• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇન્ડિયા ટૂડે કોનક્લેવમાં નરેન્દ્ર મોદીને સાંભળવાના 5 કારણો

|

નવી દિલ્હી, 17 માર્ચ: નવી દિલ્હીમાં હોટલ તાજમાં ચાલી રહેલ ઇન્ડિયા ટૂડે કોનક્લેવમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પગ મૂક્યો તો આખો હોલ ઉત્સાહથી ભરાઇ ગયો. સોશિયલ મીડિયાથી લઇને ટીવી ચેનલ દરેક જગ્યાએ મોદીના અપડેટ આવવા લાગ્યા. પોતાના ભાષણમાં મોદીએ દરેરને જાણે બાંધી રાખ્યા હતા, અને લોકો તેમને હંમેશની જેમ રસપૂર્વક સાંભળતા પણ હતા. તેમણે ગવર્નેન્સથી લઇને યુપીએ સરકારની ખામીઓ સુધી દરેક બાબતો પર પ્રકાશ પાડ્યો. ઉપરાંત તેમણે ભારતના સંઘીય ઢાંચાને બનાવી રાખવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે તેઓ રિટેલનો વિરોધ કેમ કરી રહ્યા છે. ગુજરાતના વિકાસ અને પાડોશી દેશ સાથેના સંબંધો પર પણ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા.

આ ભાષણમાં સ્પષ્ટપણે દેખાઇ આવતુ હતું કે એક દિર્ઘદ્રષ્ટા રાજકારણી બોલી રહ્યા છે, જે સામાન્ય નાગરિકને ખૂબ જ નજીકથી જુએ છે. હું મોદીને આ ભાષણ માટે ફૂલ માર્ક્સ આપીશ. કારણ કે તેમણે એ બધા મુદ્દાઓને ઉઠાવ્યા જે આપણી સાથે જોડાયેલા છે. તેમણે સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ બતાવ્યુ સાથે જ જણાવ્યું કે હજી સર્વોત્તમ સમય આવવાનો બાકી છે.

મોદીની આ જ વાતોની સાથે અમે જણાવવા માંગીશું કે આખરે એ પાંચ કારણ કયા છે, જેના કારણે ઇન્ડિયા ટૂડે કોનક્લેવમાં મોદીનું ભાષણ સાંભળી શકાય.

કારણ 1. આકાંક્ષા અને વિકાસ, ગવર્નેન્સના નામે ટૂકડા ના ફેક્યા!

મોદીએ પોતાના ભાષણમાં નરેગાનો પ્રશ્ન ઉઠાવ્યો અને તેના અંગે વિસ્તારથી જણાવ્યું અને કહ્યું કે સામાન્ય માણ ગવર્નેન્સ સાથે સંબંધ ધરાવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે લોકો સત્તામાં છે, તેમણે નરેગાને સ્થાને ડેવલપમેન્ટ ગેરન્ટી સ્કીમ કેમ ના આપી, જેના કારણે લોકોને આપમેળે જ રોજગાર મળી જતો. તેમણે જણાવ્યું કે દેશનો સાર્વજનિક વિકાસ ત્યા સુધી નહીં શક્ય નથી ત્યા સુધી આપણે લોકોને એ વિશ્વાસ નહી અપાવીએ કે તેઓ જે કરી રહ્યા છે તે રાષ્ટ્ર માટે કરી રહ્યા છે.

કારણ 2. તેઓ ત્યા પહોંચે, જ્યાં કોઇ નેતા વિચારતો પણ નથી

આપે છેલ્લે ક્યારે સાંભળ્યું છે કે કોઇ નેતા પ્રાઇવેટાઇજેશનના વખાણ કરે, જ્યા ખરાબ રાજકારણ કરતા સારા અર્થશાસ્ત્રને પ્રોત્સાહન મળી શકે. મોદીએ રેલવેનો જે મુદ્દો ઉઠાવ્યો તે નાનો ન્હોતો. સારા અર્થશાસ્ત્ર ઉપરાંત, મોદીના મનમાં એક પરિવર્તન લાવવાની વાત ચાલી રહી છે. આટલા વર્ષોથી આપણે આપણી ટ્રેનોમાં ગુણવત્તા અને સુવિધા પૂરી પાડવામાં અસફળ રહ્યા છીએ. રેલવે લાઇનમાં વધારો નથી થયો, રેલવે સ્ટેશનોની હાલત નાદાર છે અને ભોગવી રહ્યો છે સામાન્ય માણસ. છેલ્લા એક દાયકામાં અલગ-અલગ રાજ્યોમાંથી આવનાર રેલ મંત્રિઓએ ટ્રેનોને પોતપોતાના રાજ્યો તરફ ખેંચી લીધી.

