• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીની PM ઉમેદવારીને વણઝારાના પત્રથી કેમ કોઇ અસર નહીં?

|

પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતા મીડિયા અને રાજકારણીઓ દ્વારા ગુજરાતવના પૂર્વ આઇપીએસ અધિકારી ડી જી વણઝારા દ્વારા લિખિત પત્રનો સહારો લઇને નરેન્દ્ર મોદીને ગબડાવી દેવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાની જે ઉજવણી કરવામાં આવી રહી છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે.

અત્યાર સુધી પત્રમાં લખવામાં આવેલા તમામ મુદ્દે મૌન રહેલા વણઝારાએ પોતાનું અંતિમ સત્યા આ જ સમયે બહાર લાવવાનું પસંદ કર્યું તે પાછળ કઇ બાબતો આધારભૂત રહી છે? અથવા તો કોઇ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બોલે તેની રાહ જોવામાં આવી રહી હતી અને આ મોદી વિરોધી પત્ર તેનું જ એક સાધન છે?

આ તો જાણે એવી સ્થિતિ છે કે રસ્તે જતા ભિખારીને ચીસો પાડીને જણાવી રહ્યો છે કે મોદીએ તેમને ગઇકાલે રૂપિયો આપ્યો ન હતો. આ મુદ્દે બધા જ મોદી વિરોધીએ મોદી ગરીબ વિરોધી છે એવા સૂરો પોકારી રહ્યા છે. પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવીને આ તમામ નાટક અત્યારે શા માટે ભજવવામાં આવી રહ્યા છે અને શું નરેન્દ્ર મોદીની છબી અને આગામી લોકસભા ચૂંટણી 2014માં તેમની પીએમ ઉમેદવાર તરીકેની દાવેદારીમાં કોઇ નુકસાન પહોંચાડી શકશે ખરું?

વણઝારાના ચૂંટણી ટાણે જ કેમ અંતરાત્માનો અવાજ સંભળાયો?

વર્તમાન સમયમાં જેમ ચર્ચા ચાલી રહી છે કે વણઝારાનો પત્ર બોમ્બ નરેન્દ્ર મોદીના પીએમ પદની ઉમેદવારીની તકો પર અસર પાડશે તો તેવું માની લેવું મૂર્ખાઇ હશે. વણઝારાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના આદેશનું પાલન કરવા છતાં તેમને અને તેમના સાથીઓને રાજ્ય સરકારે મદદ કરી નથી. આના જવાબમાં પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીની વાત યથાયોગ્ય છે કે પોલીસ નાગરિકોની સેવક હોવાથી તેઓ વધારે જવાબદેહ છે.

વણઝારાની કાગારોળ ખોટી

વણઝારાની કાગારોળ ખોટી

આજે પોતાની સ્થિતિ વિશે વણઝારા ખૂબ દુ:ખ અનુભવી રહ્યા છે. તેઓ નૈતિક ન્યાયની માંગણી કરી રહ્યા છે. પણ આવું બ્રહ્મજ્ઞાન તેમને પહેલા શા માટે આવ્યું નહીં. કે પછી તેઓ કોઇ વરતળની આશાએ અત્યાર સુધી ચૂપ રહ્યા હતા. જ્યારે તેઓ નિરાશ થયા ત્યારે નરેન્દ્ર મોદી સામે આવો જાહેર આક્ષેપ મૂકીને તેનો લાભ લેવા માંગે છે? વણઝારાના જ શબ્દો છે કે તેઓ મોદીને ભગવાનની જેમ માનતા હતા. ત્યારે તેમની વિશ્વસનીયતા પર સીધો પ્રશ્ન ઉઠે છે.

ગુનેગાર રાજકારણીઓ મત મેળવી શકે તો સક્ષમ નેતા મોદી કેમ નહીં?

