• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NRCની વાતે શા માટે મમતા બેનર્જીને આવે છે ગુસ્સો?

|

એનઆરસી મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષમાં ખેંચતાણ ચાલી રહી છે. પ.બંગાળની મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર(એનઆરસી) મુદ્દે લાંબા સમયથી આક્રમક વલણ અપનાવ્યુ છે. તેમના ભારે વિરોધ છતાં કેન્દ્ર સરકારે ગયા મહિને અસમમાં એનઆરસીનું અંતિમ લિસ્ટ જારી કરી દીધુ. ત્યાર બાદથી મમતા બેનર્જી એનઆરસીના વિરોધમાં નિવેદન આપી રહી છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ કિંમતે પશ્ચિમ બંગાળમાં એનઆરસી સંબંધિ પ્રક્રિયા થવા દેશે નહિં. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ગૃહ મંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરી હતી.

ત્યારબાદ મિડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યુ કે મેં અસમના નેશનલ સિટિઝન રજીસ્ટર(એનઆરસી)ની છેલ્લી લિસ્ટમાં બહાર કરાયેલા 19 લાખ લોકો વિશે ચર્ચા કરી હતી. મેં શાહને કહ્યુ બધાને એનઆરસીમાં શામેલ કરવા જોઈએ. બંગાળમાં એનઆરસીની જરૂર નથી. જ્યારથી અંતિમ એનઆરસી લિસ્ટ જાહેર થયું છે ત્યારથી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી વધુ હેરાન છે. પશ્ચિમ બંગાળમાં જનતાની વચ્ચે ભાજપનું કદ વધી રહ્યુ છે. જેથી આગામી વર્ષે થનારી ચૂંટણીના પરિણામને લઈ ટીએમસીની ચિંતા વ્યાજબી છે.

મજબૂત વોટ બેંક

મજબૂત વોટ બેંક

નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ(એનઆરસી)નો વિરોધ કરનારી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં થનારી તમામ ખરાબ ચીજો માટે બીજા રાજ્યોના લોકોને જવાબદાર ગણાવી દે છે. ત્યાં જ બીજી તરફ રાજકીય લાભ માટે બાંગ્લાદેશી ઘુષણખોરીની હિમાયત કરી રહી છે. વાસ્તવમાં મમતા બેનર્જીએ વિતેલા વર્ષોમાં ગેરકાયદેસર પ્રવાસીઓનો પોતાના વોટબેંકના રાજકારણ તરીકે ઉપયોગ કર્યો છે. જો રાજ્યમાં એનઆરસી લાગુ થાય તો તેમના વોટબેંક પર સીધી અસર પડે.

ભાજપ પર નિશાન

ભાજપ પર નિશાન

મમતા બેનર્જી આ મુદ્દે ભાજપને બંગાળી મુસ્લિમોની વિરુદ્ધ છે તેવું ચિતરવાનો પ્રયત્ન કરી રહી છે. આમ કરી તેઓ રાજ્યમાં પોતાને મુસ્લિમ હિતેચ્છુ તરીકે રજૂ કરી રહી છે. જેથી ભાજપ રાજ્યમાં ક્યાંય પણ મજબૂત સ્ટેન્ડ ન લઈ શકે. જો કે આમ કરી મમતા બેનર્જી પોતાના કુશાસનને છુપાવી રહી છે. વિતેલા વર્ષોમાં મમતા બેનર્જીએ રાજ્યમાં પોતાના લાભ ખાતર હિંદુઓના મૌલિક અધિકારોનું જે હનન કર્યુ છે તેને જોતા મમતા બેનર્જીના કોઈ દાવ હવે ચાલે તેમ નથી.

