For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજ કોરિડોર કેસમાં માયાવતી સામે CBI તપાસ કેમ નહીં : SC

|
Google Oneindia Gujarati News

sc-mayawati
નવી દિલ્હી, 28 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશના બહુચર્ચિચ તાજ કોરિડોર કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં તાજ કોરિડેર કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે માયાવતીને પૂછ્યું છે કે આ કેસમાં તેમની સામે શા માટે કેસ ચલાવવામાં ના આવે? સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ન પણ પૂછ્યો છે કે રાજ્યપાલની મંજૂરી વિના આ મામલે કેસ કેમ ચલાવી ના શકાય? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે માયાવતી, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને નોટિસ આપી છે.

કોર્ટે રાજ્યપાલની મંજૂરી વિના તાજ કોરિડોર કૌભાંડ કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર કેસ ચલાવવાની માંગ કરતી અરજી પર તેમની પાસેથી જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજ કોરિડોર કેસમાં પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે આ કેસમાં તમામ જન હિત અરજીઓ (પીઆઇએલ)ને ફગાવી દીધી હતી. આ પીઆઇએલમાં માયાવતી વિરૂદ્ધ કેસ ચલાવવાની માંગણી કરવામાં આવી હતી. બસપા નેતા અને માયાવતીના વકીલ સતીષચંદ્ર મિશ્રાએ અદાલતમાં ફગાવી દેવામાં આવેલી અરજીઓને રાજકારણથી પ્રેરિત અને ખરાબ હેતુની દાખલ કરવામાં આવી હોવાની વાત કહી હતી.

નોંધનીય બાબત છે કે જૂન 2007માં તત્કાલીન સીબીઆઇના વિશેષ ન્યાયાધીશે માયાવતી અને નસીમુદ્દીનની વિરુદ્ધ કામગીરી પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા તત્કાલીન રાજ્યપાલ ટી વી રાજેશ્વરે સીબીઆઇની તપાસને મંજૂરી આપવાની અરજીને ફગાવી દીધી હતી. આ ચૂકાદાની વિરુદ્ધમાં 2009માં ત્રણ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

English summary
Why not CBI inquiry against Mayawati in Taj corridor? : SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X