For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 રૂપિયા અને 1 પ્લેટ મટન બિરિયાની માટે છોકરીએ ફૂંકી 42 બસો

|
Google Oneindia Gujarati News

12 સપ્ટેમ્બરે કાવેરી જળ વિવાદને લઈને બેંગ્લોરમાં થયેલા પ્રદર્શન દરમિયાન 42 બસો સળગાવવાના મામલે પોલીસે એક 22 વર્ષની યુવતી ભાગ્યની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ છોકરીના કહેવાથી જ ભીડે એક સાથે 42 બસોને આગ ચાંપી હતી.

આ છોકરીએ આવું કેમ કર્યું તેનું ચોંકાવી નાખે તેવું કારણ સામે આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર અનુસાર ખાલી 100 રૂપિયા અને 1 પ્લેટ મટન બિરિયાની માટે આ છોકરીએ 42 બસો ફૂંકી મારી.

cauvery river dispute

ભાગ્યની માં એ મીડિયાને જણાવ્યું કે કેટલાક લોકોએ તેની છોકરીને કહ્યું હતું કે જો તે આગ લગાડવામાં મદદ કરશે તો તેને 100 રૂપિયા અને 1 પ્લેટ મટન બિરિયાની આપશે ભાગ્યની માં એ આગળ જણાવ્યું કે તેઓ ખુબ જ ગરીબ લોકો છે અને એટલા માટે તેની દીકરીએ લોકોની વાતમાં આવી ગયી અને આગ લગાડવામાં જોડાઈ ગયી.

cauvery river dispute

ભાગ્ય હજુ પણ પોલીસ કસ્ટડીમાં જ છે. સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજુ પણ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ તેની પાસેથી તે જાણવાની કોશિશ કરી રહી છે. જેમણે તેને 100 રૂપિયા અને 1 પ્લેટ મટન બિરિયાની આપવાની લાલચ આપી હતી.

cauvery river dispute

પોલીસનું કહેવું છે કે આ છોકરીના કહેવા પર જ ભીડે એક સાથે 42 બસોને આગ ચાંપી હતી. સીસીટીવી ફૂટેજમાં સાફ સાફ જોવા મળે છે કે ભાગ્યએ જ લોકોને બસોમાં આગ લગાડવા માટે ઉકસાવ્યા હતા. કેટલીક ગાડીઓ પર તો તેને જાતે જ ડીઝલ લગાવ્યું હતું.

cauvery river dispute

આરોપી ભાગ્યની આર્થિક હાલત પણ ખુબ જ ખરાબ છે. તે કોઈ વકીલ કરવાની હાલતમાં પણ નથી.

English summary
A 22-year-old woman suspected to have instigated the arson attack on 42 buses of a Tamil Nadu-based operator in Bengaluru last week was allegedly offered Rs 100 and a plate of biryani to join the protests over Cauvery water-sharing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X