2005માં કહ્યુ બંગાળમાં ઘુસણખોરી મોટી મુશ્કેલી

2005માં કહ્યુ બંગાળમાં ઘુસણખોરી મોટી મુશ્કેલી

મમતા બેનર્જીએ જ 2005માં સંસદમાં પેહલીવાર ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકસભામાં કહ્યુ હતુ, કે બંગાળમાં ઘુસણખોરી હવે એક આપદા બની ગઈ છે. મારી પાસે બાંગ્લાદેશી અને ભારતીય મતદાતા બંનેનું લિસ્ટ છે. આ અત્યંત ગંભીર મામલો છે. હુ્ં જાણવા ઈચ્છુ છુ કે સંસદમાં તેના પર ક્યારે ચર્ચા થશે?

તો હવે પ્રશ્ન એ થાય કે પાછલા 4 વર્ષોમાં એવું તે શું થયુ કે જેનાથી ટીએમસી સુપ્રીમોએ યુ-ટર્મ લઈ લીધો. પશ્ચિમ બંગાળમાં વર્ષ 2005માં મમતા બેનર્જીની પાર્ટી રાજ્યમાં કમ્યુનિસ્ટ સરકારની પ્રમુખ વિપક્ષી હતી અને તે સમયે મમતાએ તત્કાલીન કમ્યુનિસ્ટ સરકાર પર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો હતો. મમતાના શબ્દો પર ધ્યાન આપશો તો સમજી જશો કે આ મુદ્દો ભારતીય લોકતંત્ર માટે ગંભીર મુદ્દો છે. ત્યારે હવે મમતા બેનર્જી શા માટે આ ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખવાની વિરુદ્ધ છે.

તુષ્ટિકરણની રાજનીતિ માટે તેને મુદ્દો બનાવ્યો

તુષ્ટિકરણની રાજનીતિ માટે તેને મુદ્દો બનાવ્યો

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી હંમેશા એનઆરસી એટલે કે નેશનલ સિટિઝન રજીસ્ટરની આલોચના કરતા રહી, પશ્ચિમ બંગાળમાં તેને લાગુ કરવા માટે મથતી મમતાએ ગયા વર્ષે કહ્યુ હતુ કે એનઆરસી એક રાજકીય લક્ષ્ય સાથે થઈ રહ્યુ છે. અમે એવું થવા દઈશું નહિં. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે ભાજપના લોકો વિભાજનનો પ્રયત્ન કરી રહ્યા છે. જેને સહન કરાશે નહિં. આ દેશમાં ગૃહ યુદ્ધ થઈ શકે છે.

પછીથી ટીએમસી પર ગેરકાનુની બાંગ્લાદેશીઓને વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનો આરોપ લાગતો રહ્યો છે અને આ જોતા એનઆરસીનો વિરોધ આ આરોપને વધુ મજબૂત કરી રહ્યો છે. મમતા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ તુષ્ટીકરણ પણ કરતી રહી છે. હવે તેમણે સ્પષ્ટ રીતે એનઆરસીને પણ પોતાની તુષ્ટિકરણના રાજકારણ માટે મુદ્દો બનાવ્યો છે.

ગેરકાયદેસર પ્રવાસીઓને નકલી વોટર આઈડી કાર્ડ અપાઈ રહ્યા છે

ગેરકાયદેસર પ્રવાસીઓને નકલી વોટર આઈડી કાર્ડ અપાઈ રહ્યા છે

બાંગ્લાદેશી અપ્રવાસી ભારતના કાયદેસર નાગરીક નથી, છતાં એવો આરોપ લાગી રહ્યો છે કે કેટલાક નેતાઓ દ્વારા આ ગેરકાયદેસર પ્રવાસીઓને નકલી વોટર આઈડી કાર્ડ અપાઈ રહ્યા છે. અહીં પણ એનસીઆરનો વિરોધ કરી ટીએમસીએ સ્પષ્ટ રીતે પોતાના વોટબેંકને મજબૂત કરવાનું કામ કર્યુ છે. આવું કરી તે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મોટા ફેરબદલ કરવાનું સપનું જોઈ રહી છે.

