• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિનેશ ફોગટને ટોક્યો ઑલિમ્પિક બાદ સસ્પેન્ડ કેમ કરાયાં? - Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ભારતીય કુસ્તી મહાસંઘે ગેરશિસ્ત મામલે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર મેજર ધ્યાનચંદથી સન્માનિત પહેલવાન વિનેશ ફોગટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યાં છે.

વિનેશ ફોગટની ટોક્યો ઑલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં બેલારૂસના ખેલાડી સામે હાર થઈ હતી.

કુસ્તી મહાસંઘે સસ્પેન્ડ કર્યાં બાદ હવે વિનેશ ફોગટ કોઈ પણ રાષ્ટ્રીય કે સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ નહીં લઈ શકે.

કુસ્તી મહાસંઘે ફોગટને આગામી 16 ઑગસ્ટે પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ આપી છે એ પછી આગળની કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગટે હંગેરીમાં કોચ વૉલર એકોસ પાસે તાલીમ લીધી ત્યાંથી સીધા જ તેઓ ટોક્યો ઑલિમ્પિક પહોંચ્યાં હતાં અને ત્યાંથી વિવાદની શરૂઆત પણ થઈ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વિનેશ ફોગટે ઑલિમ્પિક વિલૅજમાં અન્ય ભારતીય ખેલાડીઓ સાથે રહેવાનો અને તેમની સાથે તાલીમનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત તેમણે ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રાયોજક શિવ નરેશની જર્સી પહેરવાનો પણ ઇનકાર કર્યો અને બાઉટસ દરમિયાન નાઇકના લૉગોનો ડ્રેસ પહેર્યો.

ભારતીય કુસ્તી મહાસંઘના એક સૂત્રે પીટીઆઈને કહ્યું કે આ ખૂબ મોટી અશિસ્ત છે અને તેમને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ''ભારતીય કુસ્તી મહાસંઘને પોતાના ખેલાડીઓ પર અંકુશ નથી રાખી શકતું તેને લઈને ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન તરફથી તેને ટીકાનો સામનો કરવો પડ્યો. આ મામલે ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશને કુસ્તી મહાસંઘને નોટિસ પાઠવી છે.''

ટોક્યોમાં ભારતીય દળ સાથે જનાર અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, ''વિનેશ ફોગટે ત્યાં ભારતીય ખેલાડીઓ સોનમ, અંશુ મલિક, સીમા બિસ્લાનાં રૂમ નજીક રહેવાનો ઇનકાર કરી દીધો હતો કેમ કે તેઓ ભારતથી આવ્યાં હતાં અને સંક્રમણ લાગવાનો ભય હતો.''

અધિકારીએ એમ પણ કહ્યું કે, ''તેઓ કોઈ પણ ભારતીય પહેલવાન સાથે ન રમ્યાં. એવું લાગતું હતું કે તેઓ હંગેરીની ટીમ સાથે આવ્યાં છે અને તેમને ભારતીય દળ સાથે કોઈ લેવાદેવા નથી.''

ટોક્યોમાં ભારતીય ખેલાડીઓનું પ્રેક્ટિસ સત્ર અને વિનેશ ફોગટનું પ્રેક્ટિસ સત્ર એક સાથે આવ્યું તો વિનેશ ફોગટે એ દિવસે ટ્રેનિંગ નહીં કરવાનો નિર્ણય લીધો અને વરિષ્ઠ ખેલાડીઓએ આવું વર્તન ન કરવું જોઈએ એમ પણ અધિકારીએ કહ્યું.


સુપ્રીમ કોર્ટે ભાજપ-કૉંગ્રેસ સહિત રાજકીય પક્ષોને ફટકાર્યો દંડ

સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશનું પાલન નહીં કરવા મામલે સત્તાધારી ભાજપ, વિપક્ષ કૉંગ્રેસ સહિત અનેક પક્ષોને દંડ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે આદેશના અનાદર બદલ ભાજપ અને કૉંગ્રેસને એક-એક લાખનો દંડ કયો છે તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને માર્કસવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીને પાંચ-પાંચ લાખ રૂપિયા દંડ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ સાર્વજનિક કરવાને મામલે આદેશ કર્યો હતો તેનું પાલન નહીં થવા પર દંડ કરવામાં આવ્યો છે.

અદાલતના આદેશના અપમાનના કેસમાં રાજકીય પક્ષોને દંડ કરવાનો નિર્ણય જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન અને જસ્ટિસ બીઆર ગવઈની પીઠે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં કહ્યું હતું કે, ''તમામ પક્ષોએ એ કહેવું પડશે કે કે ગુનાહિત ઇતિહાસ કે એવા કેસમાં સામેલ ઉમેદવારોને ચૂંટણી નહીં ઊભા રાખવા કેમ જરૂરી છે અને એ સાથે જ પાર્ટીએ આવા તમામ ઉમેદવારો સામે થયેલા તમામ કેસની વિગતો પોતાની વેબસાઇટ પર પણ અપલોડ કરવાની હતી.''

https://www.youtube.com/watch?v=D9xaoi4-LhU

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ''આમ કરવાથી મતદારોનો જાણવાનો અધિકાર સાર્થક બનશે.''

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ''રાજકીય પક્ષોએ પોતાની વેબસાઇટ પર ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની વિગતો આપવી જરૂરી છે જેથી મતદારોનો જાણવાનો અધિકાર બન્યો રહે. એ સાથે જ હવે હોમપેજ પર એક કૅપ્શન પણ રાખવું પડશે જેમાં 'ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ઉમેદવાર' લખવું પડશે.''

સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને આ મામલે એક અલગ મોબાઇલ ઍપ બનાવાવ કહ્યું. આ ઍપમાં ઉમેદવારે આપેલા પોતાના ગુનાહિત ઇતિહાસની વિગતો આપવામાં આવશે. જેનાંથી મતદાતાને સહેલાઈથી મોબાઇલ ફોનમાં તમામ વિગતો મળી રહે.

સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે, ''ચૂંટણીપંચ મતદારોના જાણવાના અધિકાર અંગે અભિયાન છેડે અને તમામ ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ અનેક માધ્યમો થકી લોકો સુધી પહોંચાડે.''

સર્વોચ્ચ અદાલતે આ મામલે ચૂંટણીપંચને એક વિશેષ ભંડોળ ઊભું કરવાનું અને અલગ એકમ બનાવવાનું પણ કહ્યું છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=QdA7iX1WW_k&t=39s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why was Vinesh Fogat suspended after the Tokyo Olympics? - Top News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X