For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીમાંથી રાજીનામુ નહીં આપું, લડતો રહીશ: જેઠમલાણી

|
Google Oneindia Gujarati News

ram jethmalani
નવી દિલ્હી, 7 નવેમ્બર: ભાજપા અધ્યક્ષ નીતિન ગડકરીએ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણને કારણે તેમનું રાજીનામુ માગનાર ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ આજે કહ્યુ કે ભાજપા અધ્યક્ષની સામે પોતાની લડાઇ જારી રાખશે, પરંતુ પક્ષમાંથી રાજીનામુ નહીં આપે.

જેઠમલાણીએ જણાવ્યું કે 'જો જરૂર પડી તો હું એકલો લડીશ, ભાજપ ગમે તે નિર્ણય કરે પરંતુ હું પક્ષમાંથી રાજીનામુ નહીં આપું. કારણ કે હું મારી લડાઇ જારી રાખવા માગુ છુ. હું શા માટે રાજીનામું આપું?'

જેઠમલાણીને પૂછવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘે આપેલા અભયદાનથી મળેલ જીવનદાન બાદ શું તેઓ પાર્ટીમાંથી રાજીનામુ આપવવાનું વિચારી રહ્યા છે. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે 'એ વાતનો નિર્ણય ભાજપા કરશે કે ગડકરીને અધ્યક્ષ પદે રાખવા કે નહીં પરંતુ સાથે સાથે કહ્યુ કે તેઓ સમ્માનિત વ્યક્તિઓ છે અને પ્રેસમાં જે કઇ પણ થઇ રહ્યુ છે તે તેઓ સાંભળી રહ્યા છે. નિર્ણય તેમને તેવાનો છે.' તેમણે જણાવ્યું કે સંઘના વિચારક એક ગુરૂમૂર્તિએ તેમને વચન આપ્યું છે કે તેઓ ગડકરીની કંપનીઓ સાથે જોડાયેલ દસ્તાવેજ એક નોટ સાથે તેમને મોકલશે.

તેમણે કહ્યુ કે 'તમે જે પણ સવાલ પૂછવા માગશો તેના જવાબ આપવા ઉત્સુક છે. તેઓ મારી પાસે આવશે અને મારા સવાલોના જવાબ આપશે.' ગડકરીનું રાજીનામુ માગીને ભાજપમાં હડકંપ મચાવી નાખનાર જેઠમલાણીએ ગઇકાલે સાંજે ગુરૂમૂર્તિ સાથેની વાતચીત બાદ પોતાનું વલણ સહેજ હળવું કર્યું છે. ગુરૂમૂર્તિએ તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ગડકરી પર લગાવવામાં આવેલ આરોપ ખોટા છે.

English summary
Nitin Gadkari has won reprieve with his party, the BJP, reiterating support for him last night, but the rumblings of rebellion have not ended.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X