For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજારો ફીટની ઉંચાઈ પર મહિલાએ આપ્યો બાળકને જન્મ, ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

ચાલુ વિમાને બાળકનો જન્મ થયો, ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉડાણ ભર્યા બાદ ફ્લાઈટમાં એક ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો, જે બાદ મુંબઈના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ મામલો એતિહાદ એરવેઝની અબૂધાબીથી જકાર્તા જઈ રહેલી ફ્લાઈટનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉડાણ ભર્યા બાદ ફ્લાઈટમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો. જેના તુરંત બાદ ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવાનો ફેસલો લેવામાં આવ્યો, જ્યાં એતિહાદ એરવેઝના વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. વિમાનની લેન્ડિંગ બાદ તુરંત મહિલા અને નવજાતને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અબૂધાબીથી જકાર્તા જઈ રહેલ ફ્લાઈટનો મામલો

અબૂધાબીથી જકાર્તા જઈ રહેલ ફ્લાઈટનો મામલો

સમગ્ર મામલે એતિહાદ એરવેજની અબૂધાબીથી જકાર્તા જઈ રહેલી ફ્લાઈ નંબર - EY474નો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગર્ભવતી મહિલાને ફ્લાઈટમાં યાત્રા દરમિયાન પ્રસવ પીડા શરૂ થઈ હતી. તુરંત જ ફ્લાઈટમાં હાજર કેબિન ક્રૂ સભ્યોએ મહિલા યાત્રીઓની મદદથી ગર્ભવતી મહિલાને સંભાળી અને ફ્લાઈટમાં જ ડિલીવરી કરાવી. આ દરમિયાન વિમાનના પાયલટે તુરંત એર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારીઓને આ મામલાની સૂચના આપી.

મુંબઈ ડાયવર્ટ કરવામાં આવ્યું વિમાન

એટીસીએ મામલાની ગંભીરતાને સમજતા તુરંત વિમાનને મુંબઈ એરપોર્ટે ડાયવર્ટ કરવાનો ફેસલો લીધો. જે બાદ વિમાનની મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવી. ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ બાદ મહિલા અને નવજાત બાળકને તુરંત હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. માતા અને બાળક બંને સ્વસ્થ છે.

મહિલા અને નવજાતને હોસ્પિટલે લઈ જવાયા

મહિલા અને નવજાતને હોસ્પિટલે લઈ જવાયા

જણાવી દઈએ કે ગત વર્ષે કેરળની એક મહિલાએ પણ જેટ એરવેઝની ફ્લાઈટમાં બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના 2017માં સાઉદી અરબથી કોચ્ચિન આવી રહેલ જેટ એરવેઝની ફ્લાઈટની હતી જ્યાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એ સમયે પણ મુંબઈમાં વિમાનનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જ્યાં માતા અને નવજાતને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

રાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અમલવારી ડિસેમ્બરથી કરાશેરાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અમલવારી ડિસેમ્બરથી કરાશે

English summary
woman passenger gives birth onboard flight Etihad Airways Abu Dhabi Jakarta flight diverted to Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X