For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે RBIને પૂછ્યું, લોકોને ઓછા વ્યાજ દરનો ફાયદો કેમ નથી મળતો?

SCએ RBIને પૂછ્યું, ઓછા વ્યાજદરનો ફાયદો કેમ નથી મળતો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને પૂછ્યું કે વ્યાજ દરમાં ઘટાડાનો લાભ પ્લોટિંગ રેટ પર લોન લેનારને કેમ નથી આપવામાં આવી રહ્યો? સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને કહ્યું કે બેંકોને જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેની જાણકારી 6 અઠવાડિયામાં અરજદારને આપી દેવામાં આવશે. આ પણ વાંચો- નાગરિકોને રોવડાવી રહ્યું છે પેટ્રોલ, આજે ફરી વધ્યા ભાવ

supreme court

સુપ્રીમ કોર્ટે બેંકોને પ્લોટિંગ દર પર લોન લેતા ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડાનો ફાયદો આપવામાં મોડું થતાં કરાયેલ ફરિયાદની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ રિઝર્વ બેંક પાસેથી જવાબ માંગ્યો છે. લોક ન્યાસ મનીલાઈફ ફાઉન્ડેશને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને લઈને રિઝર્વ બેંકના ફેસલા બાદ પણ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ વ્યાજ દરમાં ઘટાડો કરવા સુસ્ત વલણ અપનાવે છે.

આ પણ વાંચો- વિકાસ કરી રહ્યું છે ભારત, વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેંક

લોક ન્યાસ મનીલાઈફ ફાઉન્ડેશને કહ્યું કે ગ્રાહકોને વ્યાજ દરોમાં ઘટાડાનોફાયદો આપવામાં વિલંબ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જો ન્યાસ આરબીઆઈના જવાબોથી સંતુષ્ટ ન થાય તો ફરી કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી દેશમાં બેંકિંગ કંપનીઓ દ્વારા આરબીઆઈ માસ્ટર નિર્દેશક 2016ને લાગુ કરવાની પદ્ધતિઓને પડકારી હતી.

આ પણ વાંચો- 5 લાખ યુઝરનો ડેટા લીક, ગૂગલ પ્લસ બંધ કરશે ગૂગલ

English summary
Supreme Court seeks RBI response on plea over banks not passing benefits of low interest rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X