• search

મોદીએ શા માટે પ્રણવ દા પ્રત્યે દાખવી ‘મમતા’?

ગઇ કાલે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કોલકતામાં વિશાળ જનમેદનીને સંબોધિત કરવામાં આવી, જો કે, આ વખતે તેમની સ્ટ્રેજી કંઇક અલગ જ હતી. એક તરફ તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના વખાણ કર્યા તો બીજી તરફ તેમણે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર સીધો પ્રહાર કરવાના બદલે અન્ય માર્ગ અપનાવ્યો હતો. તેમણે આ વખતે કોંગ્રેસ પાર્ટીને બીજી રીતે સાણસામાં લેતા કહ્યું હતું કે, કેવી રીતે વંશવાદ કરનારાઓ વડાપ્રધાન પદથી પક્ષના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીને દૂર રાખી શકે.

ત્યારે એક પ્રશ્ન ચોક્કસપણે ઉઠી શકે છે કે શા માટે નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખરજીનો મુદ્દો પંસદ કર્યો અને શા માટે તેમણે પોતાના નિયમિત મુદ્દાઓ જેમકે ભ્રષ્ટાચાર, કૌભાંડ, રાહુલ ગાંધી પર ટીપ્પણી, પાકિસ્તાન-ચીનની બોર્ડર પર ઘુસણખોરી સહિતના મુદ્દા ના ઉઠાવ્યા. તો ચાલો તસવીરો થકી જાણીએ કે મોદીએ શા માટે કોલકતામાં અચાનક પોતાનો પ્લાન ચેન્જ કેમ કરી લીધો.

યુપીએ વિરોધી ભાષણ ત્યાં કામ કરી શકત નહીં

યુપીએ વિરોધી ભાષણ ત્યાં કામ કરી શકત નહીં

મોદી જ્યારે પોતાનું ભાષણ શરૂ કરવા ગયા ત્યારે તેમને એ વાતનો અંદેશો આવી ગયો હતો કે જો અહીં યુપીએ સરકાર વિરુદ્ધ કંઇ પણ બોલવામાં આવશે તો તેની કોઇ ખાસ અસર થશે નહીં, કારણ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પહેલાંથી ત્યાં કેન્દ્રની રણનીતિનો વિરોધ કરી ચૂક્યા છે. કોંગ્રેસ પ્રત્યે અણગમો વ્યક્ત કરનારા નેતાઓમાં મમતા બેનરજીનો પણ સમાવેશ થાય છે, જે વાતનુ તથ્ય તેમણે થોડાક સમય પહેલા ઉત્તર પ્રદેશમાં પોતાની સભા કરી ત્યાં સમજાઇ ગયું હતું. જો યુપીએ વિરુદ્ધ કંઇ બોલવામાં આવ્યું હોત તો તે માત્ર એવરેજ બંગાળી સુધી જ પહોંચી શકત, જેના કારણે તેમને પોતાના પ્લાનમાં બદલાવ લાવવો પડ્યો.

વિશ્વાસઘાતની લાગણી

વિશ્વાસઘાતની લાગણી

પ્રણવ મુખરજી આ તકે તેમને સૌથી વધુ મદદર્તા સાબિત થઇ શકે છે. બંગાળીઓ એવું અનુભવે છે કે કેન્દ્ર અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી તેમના પ્રત્યે દગાખોરી કરે છે. રાષ્ટ્ર કક્ષાએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની નિષ્ફળતાનું દર્દ હંમેશા બંગાળીઓને રહે છે. તેમજ 1996માં રાજ્યએ એક તક ગુમાવી હતી જ્યારે વરિષ્ઠ કોમ્યુનિસ્ટ નેતા જ્યોતિ બસુ થોડાક અંતરથી એક અવસર ચુકી ગયા હતા. ત્યારે મોદીએ જાણ્યું 1984 અને 2004માં પ્રણવ મુખરજીને વડાપ્રધાન નહીં બનાવવામાં આવ્યા તે વાતનો ફાયદો અહીં ઉઠાવી શકાય છે. તેમની આ યોજનાથી બંગાળીઓની લાગણીને જીતી શકાશે અને કોંગ્રેસ વિરોધી પ્રવાહને વેગ પણ મળી જશે.

