For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ભારતીય વિદ્યાર્થીએ કર્યો સવાલ તો ઓબામા રહી ગયા દંગ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 જાન્યુઆરી: અમેરિકાએ પાકિસ્તાનને જણાવી દીધું હતું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા દરમિયાન જો કોઇપણ હરકત કરવામાં આવી તો તેણે અંજામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું વલણ શરૂઆતથી જ ક્યારેક કડક ક્યારેક હળવું રહ્યું છે. બરાક ઓબામા પોતાની બીજી ભારત યાત્રા પર આવી રહ્યા છે અને એવામાં તેમની પહેલી ભારત યાત્રાની યાદો તાજી થઇ રહી છે.

obama
આખરે શા માટે અમેરિકા માટે મહત્વનું છે પાકિસ્તાન?
વર્ષ 2010માં ઓબામા નવી દિલ્હીના બદલે મુંબઇ પહેલા પહોંચ્યા હતા અને અત્રે તેમણે સેંટ ઝેવિયર્સ કોલેજમાં કેટલાંક વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમના સવાલોના જવાબ પણ આપ્યા હતા. ઓબામા તે સમયે એક સવાલને સાંભળીને ક્લીન બોલ્ડ થઇ ગયા હતા, જ્યારે તેમને પાકિસ્તાન પર એક સવાલ કરવામાં આવ્યો...

આશીન ઇરાની નામના એક વિદ્યાર્થીએ ઓબામાને સવાલ કર્યો હતો કે પાકિસ્તાન, અમેરિકા માટે આટલું મહત્વનું કેમ છે? કે હજી સુધી તેને આતંકી રાષ્ટ્ર જાહેર કરવામાં નથી આવ્યું. આની પર ઓબામાનો જવાબ હતો કે પાકિસ્તાન એક રણનીતિક દેશ છે જે માત્ર અમેરિકા માટે નહીં પરંતુ આખા વિશ્વ માટે મહત્વનું છે. આ એક એવો દેશ છે જેના દેશ વાસીઓમાં ખૂબ જ ક્ષમતા છે.

આતંકનું અસ્તિત્વ પાકથી છે
ઓબામાએ એ પણ જણાવ્યું કે પાક એક એવો દેશ પણ છે જ્યાં કેટલાંક ચરમપંથી તત્વ છે જે પાકિસ્તાન માટે નથી પરંતુ તેમનું અસ્તિત્વ માત્ર પાકિસ્તાનના કારણે જ છે. ઓબામાની માનીએ તો પાકિસ્તાન સરકાર પણ આ વાતથી વાકેફ છે.

તેમની સરકાર પાકિસ્તાનની સાથે સતત આ મુદ્દા પર વાતચીત કરતી આવી છે. તેઓ પાકિસ્તાનમાં એક સ્થાયી વ્યવસ્થાના પક્ષમાં છે અને સાથે જ એ પણ ઇચ્છે છે કે ચરમપંથી શક્તિઓઓનો સફાયો થાય.

ચરમપંથ પાક માટે કેંસર
ઓબામાએ તે સમયે જણાવ્યું હતું કે અમેરિકાએ પાકને એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે આ ચરમપંથી તત્વ પાક માટે કેંસર સમાન છે. આતંકવાદના કારણે પાકમાં સૌથી વધારે લોકોના મોત થાય છે. ઓબામાએ આ દરમિયાન નોર્થ વેસ્ટ પાકના એ ભાગનો ઉલ્લેખ પણ કર્યો હતો જ્યાં સૌથી વધારે આતંકવાદીઓને શરણ મળે છે.

આ વાત ઓબામાએ અલ કાયદાના સરગના અને 9/11ના સૂત્રધાર ઓસામા બિન લાદેનના માર્યા જવાના પહેલા કહી હતી. સાથે જ ઓબામાએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે જો પાકિસ્તાન સ્થિર થશે તો તે ભારત માટે પણ સુગડ રહશે, પરંતુ અત્રે અસ્થિરતા અને ચરમપંથી તત્વ ભારતની પ્રગતિ અને સમૃદ્ધતા માટે નુકસાનકારક છે. ઓબામાએ બંને દેશોની વચ્ચે વાતચીતનું સમર્થન કરે છે.

English summary
An Indian student asked Barack Obama Why doesnt US declare Pak a terrorist state. The question was asked by an Indian student during the last visit of Obama to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X