For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના નિવેદન પર ભડકી શિવસેના કહ્યુ ભાજપને દફનાવી દઈશુ

શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે ભાજપને દફનાવવાની ધમકી આપી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે તકરાર સતત વધતી જઈ રહી છે શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે ભાજપને દફનાવવાની ધમકી આપી છે. વાસ્તવમાં હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કથિત રીતે કહ્યુ હતુ કે જો લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન ન થયુ તો તેમની પાર્ટી પોતાના પૂર્વ સહયોગીઓને કારમી હાર આપશે. મહારાષ્ટ્ર રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણે આને નૂરા-કુશ્તી ગણાવી દીધી.

અમને ધમકાવતા નહિ નહિતર દફનાવી દઈશુ

અમને ધમકાવતા નહિ નહિતર દફનાવી દઈશુ

મંગળવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ રાજ્યના પર્યાવરણ મંત્રી રામદાસ કદમે અમિત શાહના નિવેદન પર બોલતા કહ્યુ કે તે (ભાજપ) પાંચ રાજ્યોમાં પહેલેથી ચૂંટણી હારી ચૂકી છે. ના તો મહારાષ્ટ્રમાં આવે અને ના અમને ધમકાવે નહિતર અમે તમને દફનાવી દઈશુ. ભૂલો નહિ કે (મોદી) લહેર છતાં અમે 63 સીટો જીતી હતી. કદમે કહ્યુ કે શાહનું નિવેદન અશોભનીય છે. જો કોઈ અહીં આવીને અમને પટકવાની વાત કરશે તો અમે તેને પટકીને દફનાવી દઈશુ. ભલે તે કેટલો પણ વજનદાર કેમ ન હોય. કદમે કહ્યુ કે પટકવાની ભાષા બોલનારાને જનતાના મતોના માધ્યમથી જવાબ મળશે.

ભાજપ લોકસભા ચૂંટણીમાં પોતાના પૂર્વ સહયોગીઓને કારમી હાર આપશે

ભાજપ લોકસભા ચૂંટણીમાં પોતાના પૂર્વ સહયોગીઓને કારમી હાર આપશે

તમને જણાવી દઈએ કે શિવસેનાને ચેતવણી આપતા અમિત શાહે રવિવારે કહ્યુ હતુ કે જો ગઠબંધન થયુ તો ભાજપ પોતાના સહયોગીઓ માટે જીત સુનિશ્ચિત કરશે પરંતુ જો આવુ ન થયુ તો પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના પૂર્વ સહયોગીઓને કારમી હાર આપશે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તારુઢ ભાજપની સહયોગી છે. મોદી લહેર છતાં શિવસેનાએ 2014માં 288 સીટો પર થયેલી ચૂંટણીમાં 63 સીટો જીતી હતી.

એ બધાને કેવી રીતે અનામત આપી દેશે?

એ બધાને કેવી રીતે અનામત આપી દેશે?

કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવા અંગેના બિલ પર કદમે કહ્યુ કે મરાઠા, ઘનગર અને મુસલમાનો માટે કોટા પહેલેથી જ છે. તેમણે સવાલ ઉઠાવ્યો તે પછી તે દરેકને બીજુ અનામત કેવી રીતે આપી દેશે? શું આ નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યા છે? ઉલ્લેખનીય છે કે લોકસભા મંગળવારે સામાન્ય વર્ગના ગરીબોને નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત અંગેના બિલને મંજૂરી આપી દીધી.

આ પણ વાંચોઃ જો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટઆ પણ વાંચોઃ જો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ

English summary
Will ‘bury’ BJP shiv Sena leader on Amit Shah’s thrashing allies remark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X