For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના હિન્દુત્વથી નહીં તેમની જાતિથી ભયભીત નીતિશ-નવીન

|
Google Oneindia Gujarati News

(નવીન નીગમ), 12 જૂનઃ આખરે રાતોરાત એવું શું થઇ ગયું કે જેડીયુના નવીન પટનાયક, મમતા બેનરજી, નીતિશ કુમાર અને તેમના જેવા અન્ય ઘણા નેતાઓ લોકસભા માટે જેમ બને તેમ ઝડપથી એક ફ્રન્ટ બનાવવાની જરૂર હોવાનું અનુભવી રહ્યાં છે, કારણ કે, નીતિશ કુમાર, નવીન પટનાયક હોય કે મમતા બેનરજી બધા નરેન્દ્ર મોદીના હિન્દુત્વથી નહીં પરંતુ તેમની જાતિથી ડરી રહ્યાં છે. કારણ કે હિન્દુત્વના રથ પર સવાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં પછાત વર્ગના એ સમુદાયમાંથી આવે છે, જેને અતિ પછાત માનવામાં આવે છે. જો કે, મોદીએ ક્યારેય તેને પ્રચારિત નથી કર્યુ, પરંતુ યુપી, બિહાર અને ઓરિસ્સામાં તેમના સમર્થક તેમને પછાત વર્ગના કદાવર નેતા તરીકે રજૂ કરી શકે છે અને આ કારણ છે કે પછાત વર્ગથી આવતા નેતાઓ તેમને આગળ વધવા નહીં દે.

mamata-naveen-patnaik-nitish-kumar
ભાજપ શહેરોમાં ખાસ કરીને સવર્ણોના પક્ષ તરીકે ઓળખાય છે. તેને હિન્દુત્વના નામથી તો મત મળે છે, પરંતુ પછાત, દલિતોમાં તે પોતાનું સ્થાન જમાવી શકી નથી. ઉત્તર પ્રદેશમાં જનાધારના હિસાબે ભાજપમાં એક જ નેતા આજસુધી સફળ રહ્યાં છે અને તે છે કલ્યાણ સિંહ. કલ્યાણસિંહ પછાત જાતિ લોઘમાંથી આવે છે અને હિન્દુત્વના નામ પર સવર્ણ હિન્દુએ પણ તેમને આંખો પર બેસાડ્યા હતા. જ્યાં સુધી કલ્યાણ સિંહનું ભાજપમાં વર્ચસ્વ રહ્યું ભાજપ ઉત્તર પ્રદેશમાં એક અને બે નંબરનો ખેલાડી રહ્યું, પરંતુ, કલ્યાણ અને અટલ વચ્ચે મનમોટાવ થયા બાદ કલ્યાણ ભાજપથી અલગ થઇ ગયા હોય તેમ લાગ્યુ, ભાજપ ફરીથી માત્ર સવર્ણ હિન્દુઓનો પક્ષ બનીને રહી ગયો. વિચારો યુપી ભાજપમાં પછાત જાતિના નેતાની કેટલી માંગ રહી હશે કે તેના ચલતે પહેલા વિનય કટયારને અજમાવવામાં આવ્યા. પછી ઉમા ભારતીને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા અને ગત ચૂંટણીમાં બસપાના દાગી બાબુ સિંહ કુશવાહને પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું, જો કે એ અલગ વાત છે કે દામન બચાવવા માટે તેમને ટૂંક સમયમાં પક્ષમાંથી બહાર કરી દેવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં અંદાજે 37 ટકા અને બિહારમાં અંદાજે 47 ટકા આબાદી પછાત વર્ગની છે. મુલાયમ અને નીતિશ કુમાર બન્ને પછાત જાતિમાંથી આવે છે, તેમાં નીતિશ અતિ પછાત જાતિમાંથી આવે છે. નરેન્દ્ર મોદી પણ અતિ પછાત જાતિમાંથી આવે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં જો પછાત જાતિનું સમ્મેલન કરીને મોદીનું સન્માન કરવામાં આવે અને આ વાતને હવા આપવામા આવે તો પછાત જાતિના એક નેતા પ્રધાનમંત્રી થવાના છે, તો પછાતના નેતાઓ માટે મુશ્કેલી થઇ જશે, બિહાર અને યુપીમાં જો મોદી પછાતોના મત મેળવવામાં થોડા પણ સફળ નિવડ્યા તો ભાજપની લોટરી લાગી શકે છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓમાંથી પછાત નેતાઓ હોવા છતા મુલાયમ અને નીતિશ અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાનોને લલચામણા વચનો કરી રહ્યાં છે. તેનાથી પછાત જાતિઓના ઘણા વર્ગોમાં નારાજગી છે. કારણ કે, યુપીમાં જે વિસ્તારમાં રમખાણો થયાં તે વિસ્તારોમાં મુસલમાનોથી હિન્દોની જે જાતિઓનો ઝઘડો થયો તેમાં ઘણા પછાત વર્ગમાંથી આવે છે અને જમીની હકિકત એ છે કે આ વિસ્તારોમાં રમખાણો બાદ સરકાર દ્વારા એક વર્ગ પ્રત્યે સહાનુભૂતિથી લોકો આહત છે.

મોદીનું યુપી-બિહારમાં ઉતરવાથી પછાત વર્ગના મતો મળવા નક્કી છે કારણ કે, નીતિશ કુમાર અને મુલાયમ પોતાનુ પીએમ બનવાનું આશ્વાસન એટલી મજબૂતિ સાથે નથી પ્રસ્તુત કરી શકતા જેટલી મજબૂતીથી મોદી કરી શકે છે, કારણ કે રાષ્ટ્રીય પાર્ટીના તે હવે સૌથી મોટા નેતા છે.

English summary
Chief Minister Naveen Patnaik, who described Narendra Modi as unacceptable and Rahul Gandhi as a person with track record of dismal performance in Uttar Pradesh polls, said Third Front seems more feasible And Nitish Kumar so Nitish Kumar has decided to be separate from NDA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X