મહારાષ્ટ્ - હરિયાણા વિધાનસભા ચૂંટણી: આ કારણે પ્રિયંકા ગાંધીએ ન કર્યો પ્રચાર
કોંગ્રેસની મહાસચિવ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા વાડ્રા ગાંધીએ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કર્યો ન હતો. એક નેતાના જણાવ્યા અનુસાર આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે તેઓ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને મજબુત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવા માંગે છે. 1989માં સત્તામાંથી નિકળ્યા બાદ કોંગ્રેસ સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. હાલના સમયમાં યુપીમાં ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટૂી અને બહુજન સમાજ પાર્ટીની સરકાર બને છે.
કોંગ્રેસના ગઢમાં હાર્યા હતા રાહુલ ગાંધી
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના તાત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી સીટ પરથી હારી ગયા હતા. અહીં બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ 50 હજાર વોટથી જીત મેળવી હતી. કોંગ્રેસે આ વખતે યુપીમાં રાયબરેલીની એક જ સીટ જીતી હતી. જે હાલના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો મત વિસ્તાર છે.
પ્રિયંકાએ લોકસભા ચૂંટણીમાં ઘણી રેલીઓ કરી હતી
જો કે, 2019 ની લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, આસામ, હરિયાણા અને કેરળમાં રેલીઓ યોજી હતી. તેઓ 23 જાન્યુઆરીથી રાજકારણમાં સક્રિય થઈ, જ્યારે તેમને કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી અને પૂર્વી યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા. કોંગ્રેસના નેતાએ તેમના સોશિયલ મીડિયા મુદ્દાઓને ટાંકીને કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી યુપીમાં પાર્ટીને પુનર્જીવિત કરવા માટે ઉત્સુક છે અને તેમના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરિયાણા સ્થિત રાજકીય વિશ્લેષકો કહે છે કે કોંગ્રેસને અંતિમ પુશમાં પ્રિયંકાની જરૂર પડશે. તેણે કહ્યું, પ્રિયંકાતેમનું અંતિમ શસ્ત્ર છે. તેઓ અંતિમ પડાવ માટે ઇચ્છે છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા સ્લોગ ઓવર કહી શકીયે. આ બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી માત્ર પ્રિયંકા ગાંધી જ નહીં પરંતુ તેની માતા સોનિયા ગાંધી પણ દૂર રહી છે. જો કે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં છ અને હરિયાણામાં બે રેલીઓ કરી છે.
સોનિયા પણ ચૂંટણી પ્રચારથી દૂર રહી હતી
સોનિયા ગાંધી ગયા શુક્રવારે હરિયાણાના મહેન્દ્રગઢમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના હતા. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શન બાદ તેમના પુત્ર રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું. જે બાદ સોનિયાએ કોંગ્રેસની લગામ સંભાળી હતી. ત્યારબાદની આ તેમની પહેલી રેલી હોત, પરંતુ તે આ રેલીમાં ભાગ લીધો ન હતો અને તે રેલી રાહુલ ગાંધીએ જ કરી હતી અને સભાનુ સંબોધન કર્યું હતું.
ભારે વરસાદને કારણે બેંગ્લોર પરેશાન, કર્ણાટકમાં 5 લોકોની મૌત