For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામને ફાંસીની સજા કેમ નહીં, રાખી સાવંતે ઉઠાવ્યા સવાલ

પોતાને ભગવાન કહેનાર આસારામ ને નાબાલિક સાથે દુષ્કર્મ કરવા બદલ જોધપુર કોર્ટ ઘ્વારા ઉમરકેદની સજા આપવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પોતાને ભગવાન કહેનાર આસારામ ને નાબાલિક સાથે દુષ્કર્મ કરવા બદલ જોધપુર કોર્ટ ઘ્વારા ઉમરકેદની સજા આપવામાં આવી છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં લાગેલી કોર્ટ ઘ્વારા શિલ્પી અને શરદચંદ્રને 20-20 વર્ષની સજા આપવામાં આવી છે. જયારે પ્રકાશ અને શિવ ને છોડી દેવામાં આવ્યા છે. હવે આસારામ બાપુની ઓળખ કેદી નંબર 130 તરીકે જ થશે. બુધવારે જોધપુર કોર્ટે આસારામને દોષી જાહેર કરીને તેમને ઉમરકેદની સજા સંભળાવી હતી.

રાખી સાવંતે આસારામ ની સજા પર સવાલ ઉઠાવ્યા

રાખી સાવંતે આસારામ ની સજા પર સવાલ ઉઠાવ્યા

આ મામલે જ્યાં પીડિતાના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. એટલું જ નહીં પરંતુ આ મુદ્દે દેશની ફેમસ હસ્તીઓ ઘ્વારા ટિપ્પણી પણ કરવામાં આવી છે. પરંતુ બોલિવૂડની વિવાદિત આઈટમ ગર્લ રાખી સાવંતે આસારામની સજા પર સવાલ ઉઠાવ્યા છે.

આસારામ ને ફાંસી થવી જોઈતી હતી

આસારામ ને ફાંસી થવી જોઈતી હતી

એક ટીવી ઇન્ટરવ્યૂમાં રાખી સાવંતે આસારામની સજા સવાલ ઉઠાવતા કહ્યું કે આસારામને ઉમરકેદ કેમ મળી. તેને આવા પાપ માટે ફાંસીની સજા મળવી જોઈતી હતી. રાખી ઘ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તેને ખુબ જ ખુશી છે કે કોર્ટ ઘ્વારા આવી સખત સજા કરવામાં આવી. પરંતુ આવા મામલે ફાંસીની સજા કેમ આપવામાં આવી નહીં.

બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારને છોડવા જોઈએ નહીં

બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારને છોડવા જોઈએ નહીં

બાળકી નાની હતી, બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર ને છોડવા જોઈએ નહીં. આગળ રાખી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીઓ પર ગંદી નજર અને ગંદી સોચ રાખનાર માટે આ ઉત્તમ ઉદાહરણ છે.

પોક્સો એક્ટમાં બદલાવ

પોક્સો એક્ટમાં બદલાવ

આપણે જણાવી દઈએ કે હાલમાં જ પોક્સો એક્ટમાં બદલાવ પર કેબિનેટની મંજૂરી મળ્યા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઘ્વારા તેને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો છે. તેવી હાલતમાં હવે 12 વર્ષ કરતા નાની ઉંમરની બાળકી સાથે બળાત્કાર પર ફાંસીની સજા આપવામાં આવશે. નવા નિયમ અનુસાર 12 વર્ષ કરતા નાની બાળકી પર બળાત્કાર દોષીને ફાંસી આપવામાં આવશે.

English summary
Why not death sentence asks rakhi sawant on asaram conviction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X