આ છે ચૂંટણીની ગરમીને વધુ ભડકાવનારા નિવેદનો

Google Oneindia Gujarati News

ચૂંટણીનો પારો ટોચ પર ચઢી ગયો છે. સમગ્ર દેશ ચૂંટણીના રંગમાં રંગાઇને મતદાન કરવા માટે આગળ આવી રહ્યો છે. આ સમયમાં ક્યારેક મતદારોને આકર્ષવા અને ક્યારેક પોતાના હરીફો કે વિરોધી પાર્ટીઓના નેતાઓને નીચું દેખાડવા માટે રાજકારણીઓ નવા નવા નિવેદનો આપતા રહે છે. આવા નિવેદનો ક્યારેક વિવેકભાન ભૂલીને વિવાદ ઉભો કરતા હોય છે.

લોકસભા ચૂંટણી 2014માં પણ આવા નિવેદનોની જાણે વર્ષા થઇ રહી છે. એક પછી એક વિવાદો ઉભા થતા રહે છે, જેમાં વિવાદાસ્પદ નિવેદનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આવા નિવેદનો આપવામાં નથી ભાજપ પાછળ કે નથી કોંગ્રેસ પાછળે. તેમની સાથે હોડમાં સમાજવાદી પાર્ટી અને નેશનલ કોન્ફ્રેન્સ પણ જોડાયા છે.

વિવાદાસ્પદ નિવેદનો આપનારામાં ભાજપના ગિરિરાજ સિંહ, યોગ ગુરુ બાબા રામદેવ, સમાજવાદી પાર્ટીના આઝમ ખાન, નેશનલ કોન્ફ્રેન્સના ફારુક અબ્દુલ્લા ચર્ચામાં છે. અમે અહીં સોશિયલ મીડિયાની મદદથી એ તારવવાનો પ્રયાસ કર્યો છે કે લોકસભા ચૂંટણી 2014માં કોનું નિવેદન સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યું છે?

આ લોકો છે ચર્ચામાં

આ લોકો છે ચર્ચામાં

વિવાદાસ્પદ નિવેદનો આપનારામાં ભાજપના ગિરિરાજ સિંહ, યોગ ગુરુ બાબા રામદેવ, સમાજવાદી પાર્ટીના આઝમ ખાન, નેશનલ કોન્ફ્રેન્સના ફારુક અબ્દુલ્લા ચર્ચામાં છે.

ફારુક અબદુલ્લાહ - નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ

ફારુક અબદુલ્લાહ - નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ


નરેન્દ્ર મોદી સહિત તેમના માટે વોટિંગ કરનારા સમર્થકોને સમુદ્રમાં ડૂબી જવું જોઇએ. - એક ચૂંટણી પ્રચાર રેલીમાં

નરેન્દ્ર મોદી - ભાજપના પીએમ પદના ઉમેદવાર

નરેન્દ્ર મોદી - ભાજપના પીએમ પદના ઉમેદવાર


કાશ્મીરના પાપીઓએ ધર્મનિરપેક્ષતાની વાત કાદાપિ ન કરવી જોઇએ. - ફારુક અબ્દુલ્લાહના નિવેદનનો જવાબ

ગિરિરાજ સિંહ - ભાજપના નેતા

ગિરિરાજ સિંહ - ભાજપના નેતા


ભારતમાં જે પણ લોકો નરેન્દ્ર મોદીના વિરોધી છે તેમને પાકિસ્તાન મોકલી આપવામાં આવશે. - ચૂંટણી રેલીને સંબોધતા જણાવ્યું

આઝમ ખાન - સમાજવાદી પાર્ટીના નેતા

આઝમ ખાન - સમાજવાદી પાર્ટીના નેતા


કારગીલમાં યુદ્ધ જીતનારા હિન્દુ સૈનિકો ન હતા, જે લોકોએ આપણને જીત અપાવી તેઓ મુસ્લિમો હતા. - એક ચૂંટણી રેલીમાં

બાબા રામદેવ - યોગ ગુરુ અને નરેન્દ્ર મોદી સમર્થક

બાબા રામદેવ - યોગ ગુરુ અને નરેન્દ્ર મોદી સમર્થક


રાહુલ ગાંધી દલિતોના ઘરે હનીમૂન અને પિકનિક કરવા માટે જાય છે. - એક ચૂંટણી સભામાં

પ્રવીણ તોગડિયા - વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ

પ્રવીણ તોગડિયા - વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ


હિન્દુ બહુમતી વિસ્તારોમાંથી મુસ્લિમ લોકોને હાંકી કાઢવા જોઈએ.

ઇમરાન મસૂદ - સહારનપુરથી કોંગ્રસના લોકસભાના ઉમેદવાર

ઇમરાન મસૂદ - સહારનપુરથી કોંગ્રસના લોકસભાના ઉમેદવાર


ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને કાપીને ટુકડે ટુકડા કરી દેવા જોઇએ. - સહારનપુરની ચૂંટણી સભામાં ભાષણ

અમિત શાહ - ભાજપના નેતા, ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી

અમિત શાહ - ભાજપના નેતા, ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી


ચૂંટણીમાં બદલો લેવાની તક છે. - મુઝફ્ફરનગરની સભામાં જાટોને સંબોધન

English summary
With help of social media we tried to find out; Whose statement is most controversial in lok sabha election 2014?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X