂષણ અને પદ્મશ્રી ઉપરાંત અનેક પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

1942 માં મૃણાલિનીના પ્રખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ સાથે લગ્ન

1942 માં મૃણાલિનીના પ્રખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ સાથે લગ્ન

1942 માં મૃણાલિનીએ પ્રખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ સાથે લગ્ન કર્યા. 21 જાન્યુઆરી, 2016 ના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પદ્મભૂષણથી સમ્માનિત પ્રખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઈનું નિધન થઈ ગયુ. તેમની પુત્રી મલ્લિકા સારાભાઈ પણ જાણીતી ક્લાસિકલ ડાંસર છે અને ક્લાસિકલ ડાંસને નવી ઉંચાઈ પર પહોંચાડવાનું શ્રેય તેમના ફાળે પણ જાય છે.

English summary
who was mrinalini vikram sarabhai the indian classical dancer honoured by google doodle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X