• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કોણ હતી નીરજા ભનોટ, આ સ્ટોરી ફિલ્મી નથી!

|

ફરીથી એક તેવી ફિલ્મ રિલિઝ થવાની કદાર પર છે જેમાં છે એક "સાચા કુલદીપક"ની વાત કરવામાં આવી છે. આ એજ દિકરી છે જેણી ભારતનું નામ સમગ્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ઊચું કર્યું છે. અને તેનું નામ છે નીરજા ભનોટ.

નીરજાની ઉંમર ખાલી 22 વર્ષની હતી જ્યારે તે વીરગતિ પામી. અને આ વીરગતિએ એક બે નહીં અનેક લોકોની જિંદગી બચાવી. અને લાખ્ખો લોકોને જીવવાનો ચાન્સ આપ્યો. અને આજ કારણ આવી દિકરી વિષે લખતા અમે પણ એટલું જ માન અને અનુભવી રહ્યા છીએ.

નીરજાને સૌથી નાની ઉંમરે સર્વોચ્ચ સૈનિક સન્માન અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવી. ત્યારે કોણ હતી ભારતની આ ગૌરવશાળી દિકરી. અને કેમ આજે પણ અમેરિકા, ભારત અને પાકિસ્તાનમાં તેનું નામ સન્માનથી લેવાય છે તે જાણો અહીં....

નીરજા ભનોટ

નીરજા ભનોટ

નીરજા ભનોટનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેના માતા-પિતા રમા ભનોટ અને હરીશ ભનોટ મુંબઇના જર્નાલિસ્ટ હતા. વર્ષ 1985માં લગ્નના બંધનમાં બંધાયેલી નીરજા માત્ર બે મહિના બાદ દહેજના દબાવ કારણે તેના પતિને છોડીને પાછી મુંબઇ આવી હતી.

5 સપ્ટેમ્બર 1986ની ધટના

5 સપ્ટેમ્બર 1986ની ધટના

નીરજા તે પછી અમેરિકી એરલાઇન્સ પૈન એમમાં ફ્લાઇટ અટેડન્ટ તરીકે કામ કરવા લાગી. 5 સપ્ટેમ્બર 1986માં જ્યારે નીરજા પોતાની ડ્યૂરી પર પૈનએમ 73 ફ્લાઇટ પર હતી ત્યારે જ તેનું પ્લેન હાઇજેક કરવામાં આવ્યું.

લીબિયાથી મળ્યું સમર્થન

લીબિયાથી મળ્યું સમર્થન

આ ફ્લાઇટને ફિલિસ્તીની આતંકી સંગઠન અબુ નિદાલના ચાર આંતકીઓએ હાઇજેક કર્યું. જેને લીબિયાનું સર્મથન મળ્યું હતું. ફ્લાઇટ પાકિસ્તાનના કરાચીથી થઇને ફ્રેંકફર્ટ, જર્મની અને પછી ન્યૂયોર્ક જઇ રહ્યું હતું. મુંબઇથી ફ્લાઇટે ટેકઓફ કર્યું. તે વખતે તેમાં 360 યાત્રીઓ હાજર હતા.

પાયલય અને કો-પાયલટ નીકળી ગયા

પાયલય અને કો-પાયલટ નીકળી ગયા

વિમાન કરાંચીમાં હતું તો આતંકી સિક્યોરિટી પર્સનલના ડ્રેસમાં વિમાનમાં દાખલ થયા. આતંકીઓએ નીરજાને આદેશ આપ્યો કે તે તમામ યાત્રીઓના પાસપોર્ટ કલેક્ટ કરે જેથી તેમને વિમાનમાં સવાર અમેરિકી યાત્રીઓ વિષે જાણ થાય. નીરજાએ તેવું કર્યું.

ગ્રેનેડથી લઇને અસોલ્ટ રાઇફલ સુધી

ગ્રેનેડથી લઇને અસોલ્ટ રાઇફલ સુધી

આતંકિયા પાસે ગ્રેનેડથી લઇને અસોલ્ટ રાઇફલ્સ અને પ્લાસ્ટિક એક્સપ્લોસિવ બેલ્ટ પણ હતા. એરક્રાફ્ટની અંદર આવતા જ તેમણે ફાયરિંગ શરૂ કર્યું. અને એરક્રાફ્ટને પોતાના કબ્જામાં લઇ લીધું. આતંકી આ ફ્લાઇટને ઇઝરાયલ લઇ જઇને ક્રેશ કરવા ઇચ્છતા હતા.

વિમાનને બ્લાસ્ટ કરવા તૈયાર હતા આતંકી

વિમાનને બ્લાસ્ટ કરવા તૈયાર હતા આતંકી

17 કલાક પછી આતંકિયોએ ફાયરિંગ કરીને એક્સપ્લોસિવ્સ ફિટ કર્યું. નીરજાએ વિમાનનું ઇમર્જન્સી દ્વાર ખોલીને યાત્રીઓને બહાર નીકાળવામાં મદદ કરી. તે જો ઇચ્છતી તો તે સૌથી પહેલા નીકળી શકી હોત! પણ તેણે એવું ના કર્યું. તેણે અનેક બાળકોને આતંકીઓની ગોળીઓથી બચાવ્યા. અને આ કારણે આતંકીઓ તેને ગોળીઓથી ઉડાવી દીધી.

નીરજા બની હિરોઇન ઓફ હાઇજેક

નીરજા બની હિરોઇન ઓફ હાઇજેક

આ ધટનામાં 20 લોકોની મોત થઇ જેમાં નીરજા પણ હતી. નીરજાને તે બાદ હિરોઇન ઓફ હાઇજેકનું ટાઇટલ આપવામાં આવ્યું. સાથે જ તેને સર્વોચ્ચ સૈન્ય સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવી. વળી વર્ષ 2004માં તેના પર એક ટપાલ ટિકટ પણ ભારત સરકારે જાહેર કરી.

પાકિસ્તાને આપ્યું સન્માન

પાકિસ્તાને આપ્યું સન્માન

પાકિસ્તાને આપ્યું સન્માન

પાકિસ્તાને નીરજાને તમગા એ ઇન્સાનિયતનો પુરસ્કાર આપ્યો. તો અમેરિકાના એર્ટોની ઓફિસથી નીરજાને જસ્ટિસ ફોર ક્રાઇમ એવોર્ડ આપવામાં આવ્યો. તે સિવાય અમેરીકી સરકાર તેને સ્પેશય કરેજ એવોર્ડ અને ફ્લાઇટ સેફ્ટ ફાઉન્ડેશન તેને હિરોઇઝમ એવોર્ડ આપ્યો.

English summary
A young air hostess Neerja Bhanot died while saving life of more than 300 passengers when terrorists hijacked a flight in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X