• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ કેમ નથી શોધી શકતી રાહુલ ગાંધીનો વિકલ્પ? જાણો ઈનસાઈડ સ્ટોરી

|

શું ગાંધી પરિવાર વાસ્તવમાં કોંગ્રેસ પર પોતાનો કંટ્રોલ છોડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે? કે આ વ્યવસ્થા અસ્થાયી હશે? નવા કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટવામાં આ જ સવાલ આડે આવી રહ્યો છે કારણકે રાહુલ ગાંધીએ પોતાનુ પદ છોડવા અને કોઈ ગાંધીને જવાબદારી નહિ આપવાની વાત તો કરી છે પરંતુ એ સાથે તેમણે જે રીતના સંકેત આપ્યા છે કે તેનાથી પાર્ટીના હાઈ કમાન્ડથી લઈને નાના કાર્યકર્તાઓમાં પણ એ જ સંદેશ પહોંચ્યો છે કે તેમનો પરિવાર ભલે અધ્યક્ષ નહિ રહે, ત્રણે ગાંધી જ પાર્ટીના પ્રમુખ ચહેરા જળવાઈ રહેશે. રાહુલનો વિકલ્પ શોધવામાં કોંગ્રેસને જે લગભગ બે મહિનાનો સમય બગડી ગયો છે તેનુ એક મોટુ કારણ એ જ સમજમાં આવી રહ્યુ છે કે બલિનો બકરો બનવા માટે સરળતાથી કોઈ તૈયાર નથી.

આ પણ વાંચોઃ ઝાડુ ન પકડી શકવાથી હેમા માલિની થઈ ટ્રોલ તો ધર્મેન્દ્રએ આપ્યો આ જવાબ

ત્રણ સંકેતોએ નેતાઓને કર્યા સચેત

ત્રણ સંકેતોએ નેતાઓને કર્યા સચેત

23 મે બાદ રાહુલ ગાંધીએ કમસે કમ ત્રણ પ્રસંગે જે કંઈ પણ ક્હ્યુ કદાચ એ જ વાતે તેમની ખુરશી પર બેસવાની ઈચ્છા ધરાવનાર નેતાઓના કાન ઉભા કરી દીધા છે. જ્યારે રાહુલે પોતાના ચાર પેજના રાજીનામાને સાર્વજનિક કર્યુ તો ત્યારબાદ તેમની આસપાસ રહેનારા લોકોએ એ વાત ફેલાવવી શરૂ કરી દીધી કે આરએસએસ-ભાજપ નેતાઓ દ્વારા રાહુલ સામે 20થી વધુ માનહાનિના કેસમાં તે વ્યક્તિગત રીતે ઉપસ્થિત થશે. બીજા જ દિવસે તે આવા જ કેસમાં પહેલા મુંબઈ પછી પટના અને અમદાવાદમાં પણ હાજર થયા. જોવાની વાત એ છે કે 25 મેએ સીડબ્લ્યુસીની મીટિંગમાં તેમણે એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે સંઘ પરિવાર સામે તેમણે પાર્ટીથી એકલા લડાઈ લડી. એટલે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા કે તે પોતાને ભાજપ-સંઘની વિચારધારા સામે કોંગ્રેસનો મુખ્ય ચહેરો બની રહેવા ઈચ્છે છે. એટલુ જ નહિ તેમણે તેમને મળવા આવેલ પાર્ટી સાંસદોને કહી દીધુ કે તે પાર્ટી માટે પહેલા 10 ગણી શક્તિથી કામ કરશે. જેનાથી પાર્ટી કેડરમાં એ જ સંકેત ગયો કે સંગઠનને ફરીથી ઉભુ કરવુ, ભાજપના પડકારોનો સામનો કરવો અને જમીની સ્તર પર સંગઠનને નવી લડાઈ માટે તૈયાર કરવાની જવાબદારી તો નવા અધ્યક્ષની હશે પરંતુ જનતા વચ્ચે કોંગ્રેસનો ચહેરો કોઈ ગાંધી જ હશે.

બલિનો બકરો બનશે કોણ?

બલિનો બકરો બનશે કોણ?

