For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'માત્ર 41 મીનીટમાં અખિલેશને કહીને દુર્ગાને કરાવ્યા સસ્પેન્ડ'

By Super
|
Google Oneindia Gujarati News

Durga-Shakti-Nagpal
લખનઉ, 2 ઑગસ્ટઃ આઇએએસ દુર્ગાને સંસ્પેન્ડ કરવાના મુદ્દે અખિલેશ યાદવ સરકારની પોલ ખુલી ગઇ છે. યુપી એગ્રો કોર્પોરેશનના ચેરમેન નરેન્દ્ર ભાટીએ એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, માત્ર 41 મીનીટમાં દુર્ગાને સસ્પેન્ડ કરાવ્યા છે.

ભાટીએ ગુરુવારે કહ્યું, ‘ મે માનનીય મુલાયમ સિંહ યાદવ સાથે વાત કરી, પછી માનનીય અખિલેશ સાથે 10. 30 વાગ્યે વાત કરી અને પછી 11.11 વાગ્યે એસડીએમના સસ્પેન્શનનો ઑર્ડર અહીં કલેક્ટર પાસે આવી ગયો. આ છે લોકતંત્રની તાકાત. હું મને જણાવવા માંગુ છું કે, જે મહિલાએ અહીં આટલી બેહુદગી કરી તે તેને 40 મીનીટ પર સહન કરી શકી નહીં.

ભાટીએ જણાવ્યું કે, માત્ર 41 મીનીટમાં લખનઉના એસડીએમ દુર્ગા શક્તિનું સસ્પેન્શન ઑર્ડર ટાઇપ થઇને કલેક્ટર પાસે પહોંચી ગયો અને એ મહિલાને 11.11 વાગ્યે ખબર પડી ગઇ કે તે સસ્પેન્ડ થઇ ગઇ છે.

નરેન્દ્ર ભાટીએ વધુમાં કહ્યું કે, જો કોઇ સારુ કામ કર્યું હોય તો તેને ધન્યવાદ પણ આપવું જોઇએ પરંતુ ખરાબ કામ કરનારને દંડ પણ મળવો જોઇએ, આ લોકતંત્રની પરંપરા છે. આ લોકતંત્રની મહિમા છે, તેનાથી લોકતંત્ર જીવીત રહેશે. જો અમે ભૂલ કરી હોય તો અમે ટોકો, ટોકવાની સેંકડો રીત હોય છે.

English summary
within 41 minutes i got suspended durga says narendra bhati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X