'માલવીયને ભારત રત્ન! ટૈગોર, તિલક, કબીરને કેમ નહીં?'
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: સ્વર્ગીય પંડિત મદન મોહન માલવિયને ભારત રત્ન આપવાની જાહેરાતની સાથે જ ઘણા સવાલો પણ ઊઠતા દેખાઇ રહ્યા છે. તેની શરૂ આત કરી છે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ. ગુહાએ સવાલ ઊઠાવ્યો છે કે દેશે માલવીયથી પણ મહાન વિદ્વાન અને દેશભક્ત આપ્યા છે.
ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ સ્વર્ગીય પંડિત મદન મોહનને ભારત રત્ન આપવાને ખોટું સાબિત કરી દીધું છે. ગુહાએ કહ્યું છે કે અટલ બિહારી બાજપેઇને ભારત રત્ન આપવો તે ઠીક છે પરંતુ ખૂબ જ પહેલા મૃત્યુ પામી ચૂકેલા કોઇ વ્યક્તિને ભારત રત્ન એનાયત ના થવું જોઇએ.
ગુહાએ જણાવ્યું કે જો માલવીયને ભારત રત્ન આપવામાં આવ્યો તો રવીદ્રનાથ ટૈગોર, જ્યોતિબા ફુલે, બાલ ગંગાધર તિલક, ગોપાલ કૃષ્ણ ગોખલે, વિવેકાનંદ, અકબર, શિવાજી, ગુરૂનાનક, કબીર, અશોક ધ ગ્રેટને પણ ભારત રત્ન કેમ નહીં.
ગુહા આગળ લખે છે કે 'જેટલું હું આ અંગે વિચારું છું, માલવીયને ભારત રત્ન આપવાના નિર્ણયને સંકીર્ણ વિચારનો માનું છું. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે માલવીયને તેમની વિદ્વતા અને દેશભક્તિ માટે સર્વોચ્ચ સન્માન મળ્યું છે.'
બંને મામલામાં તેમનાથી પણ મહાન ભારતીય પેદા થયા છે. ગોખલે, તિલક, કમલાદેવી, ભગત સિંહે આઝાદીની લડતમાં માલવીયથી વધારે યોગદાન આપ્યું છે. જ્યારે ટૈગોરે તો તેમનાથી પણ ઘણા વધારે વિદ્વાન હતા. પરંતુ અફસોસ, ગોખલે, તિલક, ભગત સિંહ, કમલા દેવી, ટૈગોર અને અન્ય મહાન ભારતીયોને વડાપ્રધાનના નિર્વાચન ક્ષેત્રમાં કામ ન્હોતું કર્યું.