India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૈસાની લાલચ આપી પતિની મિત્ર પર પત્નિએ કરાવ્યો સામુહિક બળાત્કાર

|
Google Oneindia Gujarati News

આપણે અવારનવાર સમાચારોમાં એક શંકાસ્પદ પતિ વિશે વાંચીએ છીએ જે તેની પત્નીને ત્રાસ આપે છે, પરંતુ આ વખતે અમે તમને એવી શંકાસ્પદ પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના પતિ સાથે અફેર હોવાની શંકાના આધારે ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટના તેલંગાણાના પાટનગર હૈદરાબાદનો છે, જ્યાં એક મહિલાને તેના પતિ પર અન્ય યુવતી સાથે અફેર હોવાની શંકા હતી. આ શંકા એટલી હદે વધી ગઈ હતી કે, મહિલાએ ભયજનક પગલું ભર્યું હતું.

શું છે સમગ્ર ઘટના

શું છે સમગ્ર ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર, ગાયત્રીના પતિ શ્રીકાંત યુપીએસસીની તૈયારી કરતી વખતે વિદ્યાર્થિનીને તેના કોચિંગમાં મળ્યા હતા. પીડિતાઅવારનવાર તેના પતિને મળવા ગાયત્રીના ઘરે આવતી હતી.

આ પછી તે ચાર મહિના સુધી ગાયત્રી સાથે તેના ઘરે રહી અને જ્યારે તેનેછોડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી હતી. આ પછી ગાયત્રીને શંકા ગઈ કે, તેના પતિનું મહિલા સાથે અફેર છે. ઘણા વિવાદ બાદમહિલાએ ગાયત્રીનું ઘર છોડી દીધું હતું.

આ પછી પણ મહિલાની શંકા દૂર ન થઈ કારણ કે તેને લાગ્યું કે તેનો પતિ હજૂ પણ તે છોકરીનેબહાર મળે છે. શંકાની આદતથી કંટાળીને મહિલાએ પાછળથી ખૌફનાક કાવતરું રચ્યું હતું.

પતિની મહિલા મિત્ર પર કરાવ્યો બળાત્કાર

પતિની મહિલા મિત્ર પર કરાવ્યો બળાત્કાર

આ ઘટના હૈદરાબાદના સાયબરાબાદના ગચીબોવલીની છે. તેના પતિના અન્ય મહિલા સાથેના અફેરની શંકાથી, મહિલાએ બદલો લેવા માટેપહેલા પાંચ લોકોને નોકરી પર રાખ્યા અને પછી તે બધાને પૈસા ચૂકવ્યા અને તેમને પોતાના પતિની મહિલા મિત્ર પર ગેંગ રેપ કરવા માટેકહ્યું હતું.

પોલીસે મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી

પોલીસે મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી

પોલીસે આરોપી મહિલા ગાયત્રી સહિત છ લોકોની ધરપકડ કરી છે. કોંડાપુર સ્થિત ગાયત્રીના ઘરમાં પાંચ લોકોએ મહિલા પર રેપ કર્યોહતો.

English summary
Wife give money to do gang raped with her husband's friend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X