પોતાના ભાષણમાં મોદીએ જ્યારે આ મુદ્દા પર પડકાર આપ્યો તો હું ખુશ થયો કે ચલો કોઇ નેતા તો છે જે ખચકાયા વગર પોતાની વાત મૂકે છે અને તેને આ દેશની ચિંતા છે.

કારણ 3. હંમેશા ભાર પહેલા

મોદીએ કોનક્લેવમાં એક ગુજરાતી તરીકે અથવા કોઇ વિશેષ વર્ગ તરફથી નહીં પરંતુ એક ભારતીય તરીકે પોતાનું ભાષણ આપ્યું. તેમણે જણાવ્યું કે ભારતે પડોશી દેશો સાથે મિત્રતાભર્યા સંબંધ બનાવવાની જરૂરિયાત છે, પરંતુ આપણા હિતોની બલી ચઢાવીને નહીં. તેમણે જણાવ્યું કે 'મારૂં સપનું છે કે એક દિવસ ભારત પોતે હથિયાર બનાવે અને અન્ય દેશોને સપ્લાય કરે. આવું કરવાથી ભ્રષ્ટ હથિયાર દલાલોથી છૂટકારો મળશે, જે કેટલાક ડોલરો માટે વેચાઇ જાય છે. આવું કરવાથી આપણે આત્મનિર્ભર બનીશું, અને આપણો દેશ વિશ્વમાં ગર્વ સાથે ઉભો રહેશે.'

કારણ 4. કારણ કે તેઓ વ્યસ્ત રહેવા માગે છે

જ્યારે મોદીને સાંભળવાનું શરૂ કર્યું તો લાગ્યુ કે તેઓ થોડીવાર જ બોલશે. ભાષણ બાદ ઘણા સવાલો પણ કરવામાં આવ્યા, મોદીએ એ તમામના સંતોષકારક જવાબ પણ આપ્યા. આવા દેશમાં જ્યાં રાજ કરનાર પરિવાર આગળ નથી આવતો, પ્રધાનમંત્રી ખુબ જ ઓછુ બોલે છે, ત્યારે મોદી ખુલીને શ્વાસ લે છે અને કહે છે કે મેં આજ સુધી નથી જોયું કેન્દ્રનો કોઇ નેતા સામાન્ય વ્યક્તિને મળ્યો હોય, કારણ કે તેઓ પોતાનામાં જ વ્યસ્ત રહેવા માગે છે.

કારણ 5. સૌથી મહત્વપૂર્ણ એ કે તેઓ તથ્યો સાથે વાત કરે છે

જ્યારે રાહુલ કનવાલે મોદીને પૂછ્યું કે શું તેમની માતાએ વિચાર્યું છે કે આપ પ્રધાનમંત્રી બનો, મોદીએ જવાબ આપ્યો અહીં વિકાસ ચર્ચા ચાલી રહી છે, માતા અને પિતા એવામાં કોઇ મહત્વ ધરાવતા નથી. નરેન્દ્ર મોદી જ છે કે કહે છે કે કોઇ ભાવુકતાપૂર્ણ કથા કામ નથી આવતી, કોઇ મા રોતી નથી, માત્ર કામ બોલે છે.

દરેક મુદ્દા પર મોદીએ તથ્યો સાથે જવાબ આપ્યા. પછી ભલેને વાત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની હોય, કે સોલર પાવર પ્રોજેક્ટની. મોદીએ આંકડાઓ સાથે જવાબ આપ્યા. મોદી તૈયારી સાથે નથી આવતા, બલકે તેઓ હંમેશા તૈયાર રહે છે.

આ લેખ કિશોર ત્રિવેદીના અંગ્રેજી લેખનો સાર છે.

English summary
During the India Today conclave Gujarat chief minister Narendra Modi speaks to the nation. Five reasons why people should have been heard him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more