આ સ્કૂલના વિદ્યાર્થીઓ રજામાં પણ નથી જતા ઘરે, જાણો કારણ
નવી દિલ્હીઃ સ્કૂલમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ રજાનો બેલ ક્યારે પડે અને દફતર લઈને ક્યારે ઘરે ભાગે તેની રાહ જોતા હોય છે. પરંતુ આજે અમે એક એવી સ્કૂલની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાંના વિદ્યાર્થીઓ રજામાં પણ ઘરે જવાનું નામ નથી લેતા. તેની પાછળનું કારણ રસપ્રદ છે. અહીં જાણો કેમ આ વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે જવાનું નામ જ નથી લેતા?

આ માટે ઘરે નથી જતા વિદ્યાર્થીઓ
સામાન્ય રીતે દિવસભર અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ પાસે એટલી એનર્જી નથી બચતી કે તેઓ બીજે ક્યાં જાય, માટે તેઓ તુરંત પોતાના ઘરે ભાગતા હોય છે. પરંતુ દિલ્હીના મુખરજી નગરની આ શાળાના કેટલાક વિદ્યાર્થીઓ ઘરે નથી જાતા. વિદ્યાર્થીઓ નિયમિત રૂપે આ શાળામાં ભણવા પણ આવે છે. 2 વાગ્યે સ્કૂલ બંધ થઈ જાય છે તે બાદ પણ સુમિત રાજ સ્કૂલમાં જ રહે છે.

એન્જિનિયરિંગ માટે પાગલ છું
આ મામલે સુમિત રાજે જણાવ્યું કે, 'હું એન્જિનિયરિંગ મામલે પાગલ છું', આ સ્કૂલમાં 3-4 કલાક વિતાવું છું અને ઈલેક્ટ્રોનિક્ની પાયાની ચીજો શીખવાનો પ્રયત્ન કરું છું. જે બારે મજેદાર લાગે છે. સુમિત કહે છે કે વિદ્યાર્થીઓ 'ક્રિએટિવિટી એડા' માટે ભાગે છે, સ્કૂલ ઉપરાંત આ એક વૈકલ્પિક સ્થાન છે જ્યાં વિદ્યાર્થીઓ કૌશલ્યથી નિપુણ થવા માટે સ્વતંત્ર અને નવી-નવી ચીજો પર કામ કરે છે. એ પણ મફતમાં.

શું છે ક્રિએટિવિટી અડ્ડા?
ઉલ્લેખનીય છે કે ક્રિએટિવિટી અડ્ડો એક એવી જગ્યા છે જ્યાં બાળકોને પોતાના ઝનુનને નિર્ધારિત સ્વતંત્રતા હોય છે. સ્કૂલના કલાકો બાદ બાળકો જે કંઈપણ ઈચ્છે છે તેને અહીં કરવા માટે બાળકો સ્વતંત્ર હોય છે. વૈકલ્પિક શિક્ષા મોડેલના સહ સંસ્થાપક આશીષ કુમાર તિવારીએ આને ઈનયૂથના રૂપમાં સંબોધિત કર્યું. આ ક્રિએટિવ અડ્ડાની શરૂઆત નગર નિગમના સીએસઆર અને શિક્ષાર્થક નામક તરથી સંયુક્ત પહેલ છે. જે વૈકલ્પિક શિક્ષાને પ્રોત્સાહન આપે છે.

કઈ-કઈ સુવિધાઓ છે?
વૈકલ્પિક શિક્ષા માટે શરૂ કરાયેલ આ ક્રિએટિવિટી અડ્ડામાં એક સામુદાયિક મીડિયા લેબ છે. જ્યાં વિદ્યાર્થી ફોટોગ્રાફી ઉપરાંત ફિલ્મ કેવી રીતે બનાવવી તે પણ શીખે છે. આ ઉપરાંત રસોઈ રાંધતાં પણ શીખવવામાં આવે છે. ડિઝાઈન સ્ટૂડિયો અને મેકર્સ સ્પેસ છે જ્યાં બાળકો રોબોટિક્સ, ઑડિયો અને ઈલેક્ટ્રોનિક લેપ સહિત બનાવતા શીખે છે. આ ઉપરાંત ઘરેલુ ઉપકરણોના સમારકામ માટેની પણ લેબ છે. રમત-ગમત અને ફિટનેસ કેન્દ્ર પણ છે જ્યાં ટેબલ ટેનિસ, કેરમ, સ્કેટિંગ વગેરે જેવી રમતો રમી શકે છે. સંગીત, નૃત્યુ વગેરે માટે પણ અલગ વિભાગ બનાવેલ છે.
જય શ્રીરામના નારા વચ્ચે 13 મુસ્લિમોનો ધર્મ પરિવર્તન, જણાવ્યા ઈસ્લામ છોડવાના કારણો