નકલી એન્કાઉન્ટર્સમાં ગુજરાતને વગોવવું શા માટે શરમજનક છે?
દેશભરમાં આ અંગે ચર્ચા ચાલુ થઇ છે. સૂત્રોના અહેવાલથી મીડિયાએ અત્યારથી જ જાહેર કરી દીધું છે કે ઇશરત જહાં આતંકવાદી ન હતી. અફસોસની વાત એ છે કે અહીં પણ રાજકારણે પીછો છોડવાનું નામ લીધું નથી.
વર્ષ 2006માં આવું જ એક એન્કાઉન્ટર દિલ્હીના તિમારપુરમાં થયું હતું. જેમાં બે મુસ્લિમ અને એક હિન્દુ માર્યા ગયા હતા. દિલ્હી પોલીસે કરેલા આ એન્કાઉન્ટરમાં કોઇને ફોકસ કરવામાં આવ્યા ન હતા. વાસ્તવિકતા તો એ છે કે રાજકીય સ્તરે શીલા દીક્ષિતની કોંગ્રેસ શાસિત સરકાર પર આ એન્કાઉન્ટર અંગે કોઇ એક શબ્દ બોલવા તૈયાર નથી.
આવા સમયે જો માનવ અધિકાર પંચના અહેવાલ પર નજર કરવામાં આવે તો સ્થિતિ અલગ જ દેખાશે. વર્ષ 2004-05માં પોલીસ કસ્ટડીમાં થયોલા મૃત્યુની વાત કરીએ તો બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં કસ્ટડીમાં થયેલા મૃત્યુમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.
બીજા તરફ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આવી ઘટનાઓની સંખ્યા વધી છે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2004-05માં પંચને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોની 122 સૂચનાઓ મળી હતી. જ્યારે નકલી એન્કાઉન્ટરના 88 કેસ નોંધાયા હતા.
કયા રાજ્યમાં કેટલા એન્કાઉન્ટર
ઉત્તર પ્રદેશમાં 66
આંધ્ર પ્રદેશમાં 18
દિલ્હીમાં 9
મહારાષ્ટ્રમાં 5
મધ્યપ્રદેશમાં 5
હવે જો કોંગ્રેસ અને કોંગ્રેસના સમર્થનથી શાસનમાં આવેલી સરકારોના રાજમાં થયેલા નકલી એન્કાઉન્ટર્સની વાત કરવામાં આવે તો દેશભરમાં આવા રાજ્યોમાં નકલી એન્કાઉન્ટર્સની સંખ્યા વધારે છે. વર્ષ 2004-05માં પ્રકાશિત માનવ અધિકાર પંચના અહેવાલ અનુસાર કયા રાજ્યમાં કેટલા નકલી એન્કાઉન્ટર થયા તેના આંકડા આ મુજબ છે.
કયા રાજ્યમાં કેટલા નકલી એન્કાઉન્ટર
આંધ્ર પ્રદેશમાં 6
ઉત્તર પ્રદેશમાં 54
હરિયાણામાં 4
જે કેસોમાં ચૂકાદો હજી પેંડિંગ છે તેવા રાજ્યોમાં
ગુજરાતમાં માત્ર 5 કેસ
આંધ્ર પ્રદેશમાં 21 કેસ
મહારાષ્ટ્રમાં 29 કેસ
ઉત્તર પ્રદેશમાં 175 કેસ
માનવ અધિકાર પંચમાં નકલી એન્કાઉન્ટરના 555 કેસો નોંધાયા છે. તેમાંથી 411 હજી પણ ઉકેલાયા નથી.