તૃણમૂલ કોંગ્રેસનું વોટબેંક

તૃણમૂલ કોંગ્રેસનું વોટબેંક

મમતા એનઆરસીના વિરોધ દ્વારા એવું પણ કહેતી આવી છે કે એનઆરસીના લિસ્ટથી બહાર રખાયેલા લોકોમાં માત્ર અલ્પસંખ્યક જ નહિં હિંદુઓ અને હિંદી ભાષી પણ છે. તેઓ દલીલ આપે છે કે દેશના તમામ રાજ્યોમાં બાકીના રાજ્યોના લોકો રહે છે. જો કે એનઆરસીની આડમાં લાખો-કરોડોને વિદેશી ઘોષિત કરી દેવાથી દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થશે. અંતે પશ્ચિમ બંગાળમાં ઘુસણખોરી તૃણમૂલ કોંગ્રેસનું વોટબેંક છે. જેને મમતા બેનર્જી કોઈ પણ સ્થિતિમાં ખોવા ઈચ્છતી નથી.

ઘુસણખોરીનો મુદ્દો દેશના વિભાજન જેટલો જ જૂનો

ઘુસણખોરીનો મુદ્દો દેશના વિભાજન જેટલો જ જૂનો

પશ્ચિમ બંગાળમાં ઘુષણખોરીનો મુદ્દો દેશના વિભાજન જેટલો જ જૂનો છે. રાજ્યની 2,216 કિલોમીટર લાંબી સીમા બાંગ્લાદેશથી અડેલ છે. તેનો લાંબો ભાગ જળમાર્ગ સાથે જોડાયેલો છે અને અનેક જગ્યાએ સીમા ખુલ્લી હોવાથી દેશના વિભાજન બાદથી જ પાડોશી દેશોથી ઘુસણખોરીની પ્રથા શરૂ થઈ છે. જે આજ સુધી અટકી નથી. વર્ષ 1989માં સરકારે સંસદમાં એક રિપોર્ટ રજૂ કરતા કહ્યુ હતુ કે રાજ્યમાં બાંગ્લાદેશ નજીકના 11 જિલ્લામાં વસ્તી વધવાનો દર દેશની વસ્તી વધવાના દરથી ઘણો વધારે છે.

14 જુલાઈ 2004ના રોજ તત્કાળ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે લોકસભામાં કહ્યુ હતુ કે દેશમાં 1.20 કરોડ બાંગ્લાદેશીઓ રહે છે. તેમાંથી 50 લાખ અસમમાં છે અને 57 લાખ બંગાળમાં. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ 16 નવેમ્બર 2016માં ભારતમાં રહેનારા બાંગ્લાદેશીઓની સંખ્યા કરોડોમાં ગણાવી. ભાજપની વર્તમાન સરકારે દાવો કર્યો છે કે બંગાળમાં એક કરોડ બાંગ્લાદેશીઓ રહે છે. પહેલા સીપીએમની આગેવાની વાળી લેફ્ટ ફ્રન્ટે વોટબેંક માટે આ લોકોને રાજ્યમાં વસવાટો આપ્યો અને હવે મમતા બેનર્જીની સરકાર પણ આવું જ કરી રહી છે. રાજ્યમાં અલ્પસંખ્યકોની વસ્તી ઝડપથી વધી રહી છે. હાલ તેઓ વસ્તીના લગભગ 30 ટકા છે.

બાંગ્લાદેશથી આવનારા શરણાર્થીઓ

બાંગ્લાદેશથી આવનારા શરણાર્થીઓ

ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ બીજેપી શરૂથી સાંપ્રદાયિક વલણ અપનાવી રહી છે. બીજેપી પ્રમાણે બાંગ્લાદેશથી આવનારા શરણાર્થીઓનું ભારતમાં સ્વાગત છે, જો કે ત્યાંથી જ આવનારા મુસલમાનો ગેરકાયદેસર પ્રવાસી છે અને ભારતમાં તેમને રહેવાનો કોઈ હક નથી.

પી ચિદમ્બરમને મળવા તિહાર જેલ પહોંચ્યા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

English summary
Why is Mamata Banerjee angry at NRC?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more