• search
keyboard_backspace

15 ઓગસ્ટ 1947ના રોજ ગાંધીજી ક્યાં હતા? જાણો આઝાદીના જશ્નમાં કેમ સામેલ નહોતા થયા

Google Oneindia Gujarati News

14 ઓગસ્ટ 1947ની રાત હતી, જ્યારે આખો દેશ જશ્નમાં ડૂબ્યો હતો. પરંતુ અહિંસાના હથિયારથી ગોરાઓને ભગાડનાર મહાત્મા ગાંધીએ દેશની આઝાદીના જશ્નમાં ભાગ ના લીધો અને ચુપચાપ કોલકાતા ચાલ્યા ગયા હતા. ત્યારે 15 ઓગસ્ટની ઉજવણી પહેલા ચાલો થોડા આપણા દેશના ઈતિહાસ વિશે જાણી લઈએ. આ લેખ વાંચ્યા બાદ તમે પણ સમજી જશો કે આખરે ગાંધીજીએ આઝાદીના જશ્નમાં સામેલ ના થવાનો ફેસલો શા માટે લીધો હતો.

15 ઓગસ્ટ 1947ની વાત કરતા પહેલા આપણે એક મહિનો પાછળ જઈએ અને ભારતમાં જૂન 1947માં બનેલી એક ઘટના પર નજર કરીએ તો ત્યારે પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ધર્મના નામે રમખાણો થવા લાગ્યા હતા, જે દિલ્હીના મોસમને વધુ ગરમ બનાવી રહ્યા હતા, રાયસીના હિલ્સના એસી વાળા રૂમમાં બેઠેલા માઉંટબેટન આ ગરમીને મહેસૂસ કરી રહ્યા હતા.

જૂન 1947ની ઘટના

જૂન 1947ની ઘટના

જૂન મહિનાની બીજી એક આવી જ સવાર જ્યારે માઉંટબેટને દેશના ભાગલાને લઈ એક મીટિંગ બોલાવી, એ સમયે પણ ગરમીના એ માહોલની અસર સ્પષ્ટ જોઈ શકાતી હતી. સરદાર પટેલ અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચે ગરમા ગરમ દલીલો થઈ હતી. સરદાર પટેલે મોહમ્મદ ઝીણાને સ્પષ્ટ કહી દીધું કે તેઓ પોતાના લોકો અને પોતાના વિસ્તારની ચિંતા કરે.

છેલ્લી ઘડીએ મહારાજા હરી સિંહે રોન કાઢી

છેલ્લી ઘડીએ મહારાજા હરી સિંહે રોન કાઢી

માઉંટબેટને જૂનના ત્રીજા અઠવાડિયે પાર્ટીશન કાઉંસિલની બેઠક બોલાવી. દેશના ભાગલા પડશે એ નક્કી થઈ ગયા બાદ કાશ્મીરને લઈ લોર્ડ માઉંટબેટનનું ટેંશન વધવા લાગ્યું. તેમને માલૂમ હતું કે કાશ્મીર મુદ્દો બંને દેશ વચ્ચે અટકશે અને તેઓ ઉતાવળે કાશ્મીર જવા રવાના થઈ ગયા. કાશ્મીરના મહારાજા હરિ સિંહ સાથે તેમની મુલાકાતનો દિવસ પણ નક્કી થઈ ગયો. પરંતુ ઠીક મુલાકાતના એક દિવસ પહેલા જ હરિ સિંહે કહ્યું કે તેમની તબિયત ઠીક નથી એટલે તેઓ મળી નહિ શકે.

15 તારીખ નક્કી થવાની સ્ટોરી (Story of 15th August)

15 તારીખ નક્કી થવાની સ્ટોરી (Story of 15th August)

લોર્ડ માઉંટબેટન મહાત્મા ગાંધીને ભારતના ભાગલા માટે મનાવી ચૂક્યા હતા અને બધી ચીજો તેમના પક્ષમાં છે. એવામાં લોર્ડ માઉંટબેટન એક પ્રેસ કોન્ફરન્સ કરે છે જેમાં તેઓ કરોડો લોકોનું વિસ્થાપન કેવી રીતે થશે અને કેવી રીતે ભૌગોલિક આધાર પર બંને દેશને વહેંચવામાં આવશે તે જણાવે છે. જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ અંતિમ તબક્કામાં હોય છે ત્યારે એક પત્રકાર તેમને સવાલ પૂછે છે. આ સવાલ હતો- "જ્યારે તમે ભારતને સત્તા સોંપવાના કાર્યમાં તેજી લાવવાની વાત કરી રહ્યા છો તો તમે ભારતને સત્તા સોંપવાનો દિવસ નક્કી કર્યો? આખરે એ દિવસ કયો હશે?" તો માઉંટબેટન કંઈપણ જવાબ ના આપી શક્યા. જણાવી દઈએ કે તેમણે એકેય તિથિ નક્કી નહોતી કરી. પણ પછી અચાનક તેમણે 15 ઓગસ્ટ તારીખ નક્કી કરી નાખી.

