• search

રાધે માંએ કહ્યું આરોપ સાચા સાબિત થશે તો આગમાં બળીને ભસ્મ થઇ જઇશ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  કાંદવલી પોલિસ એક બાજુ રાધેમાંને સમન મોકલીને 14 ઓગસ્ટને પોલિસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહ્યું છે ત્યાં જ રાધેમાં કહેવું છે કે નિક્કી ગુપ્તા નામની મહિલાએ તેમની પર જે દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે તે સિદ્ધ થઇ જશે તો તે પોતાની જાતને જીવતી સળગાવી મૂકશે.

  જો કે આ એજ રાધે માં જે જેમને કેમરા સામે કહ્યું હતું કે તેમની પર કોઇ આરોપ જ નથી લાગ્યા પછી તેમણે તેવી પણ કહ્યું હતું કે મારો ન્યાય ભગવાન કરશે. આ વખતે પણ રાધે માં પોતાનો પક્ષ રાખતા કહ્યું કે ભગવાન મારી સાથે અન્યાય નહીં થવા દે. અને હું નિર્દોષ છું.

   

  ત્યારે અત્યાર સુધી રાધે માં પર કેવા કેવા આરોપ લાગી ચૂક્યા છે અને આ અંગે રાધે માં શું શું પ્રતિક્રિયાઓએ છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

  રાધેમાં કહ્યું તો હું બળી મરીશ
    

  રાધેમાં કહ્યું તો હું બળી મરીશ

  રાધેમાં મુંબઇમાં જે ગુપ્તા પરિવાર સાથે રહે છે તે જ પરિવારની વહૂ નિક્કી ગુપ્તાએ તેમની અને અન્ય 6 જેટલા લોકો પણ દેહજ ઉત્પીડન, શારિરીક અને માનસિક ત્રાસ જેવા આરોપ લગાવ્યા છે. જે પર રાધેમાંનું કહેવું છે કે જો આરોપ સાબિત થઇ ગયા તો તે પોતાની જાતને બાળી નાખશે.

  ત્રિશૂળ સાથે ફ્લાઇટમાં ચઢ્યા
    

  ત્રિશૂળ સાથે ફ્લાઇટમાં ચઢ્યા

  ગત રવિવારે ઔરંગાબાદથી મુંબઇ જતી ફ્લાઇટ જ્યારે રાધેમાં ત્રિશૂળ લઇને ચઢ્યા ત્યારે અનેક લોકોએ આ વિષે આપત્તિ જતાવી. કારણ કે ફ્લાઇટમાં તીક્ષ હથિયાર સાથે ચઢવાની મનાઇ છે.

  બોલીવૂડ પ્રોડ્યૂસર સાથે પ્રેમ સંબંધ
    
   

  બોલીવૂડ પ્રોડ્યૂસર સાથે પ્રેમ સંબંધ

  બોલીવૂડ ફિલ્મ પ્રોડ્યૂસર રંજીત શર્માએ રાધે માં પર આરોપ લગાવ્યો છે કે તે જ્યારે 18 વર્ષના હતા ત્યારે તે મુકેરિયામાં તેમને મળ્યા હતા અને તેમની વચ્ચે પ્રેમી-પ્રેમિકા જેવો સંબંધ હતો. વધુમાં રંજીત શર્માનું કહેવું છે કે રાધેમાં એક ઢોંગી છે.

  રાધે માં: હું શુદ્ઘ અને પવિત્ર છું
    

  રાધે માં: હું શુદ્ઘ અને પવિત્ર છું

  જો કે રાધેમાંનું કહેવું છે કે તેમની પર લાગેલા તમામ આરોપ ખોટો છે અને તે શુદ્ઘ અને પવિત્ર છે. અને તેમની ન્યાય ખુદ ભગવાન કરશે.

