• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પતિ બનાવતો હતો અપ્રાકૃતિક સંબંધ, જેઠ કરતો હતો...

By Ankit Patel
|

ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાં એક પરિણીત મહિલાએ તેના પતિ અને મોટા ભાઈ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે તેના જેઠે દહેજમાં કાર અને પાંચ લાખ રૂપિયાની માંગણી પુરી નહીં કરવા બદલ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ પણ કર્યું હતું. હાલ પોલીસે તેના પતિ સહિત 8 લોકો વિરુદ્ધ રિપોર્ટ નોંધીને પીડિતાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.

rape

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસ અમરોહા જિલ્લાના ડિડોલી કોતવાલી વિસ્તારનો છે. અમરોહા દેહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ યુવક સાથે ગામના રહેવાસી લગ્ન 18 જૂન 2018 ના રોજ થયા હતા. પરિણીત મહિલાનો આક્ષેપ છે કે લગ્નના થોડા જ દિવસો પછી સાસરીયાઓએ ઓછા દહેજનું કહી ત્રાસ આપીને તેની પજવણી શરૂ કરી હતી. પાંચ લાખ રૂપિયા રોકડ અને કારની માંગ કરવામાં આવી હતી. દહેજની માંગ પૂરી ન થતાં પરિણીત મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ થયું.

ગેંગરેપ અને ઢોર માર બાદ રાજસ્થાનની યુવતી અડધા કિલોમીટર સુધી નગ્ન દોડતી રહી

પીડિતાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ તેની સાથે બળજબરીથી અપ્રાકૃતિક સંબંધો બાંધતો હતો. વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરતો હતો. મહિલાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે પતિએ તેને મોટા ભાઈના રૂમમાં બંધ કરી દીધી હતી. આ દરમિયાન જેઠે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનો વિરોધ કરવા બદલ તેને પણ માર મારવામાં આવ્યો હતો. સાસરિયાઓએ પણ તેને બંધક બનાવી હતી. ગમે તેમ કરીને તે તેના પિયરે પહોંચી અને પરિવારને તેની આપવીતી જણાવી. પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે આરોપી પતિ સહિત આઠ આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમોમાં રિપોર્ટ નોંધ્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ભાઈ ઘરની બહાર ગયો હતો, મિત્રએ તેની બહેનનો રેપ કર્યો

English summary
woman serious allegations against her husband and brother-in-law
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more