For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે કહ્યું, ‘15 દિવસમાં જ લાવીશુ જનલોકપાલ બિલ’

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલે જનલોકપાલ પર પોતાના વિચાર જાહેર કરી દીધા છે. સત્તા સંભાળ્યા બાદ કેજરીવાલ 15 દિવસની અંદર જનલોકપાલ લાવવાની વાત પર અડેલા છે, આ વાત તેમણે બુધવારે બીજી વાર જણાવી છે.

અરવિંદ કેજરીવાલે બુધવારે મીડિયાને જણાવ્યું કે ભ્રષ્ટાચાર એખ મોટો મુદ્દો છે અને તેના માટે જનલોકપાલ લાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે જો કે જેમા એક તરફ કાયદાની અડચણો છે, પરંતુ આ તમામ અવરોધોને પાર કરી લેવામાં આવશે.

arvind-kejriwal-aap-janlokpal-bill
કેજરીવાલે કહ્યું કે, 2002માં એક અમેંડમેંટ થયું હતુ કે રાજ્ય સરકારને કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે અનુમતિ લેવાની હોય છે, આ તો અંગ્રેજો જેવું રાજ છે. આઝાદી પહેલા ભારત સરકારને કોઇ કાયદો બનાવવા માટે લંડન પાસેથી લેવાની હતી, પરંતુ હવે આપણે આઝાદ છીએ. ચૂંટેલી સરકાર છે. જ્યાં સુધી જનલોકપાલ નહીં બને ત્યાં સુધી અમે ચુપ નહીં બેસીએ.

નોંધનીય છે કે, શનિવારે અરવિંદ કેજરીવાલ શપથ લેવા જઇ રહ્યાં છે, ત્યારબાદ તેમની પ્રાથમિકતાઓમા વિજળી અને પાણીના બિલ ઓછા કરવા તથા જનકોલપાલના મુદ્દા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી છે. ભાજપે બાદમાં આપ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી.

આમ આદમી પાર્ટીના શપથ સમારોહનું આમત્રણ અણ્ણા હઝારે, કિરણ બેદી અને જસ્ટિસ સંતોષ હેગડેને મોકલવામાં આવ્યું છે. આ અંગે કુમાર વિશ્વાસે જણાવ્યું કે, ઉપરાજ્યપાલે પાર્ટીએ એ લોકોની યાદી માગી હતી, જેમણે અધિકૃત રીતે આમત્રણ મોકલવામાં આવ્યું છે, વિશ્વાસે કહ્યું કે, પાર્ટી તરફથી અણ્ણા હઝારે, કિરણ બેદી અને જસ્ટિસ સંતોષ હેગડેનું નામ આપ્યું છે.

અણ્ણા હઝારેને આ સમારોહમાં સામેલ થવાના કારણે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હજુ તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. સમારોહ સુધી સ્વાસ્થ્ય ઠીક થઇ જશે તો તે જરૂર જશે.

English summary
Aam Aadmi Party's (AAP) chief minister-designate Arvind Kejriwal on Wednesday said his party would pass its Jan Lokpal Bill within 15 days of forming the government in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X