દરેકને મુખરજી સ્વિકાર્ય

દરેકને મુખરજી સ્વિકાર્ય

જો કે બુધવારે પહેલીવાર મોદી પાસે મુખરજી અંગે વધારે રેફરન્સ નહીં હોવાનું જણાયું. ગયા વર્ષે માર્ચમાં મોદીએ એવી ટીપ્પણી કરી હતી કે મનમોહન સિંહ કરતા મુખરજી સારા વડા પ્રધાન સાબિત થઇ શક્યા હોત. આ અંગેના પ્રતિક્રિયામાં રાષ્ટ્રપતિએ સુરક્ષિત જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તમે પોતે જ તમારા મુલ્યાંકનકર્તા છો. જે રીતે મોદી દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ અને અન્ય કોંગ્રેસી નેતાઓની પંસદગી કરે છે, તેવી જ રીતે મોદીએ પ્રણવ મુખરજીને વધુ એક હીરો તરીકે પ્રોજેક્ટ કર્યા છે, જેમની સાથે તેમની જ પાર્ટી દ્વારા દગો કરવામાં આવ્યો છે. આનાથી કોઇ મોટો ફર્ક પડે તેમ નથી છતાં આ પ્રકારનો મુદ્દો ઉપાડીને તેઓ કોંગ્રેસના કેન્દ્રિય કાર્યમાં ગાબડા પાડી શકે છે. તેનું કારણ એ છે કે મોદી એક એવું વ્યક્તિત્વ ધરાવે છે તે સંબંધિત પ્રદેશના લોકોની લાગણી સાથે જોડાઇ શકે છે.

ભવિષ્યમાં રાષ્ટ્રપતિ સાથેના સંબંધો સુનિશ્ચિત કર્યા

ભવિષ્યમાં રાષ્ટ્રપતિ સાથેના સંબંધો સુનિશ્ચિત કર્યા

મુખરજીના વખાણ કરીને મોદીએ એ વાતને સુનિશ્ચિત કરી નાંખી કે ભવિષ્યમાં તેમની(જો તેઓ વડાપ્રધાન બને તો) અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો સુંવાળા થઇ શકે છે. મુખરજીએ એ જાતને સાબિત કરી દીધી છે કે તેઓ એક અડગ રાષ્ટ્રપતિ છે કે જેઓ સરકાર ગમે તેની હોય તેઓ વિવેક અને ચતુરાઇથી ડીલ કરશે.

શું મુખરજીનું કાર્ડ મોદીને ફળશે?

શું મુખરજીનું કાર્ડ મોદીને ફળશે?

જો કે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું મોદીએ મુખરજી અંગે કહ્યું તેની અસર બંગાળીઓ પર થશે? પહેલું કે મુખરજી હાલ સક્રિય રાજકારણથી દૂર થઇ ગયા છે જેને લઇને એક નાનો અમથો સુધારો કરવાની જરૂર છે. તેમજ શું પ્રણવ મુખરજીને વડાપ્રધાન બનાવવા જોઇતા હતા કે નહીં તે મુદ્દો પણ આજે ચર્ચાશીલ બની શકે છે. બીજું, મુખરજી પોતાના સમયમાં ક્યારેય માસ લીડર રહ્યાં નથી. તેઓ પોતાના રાજ્યમાં બે જ ચૂંટણી જીતી શક્યા છે(2004 અને 2009માં) અને લાંબો સમય તેઓ દિલ્હી સ્થિત નેતા બની રહ્યાં છે તથા રાજ્યસભાના સભ્ય.

નેતાઓ જેમ કે મમતા બેનરજી અને રેલવે મિનિસ્ટર અધિર રંજન ચૌધરી જેવા નેતાઓ આ બાબતે પશ્ચિમ બંગાળમાં ઘણા આગળ છે. ત્યારે શું મોદીની અપીલ ત્યાં કામ કરશે ખરી એ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્રીજું કે જે રીતે મરાઠી અને ગુજરાતીઓમાં જે રીતની રાજકીય પ્રતિભાઓની અસર થાય છે તેવી રીતે બંગાળીઓ પર તેની અસર થતી નથી. શિવાજી અને વલ્લભભાઇ પટેલ પશ્ચિમ બંગાળમાં અસર કરી શકે નહીં, પરંતુ કદાચ જો તેઓ જ્યોતી બસુવાળી ઘટનાનો બદલો લેવા માગતા હોય તો વ્યક્તિત્વ આધારિત રાજકારણમાં જોડાઇ શકે છે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi changed his strategy while addressing a rally in Kolkata on Wednesday. While on one hand, he took a cautious approach towards West Bengal Chief Minister and Trinamool Congress chief Mamata Banerjee, on the other hand, he did not launch his routine attack on the Congress-led government at the Centre as he has been found doing at other venues. He instead took on the Congress party itself and spoke on how the dynasty 'deprived' one of the top leaders of the party Pranab Mukherjee from becoming the prime minister of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X