For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, શા માટે આર્મી-એરફોર્સ પણ નહીં હરાવી શકે નક્સલીઓને

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચી પાસે ખુંતીમાં મંગળવારે થયેલા નક્સલી હુમલામાં ત્રણ જવાનોને ઇજા પહોંચી છે. આ હુમલાથી એ વાત સ્પષ્ટ થાય છે કે નક્સલીઓનો હોંસલો આજે પણ બુલંદ છે, પરંતુ શું ક્યારેય પણ તમે તેની પાછળનું કારણ વિચાર્યું છે? અમે નક્સલી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને લઇને સેનાના વરિષ્ઠ અધિકારી સાથે વાત કરી, તો તેમણે ગૃહમંત્રાલયના ઢીલા વલણ પર અફસોસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે વર્તમાનની સ્થિતિને જોઇને એવું લાગે છે કે ભારતને સહેલાયથી નક્સલવાદથી છૂટકારો મળવાનો નથી.

indianarmy-naxal
ગત 20 વર્ષોમાં દેશના અલગ અલગ ભાગોમાં થયેલા નક્સલી હુમલાઓમાં 20 હજાર કરતા વધુ લોકોના મોત નીપજ્યાં છે. ચીન અને પાકિસ્તાન તરફથી મળતા પડકારો સામે ઝઝૂમી રહેલા દેશ માટે નક્સલવાદ એક કાંટા સમાન બની ગયો છે. આ એવો કાંટો છે કે જે ના તો ઠીક થવાની સ્થિતિમાં છે અને ના તો ખતમ થવાના અણસાર આપી રહ્યો છે. પહેલાથી જ પૈરામિલિટ્રી ફોર્સ આ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તેનાત છે. હવે આર્મી અને એરફોર્સને પણ આ વિસ્તારોમાં ડેપ્લોય કરવામાં આવી છે, પરંતુ અનેક યોજનાઓ પછી આ જોખમ અને સમસ્યા વધી રહી છે. વનઈન્ડિયા સાથે એક વરિષ્ઠ આર્મી અધિકારીએ માત્ર આ સમસ્યા પર પોતાના પ્રતિભાવ જ નથી આપ્યા પરંતુ તેમણે જણાવ્યું કે આર્મી ને એરફોર્સ મળીને શા માટે આ સમસ્યા સામે એકલી લડી નથી શકતી.

જરૂરી સ્ટ્રેન્થની ઉણપ મોટી સમસ્યા

સેનાના વરિષ્ઠ અધિકારીની વાત માનીએ તો ભારતીય સેના અને એરફોર્સમાં પહેલાથી જ અધિકારીઓ અને જવાનોની અછત છે. આર્મી જ્યાં 24 ટકા અછતની સામે ઝઝૂમી રહી છે તો બીજી તરફ એરફોર્સની પણ આ જ સ્થિતિ છે. આર્મી અને એરફોર્સ જ્યાં બોર્ડર્સ મજબૂત કરવામાં લાગી છે તો બીજી તરફ નક્સલી વિસ્તારોની જવાબદારી પણ નિભાવી રહી છે. આ ઉપરાંત દેશમાં કોઇ પણ આફત આવે તો ત્યાં આર્મી અને એરફોર્સને બોલાવવામાં આવે છે.

અધિકારી અનુસાર આપણે ફરીથી શરૂઆત કરવાની જરૂર છે. જ્યાં સુધી આર્મી અને એરફોર્સમાં જરૂરી સ્ટ્રેન્થ નહીં હોય ત્યાં સુધી નક્સલવાદ પણ ખતમ થવાના અણસાર જોવા નહીં મળે. જ્યારે અધિકારી અને જવાનોની સંખ્યા પૂર્ણ નહીં હોય ત્યારે પેટ્રોલિંગ પર ખાસી અસર પડે છે. એક જ એરફોર્સ પાઇલોટ અને આર્મી ઓફિસર જો કલાકોની સોર્ટીઝ અને પેટ્રોલિંગ પર તૈનાત કરવામાં આવશે તો તે વધું સમય સુધી પોતાની ડ્યૂટી નહીં કરી શકે. પૈરામિલિટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સ સાથે પણ આ જ સમસ્યા છે.