અહીં એક હકીકત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે નકલી એન્કાઉન્ટર્સ માત્ર ગુજરાતમાં અને નરેન્દ્ર મોદીના શાસનમાં જ નથી થયા. આપણે આપણી કાયદાકીય સંસ્થાઓની બાબતોમાં રહેલી સમસ્યાઓને શા માટે મોટું મહત્વ આપી તેમાં વ્યસ્ત થઇ જઇએ છીએ. આ બાબતોને સામાન્ય મતદારો સાથે કોઇ લેવા દેવા જ નથી. જો ભારતીય મતદારો ખરડાયેલી છબી, અને ગુનેગાર રાજકારણીઓને મત આપીને ચૂંટી લાવી શકતા હોય તો સ્વચ્છ અને સક્ષમ છબી ધરાવતા નરેન્દ્ર મોદીને મતો શા માટે આપી ના શકે?

રાજકારણમાં નૈતિકતા? ક્યારેય સફળ નહીં

રાજકારણમાં નૈતિકતા? ક્યારેય સફળ નહીં

રાજકારણમાં નૈતિકતાનું પાલન કરવું ક્યારેય સફળ રહ્યું નથી. જો વર્ષ 1975ની કટોકટીના ત્રણ જ વર્ષમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવી શકતી હોય અને વર્ષ 1984ના સિખ વિરોધી રણખાણો કરાવી શકતી હોય તો નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રભક્ત નેતા સામે વણઝારાએ લખેલા પત્રની દરકાર કેટલી હદે કરવી તે જનતાએ વિચારવું જોઇએ. આવા પત્રોના કારણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય નેતા તરીકે આગળ આવવાની તકમાં કોઇ નુકસાન કે ફેર પડશે નહીં.

ગુજરાતની જનતા મોદીને ચૂંટતી આવી છે

ગુજરાતની જનતા મોદીને ચૂંટતી આવી છે

ગુજરાતની જનતા છેલ્લા એક દાયકામાં બનેલી તમામ ઘટનાઓથી અવગત છે. આમ છતાં ગુજરાતમાં સતત ત્રણ ટર્મથી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપને સત્તા મળતી રહી છે. લોકો નરેન્દ્ર મોદીને મત આપી રહ્યા છે. તેમની વહીવટી ક્ષમતા અને કાબેલીયત આગળ બાકીના બધા જ પરિબળો નબળા પડે છે. જો આપણે આપણા રાજકારણમાં નૈતિકતાને જરા પણ સ્થાન આપવું હશે તો અનેક રાજકારણીઓને જાહેરમાં ફરતા બંધ કરવા પડશે. આવા સમયે એક સામાન્ય પત્રને શા માટે આટલું મહત્વ આપવું જોઇએ?

મોદી મોડેલ ગુજરાત બહાર ફેલ તો વણઝારાવનો પત્ર પણ ફેલ

નરેન્દ્ર મોદીના વિરોધીઓ એમ માનતા હોય કે નરેન્દ્ર મોદીનું વિકાસ મોડેલ તેમને ગુજરાતની બહાર મતો અપાવવામાં મદદરૂપ નહીં બને તો આ જ તર્ક એક પોલીસ અધિકારીના પત્ર ઉપર પણ લાગુ પડે છે. આ પત્રથી સમગ્ર દેશની જનતા મોદીને મત નહીં આપે તેવું નહીં બને.

વણઝારા પર કોઇનું દબાણ છે?

વણઝારા પર કોઇનું દબાણ છે?

ભાજપ દ્વારા આ મહિનામાં નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી આગામી લોકસભા ચૂંટણી 2014માં પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવા સમયે જ વણઝારાનો આવો સ્ફોટક પત્ર આવવો શંકા ઉપજાવે છે કે વણઝારા કોઇના દબાણ હેઠળ કે કોઇના ઇશારે તો આવું નથી કરી રહ્યા? ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસનો મુદ્દો ઉઠાવીને મોદી વિરોધીઓએ તેમને ફસાવવાના પ્રયત્નો થોડા સમય પહેલા કર્યા હતા. જો કે આ પ્રયત્નો કારગત નીવડ્યા ન હતા.

નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે રાજકીય ક્ષમતા ધરાવતા ઉમેદવારે મોદી સામે આવવું પડશે. આવા પત્રો અને લાગણીઓ ભડકાવીને મોદીને હરાવવા શક્ય નથી.

મોદીનું મોડેલ ગુજરાત બહાર કારગત નહીં તો વણઝારાવનો પત્ર પણ જાદુ નહીં કરે

English summary
Why Vanzara's letter won't hurt Modi's PM chances
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X