મોદી સરકારને મુદ્દાઓ આધારિત સમર્થન આપશે: જગન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે: વાઇએસઆર કોંગ્રેસ પ્રમુખ જગમોહન રેડ્ડીએ સોમવારે કહ્યું કે તેમની પાર્ટી કેન્દ્રની એનડીએ સરકારને મુદ્દાઓ પર આધારિત સમર્થન આપશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે જગમોહન રેડ્ડીએ આજે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને કહ્યું, ''આંધ્રપ્રદેશને તેમની (નરેન્દ્ર મોદી) જરૂર છે.'' તેમને પૂછવામાં આવ્યું કે નવ સીટો જીતનાર તેમની પાર્ટી એનડીએમાં સામેલ થ્શે તો તેમણે કહ્યું, ''ભાજપને કોઇ રાજકીય પક્ષના સમર્થનની જરૂરિયાત નથી.''

જગમોહન રેડ્ડીએ કહ્યું, ''તેમની પાસે 282 સાંસદ છે અને તેમને અમારામાંથી કોઇ સમર્થનની જરૂરિયાત નથી. આંધ્રપ્રદેશને તેમની (નરેન્દ્ર મોદી) જરૂરત છે.'' તેમણે કહ્યું કે તેમની પાર્ટી એનડીએ સરકારને ''મુદ્દાઓ પર આધારિત'' સમર્થન આપશે. જગમોહન રેડ્ડીને આંધ્રપ્રદેશના ભાગલાના મુદ્દે પણ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી.

jagmohan.jpg

તેમણે ભાવિ પ્રધાનમંત્રીને અપીલ કરી કે તે સીમ્રાંધમાં નવી રાજધાની બનાવવા માટે ઉદારતાથી ધન પુરી પાડે જેમ કે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં વાયદો કરવામાં આવ્યો છે. વાઇએસઆર કોંગ્રેસના મુખ્ય વિરોધી દળ ટીડીપી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપના ચૂંટણી પૂર્વ સહયોગી છે અને તે એનડીએનો ભાગ છે.

English summary
YSR Congress chief Jaganmohan Reddy today said his party will give issue-based support to the NDA government at the Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X