For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018: મોદી સરકારના બિગ બેંકિંગ રિફોર્મ અને ફ્યૂચર રોડમેપ પર રહેશે ફોકસ

|
Google Oneindia Gujarati News

સેન્ટર ફૉર ઈકોનૉમિક પૉલિસી એન્ડ રિસર્ચ તરફથી ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 23 અને 24 ઓગસ્ટે નવી દિલ્હી સ્થિત આઈટીસી મૌર્યાના કમલ મહેલમાં આયોજત થનાર આ કૉન્ક્લેવનું નોલેજ પાર્ટનર નીતિ આયોગ છે. 2014માં મોદી સરકાર આવ્યા બાદ બેંકિંગ સેક્ટરમાં કરવામાં આવેલા રિફોર્મ અને ફ્યૂચરના રોડમેપ પર ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018માં મંથન થનાર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, પીયૂષ ગોયલ, સુરેશ પ્રભુ સહિત બેંકિંગ સેક્ટરની કેટલીય હસ્તીઓ હાજર રહેશે.

india banking conclave 2018

મંગળવારે નવી દિલ્હી સ્થિત કૉન્સ્ટીટ્યૂશનલ ક્લબમાં ઈન્ડિયન કૉન્ક્લેવ 2018ના મુખ્ય સલાહકાર અને ભાજના ઈકોનોમિક અફેર્સના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે પત્રકારોને આ કૉન્ક્લેવના ઉદ્દેશ્ય વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ભાજપના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ સહિત વિવિભ બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

ભાજપ ઈકોનોમિક અફેર્સના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું કે આખરે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018ને આયોજિત કરવાની જરૂર કેમ પડી. એમણે જણાવ્યું કે 2014માં મોદી સરકારે એક મોટું રિફોર્મ પ્રોસેસ શરૂ કર્યું હતું. એ સમયે લાર્જ સ્કેલ નૉન પર્ફોર્મિમંગ એસેટ (એનપીએ) સિસ્ટમાં હજર હતું, પબ્લિક સેક્ટરમાં જેમની ઓળખાણ ન હતી. આ એનપીએ બેંકોની બેલેન્સ શીટમાં પણ ન હતી. એવામાં એનીએની યોગ્ય તસવીર બેલેન્સ શસીટમાં દેખાઈ નહોતી રહી. એવા એનપીએને રિઝોલ્વ કરવા માટે મોદી સરકારે 2014માં કવાયત શરૂ કરી. ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યું કે 2014 બાદ બેંકિંગ સેક્ટરમાં એનપીએને લઈને શરૂ કરેલી કવાયતને લઈને શરૂ કરેલ રિફોર્મને પગલે આપણે કેટલા આગળ વધ્યા અને કેટલી સફળતા મેળવી? આના પર ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં ચર્ચા કરવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે આગળ જણાવ્યુ્ં કે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લ્વે 2018માં બિગ બેંકિંગ રિફોર્મ ઉપરાંત કૉન્ક્લેવમાં ફ્યૂચર રોડમેપ પર પણ એક સેશન યોજવામાં આવશે. એમને જમાવ્યું કે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018માં ફર્સ્ટ સેશનમાં ઈન્ડિયન ડેબ્ટ, ઈન્ડિયન પ્રોબ્લેમ અને ઈન્ડિયન સોલ્યૂશન પર ચર્ચા થશે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે આપણા બેંકિંગ સેક્ટરમાં દેવાની સમસ્યા છે, એના માટે એનપીએને ઓળખવાની સાથે તે સંબંધિત સમસ્યાઓને કેવી રીતે ઉકેલી શકાય. આ વિષય પર વિવિધ લોકો બોલશે. જેમમ કે ICICIના ચેરમેન ગિરીશ ચંદ્ર ચતુર્વેદી સહિત અન્ય કેટલાય લોકો આ વિષય પર ચર્ચા કરશે.

English summary
Why CEPR and NITI Aayog organising India Banking Conclave 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X