For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટમાં નિર્દોષ સાબિત થયા બાદ ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી જેલમાં કેમ?

દિલ્હીમાં થયેલા 2020 દંગા કેસમાં કોર્ટે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીમાં થયેલા 2020 દંગા કેસમાં કોર્ટે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા છે. કર્કરડૂમા કોર્ટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં દંગા સંબંધિત કેસમાં JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટના સ્થાપક ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા છે. અત્યારસુધી બન્ને જામીન પર હતા હવે કોર્ટે બન્નેને નિર્દોષ જાહેર કર્યા છે. જો કે નિર્દોષ જાહેર કર્યા બાદ પણ બંને જેલમાંથી બહાર આવી શક્યા નથી.

Umar Khalid

વિગતો અનુસાર, ઉમર ખાલિદ અને સૈફી ખાલિદને ચાંદ બાગ પુલિયા પાસે પથ્થરમારાના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ મુદ્દે કોન્સ્ટેબલ સંગ્રામ સિંહે એક નિવેદનમાં જણાવ્યું કે 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ચાંદ બાગ પુલિયા પાસે તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ઉમર અને સૈફી પણ સામેલ હોવાનો આરોપ હતો. હવે સવાલ એ છે કે નિર્દોષ સાબિત થયા બાદ પણ બન્ને જેલમાંથી બહાર કેમ નથી આવ્યા?

અહીં તમને જણાવી દઈએ કે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને જેલમાંથી બહાર આવતા સમય લાગી શકે છે. ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી અન્ય કેસમાં આરોપી છે અને રમખાણો પાછળના મુખ્ય સૂત્રધાર હોવા બદલ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ કેસ દાખલ ક છે. આ કારણે મામલો કોર્ટમાં પેન્ડીંગ હોવાથી બંને જેલમાં છે. આ કારણોસર ઉમર અને સૈફી જેલમાંથી મુક્ત થયા નથી.

ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી સામે દિલ્હીના કરાવલ નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધાયો છે. આ કેસમાં દંગા, ગુનાહિત કાવતરું, આર્મ્સ એક્ટ અને સરકારી સંપત્તિને નુકસાન અટકાવવાના કાયદાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે દિલ્હીમાં રમખાણોમાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

English summary
Why are Umar Khalid and Khalid Saifi in jail after being proved innocent in court?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X