For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિશ કુમારે 2002માં રાજીનામું કેમ ન આપ્યું: ગિરિરાજ સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

giriraj-singh
પટના, 15 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવતાં નારાજ જદયૂ સાથે તેના સંબંધો તૂટવાના સંકેત વચ્ચે બિહારના પશુ સંસાધન મંત્રી ગિરિરાજ સિંહે મુખ્યમંત્રી નિતિશ કુમારને પ્રશ્ન કર્યો છે કે જો તે એટલા જ ધર્મનિરપેક્ષ હતા તો તેમને વર્ષ 2002માં (ગુજરાતના રમખાણો વખતે) અટલ બિહારી વાજપેય સરકારમાંથી રાજીનામું કેમ આપી ન દિધું.

નરેન્દ્ર મોદીના સમર્થક માનવામાં આવતાં ગિરિરાજે આજે આરોપ લગાવ્યો હતો કે બિહારમાં સરકાર ચલાવવા માટે બહુમત જોતાં નિતિશ કુમારે કૃત્રિમ બિનસાંપ્રદાયિકતાનો સહારો લીધો છે. તેમને નિતિશ કુમાર પર મુખ્યમંત્રી બનવા અને સત્તામાં મેવા ખાવા માટે ભાજપનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે તેમને એક ધર્મનિરપેક્ષતાની છબિની ચિંતા થઇ છે.

જદયૂ દ્વારા એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય અવસરવાદનો ઇશારો કરતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે પ્રદેશ 11 કરોડ જનતાએ જે જનાદેશ આપ્યો હતો તે મુજબ બિહારમાં ભાજપ-જેડીયૂની સરકાર એકદમ સહજ રીતે ચાલતી હતી એવામાં આ પ્રકારના રાજકીય પરિવર્તનની કોઇ જરૂરિયાત ન હતી.

ગિરિરાજ સિંહે કહ્યું હતું કે વર્ષ 2010ની વિધાનસભાની ચૂંટણીમાં બિહારની જનતાએ જે જનાદેશ આપ્યો હતો તે એકલા મુખ્યમંત્રી કે જદયૂને આપ્યો હતો પરંતુ એનડીએમાં સામેલ ભાજપ અને જેડીયૂ બંનેને આપ્યો હતો. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે જો નિતિશ કુમારમાં જરાપણ નૈતિકતા બાકી હોય તો તે ફરી ચૂંટણી કરાવીને જનાદેશ પ્રાપ્ત કરે.

જેડીયૂ દ્વારા સંબંધ તોડવાના સંકેત જોતાં ભાજપ દ્વારા બિહાર સરકારમાં સામેલ પોતાના મંત્રીઓને પર બોલાવીને વિચાર કરવાની વાતથી મનાઇ કરતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે ભાજપ એમ નથી ઇચ્છતું કે એનડીએ તૂટવાનો આરોપ તેના પર લાગે.

English summary
Giriraj Singh asked, "Why did not Kumar resign (as the Railway minister) from the NDA government in 2002 (after Gujarat riots) if he was so concerned about his secular credentials?".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X