Googleએ અદભૂત ખગોળીય ઘટના પર બનાવ્યુ ખાસ Doodle, 800 વર્ષ બાદ નજીક આવશે ગુરુ-શનિ
Google Doodle on winter solstice and great conjunction: આજે ખગોળીય ઘટના માટે બહુ જ ખાસ દિવસ છે. આજે એટલે કે 21 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ હશે અને વર્ષની સૌથી લાંબી રાતની શરૂઆત પણ આજથી થશે. આ સાથે આ દિવસે અદભૂત ખગોળીય ઘટના જોવા મળશે. આજે સૌરમંડળના બે મોટા ગ્રહ શનિ(Saturn) અને ગુરુ એટલે કે બૃહસ્પતિ(Jupiter) એકદમ નજીક હશે. આ અંતર માત્ર એક હાથ જેટલુ હશે. એસ્ટ્રોનૉટ્સ આ ખગોળીય ઘટનાને ગ્રેટ કંજક્શન (Great Conjuction) કહે છે. આ ગ્રેટ કંજક્શનને સેલિબ્રેટ કરવા માટે ગૂગલે પણ ખાસ ડૂડલ બનાવ્યુ છે. આ એક એનિમેટેડ Google Doodle છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે બંને ગ્રહ એકબીજીની પાસે આવે છે. આવો જાણીએ આ દિવસ વિશે ખાસ વાતો...
800 વર્ષ બાદ ખૂબ નજીક હશે ગુરુ અને શનિ
બૃહસ્પતિ સૌરમંડળનો પાંચમો ગ્રહ છે અને શનિ છઠ્ઠો ગ્રહ છે. બધા ગ્રહની જેમ આ બંને ગ્રહો પણ સતત સૂર્યની પરિક્રમા કરે છે. બૃહસ્પતિની એક પરિક્રમા લગભગ 12 વર્ષમાં પૂરી થાય છે જ્યારે શનિને એક ચક્કર પૂરુ કરવામાં લગભગ 29 વર્ષનો સમય લાગે છે. એવામાં સૂર્યની પરિક્રમા કરતા લગભગ 20 વર્ષમાં આ બંને ગ્રહ આકાશમાં એક સાથે દેખાવા લાગે છે. આ ઘટનાને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે. છેલ્લુ ગ્રેટ જંક્શન વર્ષ 2000માં થયુ હતુ પરંતુ બંને સૂર્ય તરફ હતા અને આના કારણે આકાશમાં નજારો દેખાયો નહોતો. પરંતુ આ વર્ષે આ બંને ગ્રહ માત્ર 0.1 ડિગ્રીના હશે. આ પહેલા આટલા વધુ નજીક વર્ષ 1226માં દેખાયા હતા. એટલે કે આ વખતે 800 વર્ષ બાદ આટલા નજીક દેખાશે ગુરુ અને શનિ. આને '2020ના ક્રિસમસ સ્ટાર' કહેવામાં આવી રહ્યા છે. જો કે 1623માં આ ઘટના સૂર્યની ઉપસ્થિતિના કારણે જોઈ શકાઈ નહોતી. આ ઉપરાંત ગેલીલિયો દ્વારા ટેલીસ્કોપની શોધના 14 વર્ષ બાદ 1623માં આ બંને ગ્રહ ઘણી નજીક આવ્યા હતા.
2080માં ફરીથી દેખાશે આવો નજારો
નાસાના જણાવ્યા અનુસાર, 'બંને ગ્રહે એક ડિગ્રીના દસમાં ભાગમાં દેખાશે અને આ રીતની ઘટના આવતા 60 વર્ષોમાં ફરીથી નહિ થાય. એટલે કે આવી ઘટના 2080માં ફરીથી જોવા મળશે. આજે થનાર ગ્રેટ કંજક્શન એક લાઈફટાઈમ એક્સપીરિયન્સ હશે. આજે જેનુ અંધારુ થવાનુ શરૂ થશે આ ઘટના આકાશમાં દેખાવા લાગશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ ખગોળીય ઘટનાને નગ્ન આંખોથી જોઈ શકાય છે. પરંતુ વધુ નજીકથી અને સારા એક્સપીરિયન્સ માટે દૂરબીન કે ટેલીસ્કોપથી જોવી જોઈએ. નેશનલ પુરસ્કાર પ્રાપ્ત વિજ્ઞાન પ્રસારક સારિકા ધારુના જણાવ્યા મુજબ ગ્રેટ કંજક્શનની આ ઘટના સમયે બૃહસ્પતિનુ પૃથ્વીથી અંતર માત્ર 5.924 એસ્ટોનૉમિકલ યુનિટ પર હશે. વળી, શનિનુ અંતર 10.825 એસ્ટોમૉમિકલ યુનિટ હશે.'
પક્ષને સારી સ્થિતિમાં લાવવા કોંગ્રેસે શરૂ કર્યા ફેરફાર