• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચંદ્રશેખરને સમય પહેલા મુક્ત કરી ભાજપ પોતાના હેતુમાં સફળ થઈ રહી છે?

|
Google Oneindia Gujarati News

ભીમ આર્મીના સંસ્થાપક અને અધ્યક્ષ ચંદ્રશેખરને ઉત્તરપ્રદેશના યોગી સરકારે આદિત્યનાથ સરકારે હાલમાં જ જેલમાંથી મુક્ત કરી દીધો છે. જેલમાંથી બહાર આવતા જ ચંદ્રશેખરે જે રીતે ભાજપ સામે અવાજ બુલંદ કર્યો છે ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા છે કે છેવટે યુપી સરકારે ભીમ આર્મીના અધ્યક્ષને મુક્ત કરવાનો નિર્ણય કેમ કર્યો? જાણકારો મુજબ 2019 ની લોકસભા ચૂંટણી અંગે યુપીમાં માયાવતીના બહુજન સમાજ પક્ષે અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે આવવાની તૈયારીમાં લાગેલી છે. આવી સ્થિતિને જોતા ભાજપને કોઈ મોટો દાવ ખેલવો જરૂરી હતો. એ વાતની પૂરી સંભાવના છે કે ચંદ્રશેખરને મુક્ત કરવો આ રણનીતિનો ભાગરૂપ છે. હાલના ઘટનાક્રમથી એ વાતના સંકેત મળવા પણ શરૂ થઈ ગયા છે.

માયાવતીને ઘેરવા માટે ચંદ્રશેખરની મુક્તિ

માયાવતીને ઘેરવા માટે ચંદ્રશેખરની મુક્તિ

રાજકીય જાણકારો અનુસાર યુપીની ભાજપ સરકારે એક રતે અનુસૂચિત જાતિઓને સાધવા માટે ચંદ્રશેખરની મુક્તિનો દાવ ખેલ્યો છે. આના દ્વારા તેમણે માયાવતી સામે એક મોટો ખતરો પણ પેદા કરી દીધો છે. અત્યારે યુપીમાં બીએસપી સુપ્રિમો માયાવતી જ દલિતના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. 2014 ની લોકસભા ચૂંટણીને જોતા તે સમયે બસપાની મત ટકાવારી 20 ટકાની આસપાસ હતી. જો કે પાર્ટીને એક પણ લોકસભા સીટ મળી નહોતી. માટે 2019 ની ચૂંટણી માટે ભાજપની નજરર આ મતબેંક પર ટકેલી છે. ભાજપની રણનીતિ અંગે વિચારીએ તો ચંદ્રશેખરની ભીમ આર્મીએ હાલના દિવસોમાં યુપીની અંદર પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. એવામાં ભાજપની કોશિશ એ જ હશે કે ચંદ્રશેખરની મુક્તિનો આગામી ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓને 5 દિવસના પોલિસ રિમાન્ડઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓને 5 દિવસના પોલિસ રિમાન્ડ

માયાવતીએ આટલા માટે જાળવ્યુ ચંદ્રશેખરથી અંતર

માયાવતીએ આટલા માટે જાળવ્યુ ચંદ્રશેખરથી અંતર

લગભગ 15 મહિના બાદ જેલમાંથી મુક્ત થતાં જ ચંદ્રશેખરે ભાજપ પર હુમલા કર્યા અને 2019 માં ભાજપને હરાવવાનું એલાન કર્યુ. આ દરમિયાન તેમણે એ બધા પક્ષોને ગઠબંધનની પણ અપીલ કરી જે 2019 માં ભાજપને હરાવવાની રણનીતિ બનાવી રહ્યુ છે. આ દરમિયાન ભીમ આર્મીના નેતા ભૂતકાળની વાતો ભૂલાવીને બસપા સુપ્રિમો માયાવતીને પોતાની ફોઈ ગણાવતા કહ્યુ કે તેમના માટે કોઈ વિરોધ નથી. જો કે ચંદ્રશેખરના આ નિવેદન પર તરત જ બસપા સુપ્રિમો માયાવતીએ સ્પષ્ટ કર્યુ કે તેમનો સંબંધ માત્ર પછાત અને દલિત વર્ગના લોકો સાથે છે. ભીમ આર્મીના અધ્યક્ષ સાથે તેમનો કોઈ સંબંધ નથી. આ પહેલા પણ માયાવતીએ ચંદ્રશેખરને દલિત વિરોધી ગણાવીને સચેત રહેવા સૂચન કર્યુ હતુ.

માયાવતીના નિર્ણયના આ છે રાજકીય અર્થ

માયાવતીના નિર્ણયના આ છે રાજકીય અર્થ

બસપા સુપ્રિમો માયાવતીએ જે રીતે ચંદ્રશેખરની ભીમ આર્મીને પોતાનાથી અલગ કરી તેની પાછળ ખાસ કારણ માનવામાં આવી રહ્યુ છે. જાણકારો મુજબ માયાવતી નથી ઈચ્છતા કે સમાજમાં તેમના સમક્ષ કોઈ બીજુ નેતૃત્વ સામે આવે. આ જ કારણ છે કે ભીમ આર્મીની રચના બાદ માયાવતી આનાથી અંતર જાળવી રાખે છે. બસપા સુપ્રિમોએ એક સમયે ભીમ આર્મીને આરએસએસની ચાલ પણ કહી દીધી હતી. જો કે ચંદ્રશેખર જેલમાં હતા ત્યારે માયાવતીએ તેની મુક્તિની માંગ કરી હતી. જો કે તેમની સાથે જોડાવા અંગે સુપ્રિમોએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

ચંદ્રશેખરની મુક્તિ પાછળ ભાજપનો આ છે દાવ

ચંદ્રશેખરની મુક્તિ પાછળ ભાજપનો આ છે દાવ

ઉત્તરપ્રદેશની ભાજપ સરકારે જે રીતે ચંદ્રશેખરને મુક્ત કર્યો તે અંગે ચર્ચા જરૂર શરૂ થઈ છે કે છેવટે આ નિર્ણયનું કારણ શું છે? વળી, જાણકારોની માનીએ તો સરકારે લોકસભા ચૂંટણી પહેલા દલિતોની નારાજગી દૂર કરવા માટે આ પગલુ લેવામાં આવ્યુ છે. જો કે ભાજપના આ દાવનું મુખ્ય કારણ છે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભીમ આર્મીની વધતી અસર. હાલના કેરાના અને નૂરપુર પેટાચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય જાણકારો મુજબ ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માંગતુ નથી. આના કારણે યોગી આદિત્યનાથ સરકારે ચંદ્રશેખરને મુક્ત કરવાનો દાવ ખેલ્યો.

આ પણ વાંચોઃ નેપાળ અને ભૂટાનને ભારત તરફ વળવુ પડશેઃ જનરલ રાવતઆ પણ વાંચોઃ નેપાળ અને ભૂટાનને ભારત તરફ વળવુ પડશેઃ જનરલ રાવત

English summary
will BJP get benefit from Bhim army founder Chandrashekhar Azad early release from jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X