For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમ પ્રસંગમાં આડો આવતાં પતિને દૂધમાં ઊંંઘની ગોળી ભેળવી બેભાન કર્યો અને પછી..

પ્રેમ પ્રસંગમાં આડો આવતાં પતિને દૂધમાં ઊંંઘની ગોળી ભેળવી બેભાન કર્યો અને પછી..

|
Google Oneindia Gujarati News

નારૌગઃ રાજસ્થાનના નારૌગ જિલ્લામાં પોલીસે એક વ્યક્તિના બ્લાઈન્ડ મર્ડરના 48 કલાકની અંદર ખુલાસો કર્યો. ખુલાસો કરતા મૌલાસર પોલીસે રાજૂરામની પત્ની સરોજ, તેના પ્રેમી રાધાકિશન અને સાથી છોટૂરામની ધરપકડ કરી લીધી. એસપીએ જણાવ્યું કે આ ત્રણેય મૌલાસારના રેહવાસી છે. પોલીસ પૂછપરછમાં સરોજે જણાવ્યું કે દૂધમાં ઊંઘની ગોળી ભેળવી રાજૂરામને પીવળાવી દીધી. જે બાદ રાધાકિશન અને તેના સાથી છોટૂરામ નાયક તેમના ઘરે પહોંચ્યા અને ઘેન નિદ્રામાં ઊંઘી રહેલ રાજૂરામનું ગળું દબાવી હત્યા કરી.

murder

એસપી નિતેશ આર્યએ જણાવ્યા મુજબ મૌલાસર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સેવા ગામના નેતડોની ઢાણી પાસે એક ખીણમાં મૃતદેહ પડ્યો હોવાની સૂચના મળી હતી. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસમાં મૃતદેહ રાજૂરામનો હોવાનું સામે આવ્યું. પોલીસે રાજૂરામની પત્ની સહિત આસપાસ રહેતા લોકો અને અન્ય પરિજનોની પૂછપરછ કરી. જેમાં કેટલાક લોકોએ રાજૂરામ અને તેની પત્ની સરોજ વચ્ચે હંમેશા ઝઘડા થતા હોવાના તથા સરોજના અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાની જાણકારી સામે આવી હતી. ત્યારે સરોજ પર હત્યાની શંકા ગઈ.

શકના આધારે પોલીસે રાજૂરામની પત્ની સરોજની પકડી સખ્તીથી પૂછપરછ કરી. ત્યાર તેણે પોતાના પ્રેમી રાધાકિશન અને તેના સાથી છોટૂરામ નાયક સાથે 7 ઓક્ટોબરની રાત્રે હત્યા કરી મૃતદેહને ઝાડીઓમાં ફેંક્યો હોવાનું કબૂલ્યું. આ દરમિયાન પોલીસે રાધાકિશન અને છોટૂરામ નાયકને પણ દબોચી લીધો. પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. પૂછપરછમાં સરોજે જણાવ્યું કે રાજૂરામ ઘરે પહોંચ્યો ત્યારે દૂધમાં ઊંઘની ગોળીઓ ભેળવી પીવળાવી દીધી. તે ઊંઘી ગયા બાદ રાધાકિશન અને તેના સાથી છોટૂરામ નાયક તેના ઘરે પહોંચ્યો અને તેના રૂમમાં ઊંઘી રહેલ રાજૂરામનું ગળું દબાવી હત્યા કરી મૂકી. પછી લાશને સેવા રોડ પર લઈ જઈ ફેંકી દીધી હતી.

એક સ્ત્રી જેને ખૂન કરવામાં મજા આવે છે, રુંવાટા ઉભા કરી દે તેવી કહાનીએક સ્ત્રી જેને ખૂન કરવામાં મજા આવે છે, રુંવાટા ઉભા કરી દે તેવી કહાની

English summary
wife convicted in killing in her own husband, police arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X