
Uttar Pradesh Assembly Election 2022 : શું કોંગ્રેસ માટે બ્રાહ્મણ-દલિત-મુસ્લિમ ફોર્મ્યુલા કામ કરશે?
Uttar Pradesh Assembly Election 2022 : ઉત્તર પ્રદેશમાં ત્રણ દાયકાઓથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની લડાઈ જીતવા માટે તેના જૂના જાતિ સમુદાયના ફોર્મ્યુલા પર દાવ લગાવી રહી છે. ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંકેત આપ્યો છે કે, પાર્ટી સત્તારૂઢ ભાજપ પાસેથી સત્તા મેળવવા માટે બ્રાહ્મણ-દલિત-મુસ્લિમ સંયોજન પર આધાર રાખશે.
કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યની 403 વિધાનસભા બેઠકોમાંથી 255 માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાંથી 56 દલિત સમુદાયને અને 89 અન્ય બે સમુદાયોને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંનેનો દાવો
જો કે, કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંને દાવો કરે છે કે, 40 ટકા મહિલાઓને ટિકિટ આપવા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
જો કે, યુવાનો અનેસિસ્ટમ સામે લડનારાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ઉન્નાવ રેપ પીડિતાની માતાને કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટએક્ટ (CAA)નો વિરોધ કરવા બદલ ધરપકડ કરાયેલા અભિનેતા-કાર્યકર સદફ ઝફરને લખનઉ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે.

20 ટકા ટિકિટ મુસ્લિમ સમાજને અપાઇ
ઉમેદવારોની યાદીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, પાર્ટીએ પણ જાતિના આધારે ટિકિટોની વહેંચણી કરી છે. દલિત સમુદાયના 56 ઉમેદવારોમાંથી 26 જાટવ અને13 પાસીસ છે.
એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે 20 ટકા ઉમેદવારો મુસ્લિમ છે અને 16 ટકા બ્રાહ્મણ સમુદાયના છે.

40 ટકા મહિલાઓને ટિકિટ
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એએનઆઈને જણાવ્યું કે, પાર્ટીએ દરેક જાતિ અને સમુદાયના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અમે ચૂંટણી પહેલા આપેલા વચનને પૂર્ણકરીને 40 ટકા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
જો કે, બ્રાહ્મણ-દલિત-મુસ્લિમ સંયોજનથી પાર્ટીને પહેલા કોંગ્રેસ પહેલા સારા પરિણામો આવ્યા છે.
બીજી તરફ કોંગ્રેસે બુધવારના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 89 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે, જેમાં 37 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પ્રથમ અને બીજી યાદીની જેમ પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની ત્રીજી યાદીમાં પણ મહિલાઓની ભાગીદારી 40 ટકા છે.
કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાંકુલ 255 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં કુલ 103 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.