જ્યોતિષિઓએ નિરાશા જતાવી

જ્યોતિષિઓએ નિરાશા જતાવી

15 ઓગસ્ટે દેશ આઝાદ થવાનો છે માલૂમ પડતાં જ દેશના જ્યોતિષિઓના હોશ ઉડી ગયા.અને તેઓ આ તારીખનો જબરદસ્ત વિરોધ કરવા લાગ્યા. જણાવી દઈએ કે 15 ઓગસ્ટે 1947 ના રોજ શુક્રવાર હતા. અને જ્યોતિષિઓનું માનવું હતું કે જો આ દિવસે ભારત આઝાદ થાય છે તો કોહરામ મચી જશે. નરસંહાર થશે. જે અપશુકન છે.

આઝાદીના જશ્નમાં મહાત્મા ગાંધી સામેલ ના થયા

આઝાદીના જશ્નમાં મહાત્મા ગાંધી સામેલ ના થયા

15 ઓગસ્ટની અડધી રાતે દિલ્હી જશ્નમાં ડૂબી હતી. ખુદ મહાત્મા ગાંધી આ જશ્નમાં સામેલ નહોતા થયા. તેની પાછળ પણ એક કહાની છે. તેઓ દિલ્હીથી હજારો કિમી દૂર કોલકાતાના "હૈદરી મહેલ"માં હતા. તેઓ નોઆખાલીની યાત્રા પર નિકળ્યા હતા, જ્યાં અલ્પસંખ્યક હિન્દુઓનો નરસંહાર થયો હતો. ભારત 15 ઓગસ્ટે આઝાદ થી જશે તે નક્કી થઈ ગયું તો જવાહર લાલ નેહરુ અને સરદાર વલ્લભ ભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો. આ પત્રમાં લખ્યું હતું, "15 ઓગસ્ટ આપણો પહેલો સ્વાધીનતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. આમાં સામેલ થઈ તમારા આશિર્વાદ આપો."

ગાંધીજીએ આ જવાબ આપ્યો

ગાંધીજીએ આ જવાબ આપ્યો

મહાત્મા ગાંધીએ આ પત્રનો જવાબ મોકલાવ્યો, "કોલકાતામાં જ્યારે હિન્દુ- મુસ્લિમ એક બીજાના જીવ લઈ રહ્યા છે એવામાં હું જશ્ન મનાવવા કઈ રીતે આવી શકું છું. દંગા રોકવા માટે હું મારો જીવ ત્યાગી દઈશ."

જાણકારી માટે જણાવી દઈએ કે દર વખતે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવે છે. પરંતુ 15 ઓગસ્ટ 1947ના રોજ આવું નહોતું થયું. લોકસભા સચિવાલયના એક શોધ પત્ર મુજબ નેહરુએ 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો.

15 ઓગસ્ટ 1947 વિશેની એવી બાબત જે તમે ક્યારેય નહિ સાંભળી હોય

15 ઓગસ્ટ 1947 વિશેની એવી બાબત જે તમે ક્યારેય નહિ સાંભળી હોય

  • આઝાદીના દિવસે મહાત્મા ગાંધી અનસન પર હતા.
  • આઝાદીના જશ્નમાં સામેલ થવાની મહાત્મા ગાંધીએ ના પાડી દીધી હતી કહ્યું કે- દંગા રોકવા મારો જીવ આપી દઈશ.
  • 14 ઓગસ્ટની મધ્ય રાત્રીએ જવાહર લાલ નેહરુએ પોતાનું ઐતિહાસિક ભાષણ ‘Tryst with Destiny' આપ્યું, ત્યારે તેઓ વડાપ્રધાન નહોતા બન્યા અને આખી દુનિયાએ તેમનું આ ભાષણ સાંભળ્યું હતુ.પરંતુ ગાંધીજી ત્યારે રાતે 9 વાગ્યે જ ઊંઘવા જતા રહ્યા હતા.
  • 15 ઓગસ્ટ 1947 ના રોજ માઉન્ટ બેટને પોતાની ઑફિસમાં કામ કર્યું, બપોરે મોહરુએ તેમને પોતાના મંત્રીમંડળની યાદી સોંપી. અને બાદમાં ઈન્ડિયા ગેટ પાસે પ્રિન્સિસ ગાર્ડનમાં એક સભાને સંબોધી.
  • 15 ઓગસ્ટ સુધી ભારત- પાકિસ્તાન વચ્ચે સીમાનું નિર્ઘારણ જ નહોતું થયું, 17 ઓગસ્ટે બોર્ડર ખેંચવામાં આવી જ્યારે રેડ ક્લિફ લાઈનનું એલાન થયું.
  • 15 ઓગસ્ટે ભારત આઝાદ જરૂર થઈ ગયું હતું પણ તેનું એકેય રાષ્ટ્રગાન નહોતું, રવિન્દ્રનાથ ટાગોર જન ગન મન 1911માં જ લખી ચૂક્યા હતા પરંતુ તે 1950માં રાષ્ટ્રગાન બની શક્યું.
  • 15 ઓગસ્ટ ભારત સિવાય અન્ય ત્રણ દેશોનો પણ સ્વતંત્રતા દિવસ છે- દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ 1945ના રોજ આઝાદ થયું હતું, બ્રિટનથી બેહરીન 15 ઓગસ્ટ 1971ના રોજ આઝાદ થયું અને 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાંસથી કાંગો આઝાદ થયો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર કરશે સંબોધિતરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર કરશે સંબોધિત

English summary
why mahatma gandhi did not participated in 15th august celebration, know history in gujarati
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X