ઇંફ્રાસ્ટ્રક્ચરની ખરાબ હાલત અને જૂની ટેક્નોલોજી

આર્મ્ડ ફોર્સ પોતાના તાલમેલ થકી પોતાની જવાબદારીઓને અંજામ આપી રહી છે, પંરતુ તેમ છતાં ઇંફ્રાસ્ટ્રક્ચરની ઉણપ તેમના માટે એક વિકરાળ સંકટ સમાન છે. જૂના હથિયારો અને એરક્રાફ્ટ્સના દમે ક્યાં સુધી નક્સલીઓનો સામનો કરી શકાશે. આ વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો કે આજે આર્મ્ડ ફોર્સ અને પૈરામિલિટ્રી ફોર્સ જે ટેક્નિકનો ઉપયોગ કરી રહી છે, તે ચીન અને પાકિસ્તાનની સરખામણીએ જૂની થઇ ચૂકી છે.

માત્ર આર્મ્ડ ફોર્સ અને પૈરામિલિટ્રી ફોર્સ જ નહીં પરંતુ વિસ્તારોમાં તેનાત પોલીસ દળ પાસેપણ જરૂરી હથિયાર નથી હોત. તેવામાં કેવી રીતે નક્સલવાદને રોકી શકાય. સરકાર પોતાની પરેશાનીઓથી ઘેરાયેલી છે અને કદાચ એટલા માટે જ તે જોઇએ તે પ્રમાણે ધ્યાન આપી શકતી નતી. સેનાના વરિષ્ઠ અધિકારી પણ માનવા લાગ્યા છે કે ઇંફ્રાસ્ટ્રક્ચરની ઉણપથી ઝઝૂમી રહેલી આર્મ્ડ ફોર્સ કેવી રીતે આ સ્થિતિનો સામનો કરશે.

નબળું ઇન્ટેલિજેન્સ

જે સ્થળે કદાચ સુરક્ષા એજન્સીઓ અને ઇન્ટેલિજન્સ વિચારવાનું બંધ કરે છે, નક્સલીઓનું વિચારવાનું ત્યાંથી શરૂ થાય છે. આજે નક્સલી ઇન્ટેલિજેન્સ એજન્સીઓ કરતા પણ વધારે હાઇટેક છે. આ ઉફરાંત દેશનું ઇન્ટેલિજેન્સ પણ નબળું છે. પાડોસી દેશો ચીન, નેપાલ અને પાકિસ્તાનથી આ નક્સલીઓને હથિયારો પહોંચી રહ્યાં છે પરંતુ તેમ છતાં સુરક્ષા એજન્સી અને ઇન્ટેલિજેન્સ એજન્સીઓને તેની જાણ પણ થતી નથી. માત્ર એટલું જ નહીં અનેક નક્સલી નેતાઓએ સ્થાનિક લોકોની મદદથી પોતાનું એક મજબૂત નેટવર્ક પણ તૈયાર કર્યું છે.

આ અધિકારી અનુસાર આપણે માત્ર વિચારતા રહીએ છીએ કે આપણે આ યોજના અને આ પ્લાન હેઠળ આગળ વધીશું, પરંતુ નક્સલીઓ આપણા કરતા એક ડગ આગળ જઇને પોતાની યોજનાઓને અંજામ આપે છે. અહીં તેમણે 10 જાન્યુઆરી 2013ના રોજ લાતેહારમાં થયેલા નક્સલી હુમલાઓનું ઉદાહરણ આપ્યું જેમાં નક્સલીઓએ સુરક્ષા દળના જવાનના પેટમાં અઢી કીલોનો બોમ્બ ફીટ કરીને તેના થકી મોટા હુમલાની યોજના તૈયાર કરી હતી, પરંતુ તે બોમ્બ એક્ટિવ ના થઇ શક્યો અને એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઇ. આ અધિકારીની વાત માનીએ તો તાલિબાનના આતંકવાદીઓની આ ટેક્નિક નક્સલીઓએ પ્રયોગ કરી હતી અને હવે તમે જાતે જ વિચારો કે કેવી રીતે આવનારા સમયમાં આ લોકોનો સામનો કરી શકાશે.

English summary
A senior army officer claims due to poor infrastructure and intelligence, armed forces cannot tackle naxal problem.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X