For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્મિલા માતોંડકર કોંગ્રેસના MLC પદની ઑફર છોડીને શિવસેનામાં કેમ શામેલ થઈ?

ઉર્મિલાનો દાવો છે કે પાર્ટી છોડ્યા બાદ પણ કોંગ્રેસ તેના સંપર્કમાં હતી અને તેમના તરફથી તેને એમએલસીના પદનો પ્રસ્તાવ પણ મળ્યો હતો જેને તેણે ઠુકરાવી દીધો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેત્રીમાંથી નેતા બનેલી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ સાથે પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરી હતી. જો કે ગયા વર્ષે જ તેણે પાર્ટી છોડી દીધી હતી. હવે તેણે મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેનાનો પાલવ પકડી લીધો છે. ઉર્મિલાનો દાવો છે કે પાર્ટી છોડ્યા બાદ પણ કોંગ્રેસ તેના સંપર્કમાં હતી અને તેમના તરફથી તેને એમએલસીના પદનો પ્રસ્તાવ પણ મળ્યો હતો જેને તેણે ઠુકરાવી દીધો હતો. સાથે જ મંગળવારે તે શિવસેનામાં શામેલ થઈ ગઈ.

urmila

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં ઉર્મિલાએ કહ્યુ કે, 'આ દાવો એકદમ ખોટો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેણે કોંગ્રેસ છોડી હતી. તેણે કહ્યુ કે મારામાં હારનો સ્વીકાર કરવાનુ અને આગળ વધવાનુ પૂરુ સાહસ છે. 2019ની હાર કોઈ પહેલી હાર નહોતી અને ના છેલ્લા હાર હતી. શિવસેનામાં શામેલ થવાના સવાલ પર ઉર્મિલાએ કહ્યુ કે કોંગ્રેસે એમએલસીના પદની ઑફર આપી હતી જેને તેણે ઠુકરાવી દીધી. કોંગ્રેસ છોડવાના ઘણા અન્ય મુદ્દા હતા માટે ફરીથી તે જોઈન કરવુ ખોટુ ગણાત.'

ઉર્મિલાએ આગળ કહ્યુ કે, 'કોંગ્રેસમાં ઘણા નાના રાજકીય મુદ્દાઓ હતા જેને સંભાળવામાં હું અસમર્થ હતી. જો કે કોંગ્રેસ છોડ્યા બાદ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા વરિષ્ઠ નેતાઓ પ્રત્યે મારા મનમાં સમ્માન છે. વળી, વૈચારિક બદલાવ પર પૂછાયેલા સવાલ પર ઉર્મિલાએ કહ્યુ કે હું જન્મથી એક હિંદુ છુ. હું બહુ જ ધાર્મિક વિચારોવાળી સમર્પિત હિંદુ છુ. જો કે ધર્મએ મને ક્યારેય પોતાના જ ધર્મ સાથે પ્રેમ કરતા નથી શીખવ્યુ, મને દરેક ધર્મ પ્રત્યે પ્રેમ છે. શિવસેના એક હિંદુવાદી પાર્ટી છે પરંતુ એક એવી પાર્ટી છે જે પોતાના અને બીજા માટે સારુ કરવામાં વિશ્વાસ રાખે છે. આમાં ખોટુ શું છે?'

ભાજપ નેતાની પૌત્રીની સગાઈમાં 6 હજારથી વધુ લોકો ભેગા થયાભાજપ નેતાની પૌત્રીની સગાઈમાં 6 હજારથી વધુ લોકો ભેગા થયા

English summary
Why Urmila Matondkar reject congress mlc offer and join bjp, Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X