આ પરિસ્થિતિઓમાં પાર્ટીના બધા જૂથોમાં એ સામાન્ય ભાવના બની ગઈ કે જ્યારે ત્રણ-ત્રણ ગાંધી સક્રિય રાજકારણમાં રહેશે તો જે પણ અધ્યક્ષ બનશે તેણે કમસે કમ દરેક મહત્વપૂર્ણ મામલામાં ‘પરિવાર'ની સંમતિ લેવી પડશે કે પછી રબર સ્ટેમ્પ બની રહેવુ પડશે. 10 વર્ષ સુધી મનમોહન સિંહને પણ લગભગ આ જ સ્થિતિમાંથી પસાર થવુ પડ્યુ હશે. પરંતુ તેમના પાસે પ્રધાનમંત્રીનું પદ પણ હતુ. પરંતુ અહીં તો મૃતપ્રાય સંગઠનમાં નવેસરથી જીવ ફૂંકવાનો પડકાર પણ ફેસ કરવાનો રહેશે. આ જ કારણ છે કે પાર્ટીના કોઈ પણ કદાવર કે સક્ષમ નેતા કોંગ્રેસ અધ્યક્ષના પદને પાઈઝ્ડ પોસ્ટ તરીકે નથી જોવા ઈચ્છતા. પરંતુ તેમાં માત્ર જવાબદારીઓ હશે, પડકારો હશે અને પાર્ટીને નુકશાન પહોંચાડનારા લોકોને કોસાની ખુલ્લી છૂટ પણ નહિ મળી શકે. એટલા માટે એક તરફ પરિવારના સૌથી નજીકના નેતા એ ખુરશી પર બેસવાથી અસહજ અનુભવી રહ્યા છે જેના પર તે અત્યાર સુધી ગાંધી પરિવારનો એકાધિકાર સમજતા રહ્યા છે અને જે લોકો બહુ વધુ નજીકના નથી તે દરેક નિર્ણયની મંજૂરી માટે દરબારમાં હાજરી લગાવવાની વાત વિચારી ભાગી રહ્યા છે.

અધ્યક્ષ પદ વિશે જૂથોમાં વહેંચાઈ કોંગ્રેસ

અધ્યક્ષ પદ વિશે જૂથોમાં વહેંચાઈ કોંગ્રેસ

વર્તમાન પરિસ્થિતિઓમાં કોંગ્રેસ અસમંજસમાં પણ છે અને કોણ અધ્યક્ષતા કરે, આ વિશે પાર્ટી સ્પષ્ટ રીતે બે જૂથમાં વહેંચાયેલી પણ જોવા મળી રહી છે. એક જૂથ કોઈ યુવા કે વરિષ્ઠને કમાન સોંપવાની વકીલાત કરી રહ્યુ છે તો બીજુ જૂથ આના માટે કોઈ દલિત, પછાત કે ઉંચી જાતિના નેતાને ચહેરો બનાવવા કહી રહ્યુ છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ તો સાર્વજનિક રીતે કોઈ યુવાને કમાન સોંપવાની વકીલાત કરી ચૂક્યા છે. જ્યારે બીજા જૂથના નેતાઓએ નવા અધ્યક્ષ માટે 70ને પાર ત્રણ દલિત નેતાઓના નામ આગળ કર્યા છે. આ ચક્કરમાં એવા નેતાને નવી જવાબદારી સોંપવાની પણ માંગ થઈ રહી છે બધાને સાથે લઈ ચાલવાની ક્ષમતા રાખતા હોય. કુલ મળીને સ્થિતિ ખૂબ ઉલઝી રહેલી લાગી રહી છે અને એટલા માટે પાર્ટી તરફથી કોઈનું નામ નક્કી કરી દેવુ એટલુ સરળ પણ નથી લાગી રહ્યુ. પાર્ટીમાં અસમંજસની આ સ્થિતિ વિશે એક પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને કહ્યુ છે, ‘કોંગ્રેસ માટે પડકાર એટલો ગંભીર છે કે પાર્ટી કાં તો નવેસરથી ઉભી થાય અથવા બધા લોકો રિટાયર થઈ જાય અને રાજકારણને ભૂલી જાય. આ અસ્તિત્વને બચાવવાનો સમય છે...'

English summary
Why Congress is not able to find Rahul Gandhi's alternative? inside story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more