• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિકિલીક્સના આ ખુલાસાઓએ મચાવ્યો હોબાળો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 એપ્રિલ: રાજીવ ગાંધી જ્યારે રાજકારણથી દૂર હતા અને ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલોટ હતા તો તેમને સંભવતય લડાકૂ વિમાન કરારમાં દલાલની ભૂમિકા ભજવી હતી. ઇમરજન્સી દરમિયાન જોર્જ ફર્નાડીઝે પણ અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએ પાસેથી નાણાંકીય મદદ માંગી હતી. વ્હિસલ બ્લોઅર વેબસાઇટ વિકિલીક્સે આઠમા દસકામાં ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ પાસેથી અમેરિકી વિદેશી મંત્રાલયને મોકલવામાં આવેલી કૂટનીતિક કેબલોથી આ ઘટસ્ફોટ કર્યો છે. 1973-76 દરમિયાન આ કેબલોને અમેરિકી વિદેશ મંત્રી હેનરી કિસિંજરના નામ કિસિંજર કેબલ કહેવામાં આવ્યા.

કિસિંજર કેબલ

21 ઓક્ટોબર 1975: અમારી જાણકારીમાં અત્યાર સુધી ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધી ફક્ત પાયલોટ જ હતા, પરંતુ પહેલી વાર તેમનું નામ ઉદ્યમીના રૂપમાં પણ સાંભળવા મળે છે. સ્વિડિશ સૂચના અનુસાર ઇન્દિરા ગાંધી બ્રિટેનના પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત થવાના કારણે તેમના જગુઆરને ખરીદશે નહી. એટલે કે આ નિર્ણય મિરાજ અને વિગ્ગેન વચ્ચે થશે.

1976: અમારા સ્વિડિશ સહયોગીએ રાજીવ ગાંધીના વખાણ કરતાં કહ્યું છે કે તેમનું ટેક્નોલોજી જ્ઞાન ઉચ્ચ કોટીનું છે. આ સંભવ છે, પરંતુ એક ટ્રાન્સપોર્ટ પાયલોટના લડાકૂ વિમાન સંબંધી ટેકનિકલ કાર્યક્ષમતા પર અમને શંકા છે. જો કે તેમની પાસે આના કરતાં પણ વધારે યોગ્યતા છે.

પારિવારિક પ્રભાવ

વિકિલીક્સ: ગોપનીય માહિતીને સાર્વજનિક કરનાર વેબસાઇટ વિકિલીક્સે આ પહેલાં 2011માં અમેરિકી દૂતવાસોથી મોકલેલા લગભગ અઢી લાખ સંદેશોને જાહેર કરી ચૂકી છે. તેમને દુનિયાના મુખ્ય નેતાઓ માટે ટિપ્પણી માટે ટિપ્પણી કરવામાં આવી હતી. તેના સંસ્થાપક જૂલિયન અસાંજે છે.

ફર્નાડીઝનો મામલો

28 નવેમ્બર 1975: એક નવેમ્બરના રોજ જોર્જ ફર્નાડીઝના ફ્રેંચ રાજનૈતિક મનફ્રેડ ટરલાક સાથે મુલાકાત કરી ફ્રાંસને મદદ માંગી. તેમના દ્રારા મનાઇ કરતાં ફર્નાડીઝે ટરલાકને કહ્યું હતું કે શું તે સીઆઇએ સંપર્કોથી મુલાકાત કરી શકે છે તો રાજનૈતિકે કહ્યું હતું કે તે કોઇને ઓળખતા નથી. આ કેબલામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આઠ નવેમ્બરના રોજ કોઇ 'મિસ ગીતા' એ અમેરિકી દૂતાવાસ સ્થિત લેબર કાઉન્સલરનો સંપર્ક કરી ફર્નાડીઝ તથા અમેરિકી દૂતાવાસ વચ્ચે મિટિંગ કરાવવાનો આગ્રહ કર્યો હતો. તેમના નિવેદને નકારી કાઢવામાં આવ્યું. 10 જૂન 1976ના રોજ ફર્નાડીઝની ધરપકડ કરવામાં આવી. જો કે તેમછતાં અમેરિકાએ તેમાં વિશેષ રસ દાખવ્યો નહી.

6 ઓગષ્ટ 1976: વોશિંગ્ટનથી નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસથે જોર્જ ફર્નાડીઝની વાસ્તવિક સ્થિત તથા તેમના પર આરોપો અંગે જાણકારી માંગવામાં આવી હતી. અમેરિકી વિદેશ મંત્રી હેનરી કિસિંજર સાર્વજનિક અથવા અંગત રૂપથી તેમના છુટકારા સંબંધમાં ભારતીય સરકારને અપીલ કરનાર હતા, પરંતુ તેમના સલાહકારોએ આમ કરતાં રોક્યા હતા. તેમનો તર્ક હતો કે તેનાથી ફર્નાડીઝનો કેસ બગડી જશે અને ઇમરજન્સી હટાવ્યા બાદ પણ તેમને છોડવામાં નહી આવે.

ઇમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીના ધરમાં અમેરિકી જાસૂસ હતો. જે અમેરિકાને બધી માહિતી આપતો હતો.

વિકિલીક્સે એક અમેરિકી કેબલના હવાલેથી કહ્યું છે કે સંજય ગાંધીએ વામપંથી વિચારવાળા દાસમુંશીને ઠેકાણે પાડવા માટે કોંગ્રેસી મુખ્યમંત્રી બંસીલાલ, હેમવતી નંદન બહુગુણા અને પીસી સેઠીનો ઉપયોગ કર્યો હતો. દાસમુંશીના ઉપયોગ પહેલાં પોતાને બચાવવા માટે ઇન્દિરા ગાંધી મુલાકાત પણ કરી પરંતુ તેમને ત્યાંથી કોઇ આશ્વાસન ન મળ્યું અને સંજય પોતાની મંશામાં સફળ રહ્યાં.

English summary
The latest WikiLeaks revelations of Rajiv Gandhi having been a conduit in negotiations for a Swedish fighter plane in the 70s injected a fresh dose of acrimony in the already bitter Congress-BJP ties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X