કોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદી
નવી દિલ્હીઃ દિલ્હીમાં આયોજિત ભાજપની મહાકાય રેલીમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર સીધો હુમલો બોલ્યો છે. મોદીએ કહ્યું કે આ એજ મમતા બેનરજી છે, જે બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશથી બહાર કાઢવા અને હેરાનગતિનો શિકાર થયેલ શરણાર્થિઓના હિતની રક્ષા માટે સંસદમાં કાગળ ફાડી ચૂકી છે. પરંતુ હવે આવું કેમ થઈ ગયું છે કે તેઓ સિટિઝન એમેડમેન્ટ એક્ટ વિરુદ્ધ કોલકાતાથી સીધા યૂનાઈટેડ નેશન પહોંચી ગયાં છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવતી-જતી રહે છે પરંતુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આટલાં ડરેલાં કેમ છે? આટલી અફવા કેમ ફેલાવી રહી છે? એટલું જ નહિ હાથમાં તિરંગો લઈ આ કાયદાના વિરોધના નામે પ્રદર્શન કરનારાઓેને પણ પોતાના અંદાજમાં લલકારવાની કોશિશ કરી છે.
દિલ્હીમાં ભાજપની આ રેલીમાં આ વખતે મમતા બેનરજી સીધી રીતે પીએમ મોદીના નિશાના પર રહ્યાં. સિટિઝન એમેડમેન્ટ એક્ટ વિરુદ્ધ મમતાના વલણ વિશે પીએમ મોદીએ કહ્યું કે- મમતા દીદી કોલકાતાથી સીધા યૂએન ચાલ્યા ગયાં. કેટલાક વર્ષો પહેલા ત્યાં સંસદમાં બાંગ્લાદેશથી આવેલ ઘૂસણખોરીને રોકવા માટે પુકાર લગાવી રહી હતી, સદનમાં કાગળ ફાડી નાખ્યાં હતાં. ઉત્પીડનનો શિકાર શરણાર્થિઓના હકમાં બોલી રહ્યાં હતાં. મોદીએ તંજ કસતાં ટીએમસી સુપ્રીમોને પૂછ્યું કે, દીદી તમને શું થઈ ગયું છે? તમે કેમ બદલાઈ ગયાં છો? તમે અફવા કેમ ફેલાવી રહ્યા છો? ચૂંટણી આવતાં-જતાં તમે ડરી કેમ જાઓ છો?
આની સાથે જ પીએમ મોદીએ ઈશારામાં જ એવા લોકો પર પણ નિશાનો સાધ્યો જેઓ હાથોમાં તિરંગો લઈ મુસ્લિમ સમાજમાં ભ્રમની સ્થિતિ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે- મને પૂરો વિશ્વાસ છે કે જે હાથમાં તિરંગો લઈને ઉભા છે, તેઓ પાકિસ્તાન પ્રોસ્તાહિત આતંકવાદ વિરુદ્ધ પણ અવાજો ઉઠાવશે. આવું કરી તે લોકોને આના માટે પ્રેરિત કરી શકાય છે.
ફ્લેશબેક 2019: મોદી સરકારના એ મોટા નિર્ણયો, જે ઐતિહાસિક બની ગયા