ગંગા કાંઠાના આ ગામના ખેડૂતોએ મતદાન બહિષ્કારની ધમકી આપી, જાણો મામલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના કેટલાય ગામોમાં પૂરનો કહેર છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થયેલ વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાની નદીઓ ઘોડાપૂર વહી રહી છે. વારાણસીના ગામડાઓમાં પણ પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. વારાણસીમાં ગંગા નદી, ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને હજી પણ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
પૂરને કારણે માત્ર શહેરી વિસ્તારમાં જ નહિ બલકે ગામોમાં પણ જળપ્રલય જેવા હાલાત પેદા થઈ ગયા છે. શાકભાજીની ખેતી માટે ખાસ રીતે મશહૂર વારાણસીના રમના ગામની સ્થિતિ એવી છે કે અહીં અડધાથી વધુ ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે. ખેતરોમાં ગંગાના પાણી ભરાઈ ગયાં છે. ત્યારે ગ્રામ પ્રધાનની આગેવાનીમાં ગ્રામીણોએ તટબંધ ના બનવાની સ્થિતિમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચેતવણી પણ આપી છે.
વારાણસીના રોહનિયા વિધાનસભાનું રમના ગામ પૂરને કારણે ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. શાકભાજીના ઉત્પાદન માટે આ વિસ્તાર દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યું છે. આખા પૂર્વાંચલ માટે આ ગામ જ શાકભાજીની સપ્લાઈ કરે છે. પરંતુ આ વખતે પૂર આવવાના કારણે ખેતરો જળમગ્ન થઈ ગયા હોવાના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ગામને જોડતા બે માર્ગ સંપૂર્ણપમે જળમગ્ન થઈ ચૂક્યા છે. માત્ર એક રસ્તેથી જ ગામમાં અવરજવર થઈ શકે તેમ છે. ગંગાા ખતરાના નિશાનથી અડધા મીટરથી પણ ઉપર વહી રહી છે. પૂરને કારણે રમના ગામનું આંગણવાડી કેન્દ્ર, સ્વાસ્થ્ય ઉપકેન્દ્ર, સામુદાયિક શૌચાલય અને ગંગા કાંઠે બનેલ અંત્યેષ્ટિ સ્થળ જળમગ્ન થઈ ચૂક્યાં છે.
લગભગ 40 હજાર વસ્તી વાળા આ ગામમાં 15 હજાર મતદાતા છે. ગામની 70 ટકા વસ્તી શાકભાજીની ખેતી પર જ નિર્ભર છે. ગંગામાં આવેલ પૂરને પગલે અડધાથી વધુ ખેતરો ડૂબી ચૂક્યાં છે. હોડીને ટેકે ખેડૂતોએ પોતાના ખેતરે જવું પડી રહ્યું છે. ક્યાંક થોડું બકાલું બચ્યું છે જેને બજારમાં લઈ જઈને વેચી રહ્યા છે.
ખેડૂતોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જો તેમના ગામ અને ગંગાના રસ્તા પર તટબંધ નહિ બન્યો તો તેઓ પોતાના ગ્રામ પ્રધાનની આગેવાનીમાં આકરો નિર્ણય લેવા માટે મજબૂર થઈ જશે. લોકો વોટિંગનો બહિષ્કાર કરી દેશે.