  રાધે માં નું ગુજરાત કનેક્શન
    

  રાધે માં નું ગુજરાત કનેક્શન

  રાધે માં પર આરોપ છે કે તેમણે ગુજરાતના કચ્છમાં આવેલા 7 લોકોના પરિવારને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા. આ પરિવારે રાધે માં પાછળ મોટી રકમ ખર્ચ પણ તેનો તેમને કોઇ લાભ ના થયો અને છેવટે કચ્છના એક પરિવાર તેમના ત્રણ બાળકો સાથે આત્મહત્યા કરી.

  છોટીમાં અને તાલી બાબા
    

  છોટીમાં અને તાલી બાબા

  આ સિવાય રાધેમાંની અધિકૃત વેબસાઇટ પર અન્ય બે લોકોનું પણ નામ લખવામાં આવ્યું છે. જેમાંથી એક છે છોટી માં જે ધણીવાર રાધે માં વતી બોલે છે અને અન્ય છે તાલી બાબા જે રાધેમાં તમામ કામોના લેખા જોખા રાખે છે.

  રાધે માંનો મીની સ્કર્ટ અવતાર
    

  રાધે માંનો મીની સ્કર્ટ અવતાર

  જો કે રાહુલ મહાજને રાધેમાંની એક બીજી સાઇડ પર તેના ટ્વિટર એકાઉન્ટ પર છતી કરી હતી. જેમાં રાધે માં લાલ રંગનું મીની સ્કર્ટ પહેરીને એક સાત સ્ટાર હોટેલમાં ફરી રહી હતી.

  50 વર્ષની રાધે માં ગમે છે તૈયાર થવું
    

  50 વર્ષની રાધે માં ગમે છે તૈયાર થવું

  રાધે માં પોતાને માં દુર્ગાનો અવતાર કહે છે. વળી 50 વર્ષની રાધે માં હંમેશા નવવૂધુની જેમ તૈયાર થાય છે. તેમને બ્રાઇડલ મેકઅપ કરાવો ગમે છે અને તે હંમેશા લાલ કપડા, લાલ ચૂડો પહેરીને એક નવવધૂને જેમ તૈયાર થાય છે.

  પ્રસાદીમાં આપે છે ગુલાબનું ફૂલ
    

  પ્રસાદીમાં આપે છે ગુલાબનું ફૂલ

  રાધેમાં એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ગુલાબનું ફૂલ પકડે છે. અને પ્રસાદી તરીકે પણ રાધે માં તેમના ભક્તોને ગુલાબનું ફૂલ જ આપે છે.

  kiss પ્રકરણ
    

  kiss પ્રકરણ

  મુંબઇની જ એક મહિલા વકીલે રાધે માં પર અશ્લિલતા ફેલાવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે રાધે માં તેમના ભક્તોને ખોળામાં બેસાડીને કિસ કરે છે. અને આ રીતે અશ્લિલતા ફેલાવે છે.

  રાધે કહ્યું હું મારા ભક્તોથી પ્રેમ કરું છું!
    

  રાધે કહ્યું હું મારા ભક્તોથી પ્રેમ કરું છું!

  જો કે રાધેમાં પોતાના બચાવમાં કહ્યું છે કે એક માં પોતાના બાળકને કિસ કરે તેમાં ખોટું શું છે. તેમણે કહ્યું કે તે તેમના તમામ ભક્તોને પ્રેમ કરે છે

  14 ઓગસ્ટ પોલિસ કરશે સવાલ
    

  14 ઓગસ્ટ પોલિસ કરશે સવાલ

  ત્યારે કાંદવલી પોલિસે 14 ઓગસ્ટના રોજ રાધે માંને પોલિસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહ્યું છે. જેથી તે નિક્કી ગુપ્તાના દહેજ ઉત્પીડન કેસ વિષે તેમની જોડે પૂછપરછ કરી શકે.

  English summary
  The self-styled spiritual leader Radhe Maa, booked in a dowry harassment case, has said she will set herself ablaze if found to own ill-gotten wealth.
  Please Wait while comments are loading...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more