આજથી શરૂ થશે સંસદનુ શિયાળુ સત્ર, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
સોમવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે. સંસદના શિયાળુ સત્રની શરૂઆત 18 નવેમ્બરથી થઈ રહી છે. આજથી શરૂ થતુ સત્ર 13 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 20 બેઠક થશે. આ સંસદીય સત્રમાં કેન્દ્ર સરકાર મહત્વના બિલો પાસ કરાવવાની કોશિશ કરશે. વળી વિપક્ષ તરફથી આનો વિરોધ કરવામાં આવશે. આ સત્રમાં લોકોની નજર જમ્મુ કાશ્મીર અને નાગરિકતા સુધારા બિલ પર હશે જેના પર ભારે ચર્ચા થવાની સંભાવના છે.
આ ઉપરાંત આ સત્રમાં આર્થિક મંદી અને વધતી રોજગારીનો મુદ્દો વિપક્ષ ઉઠાવીશકે છે જેના પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત વિપક્ષ આર્થિક મંદી,જેએનયુમાં ફી વધારો, જમ્મુ કાશ્મીરમાં નેતાઓની કસ્ટડી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સંસદને સુચારુ રીતે ચલાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને બધા મુદ્દાઓ પર ચર્ચા કરવાનુ આશ્વાસન આપ્યુ છે.
તમને જણાવી દઈએ કે આ સંસદીય સત્રમાં એવા 43 બિલ છે જે સંસદમાં પાસ થવાના છે. સરકાર ઈચ્છે છે કે સુધારા બિલને પાસ કરવી સરકારની પ્રમુખતા છે. વળી, વિપક્ષ તરફથી આનો વિરોધ નક્કી છે. સરકાર આ સત્રમાં લગભગ 43 બિલો પાસ કરાવવા ઈચ્છે છે. જેમાં સૌથી વધુ વિવાદાસ્પદ બિલ નાગરિકતા (સુધારા) બિલ, 2019 છે. આને 16માં નંબરે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અયોધ્યા ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષઃ AIMPLB