રોડ શોમાં ‘નેતાજી' ને બે મહિલાઓએ રોક્યા, બંનેને મળ્યો 2 BHK ફ્લેટ
ટીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કે ટી રામારાવ એક રોડ શો કરી રહ્યા હતા. અહીં બે મહિલાઓએ તેમને ભાષણ આપતા પહેલા રોકી લીધા.
લોકસભા ચૂંટણી નજીક છે એવામાં બધા રાજકીય પક્ષો મતદારોને લોભાવવામાં લાગી ગયા છે. મતદારોને પોતાની તરફ કરવા માટે ઘણી વાર નેતાઓ મોટા મોટા વચનો આપતા જોવા મળે છે. તેલંગાનામાં પણ કંઈક આવુ જ બન્યુ જ્યાં તે સત્તા પર બેઠેલા તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના કાર્યકારી અધ્યક્ષ કે ટી રામારાવ એક રોડ શો કરી રહ્યા હતા. અહીં બે મહિલાઓએ તેમને ભાષણ આપતા પહેલા રોકી લીધા. વાત એવી બની કે રામારાવને તેમને ફ્લેટ આપવાનું એલાન કરવુ પડ્યુ.

‘તમે જ્યાં પણ હશો તમને શોધીને ઘર આપવામાં આવશે'
વાસ્તવમાં જ્યારે રામારાવ ભાષણ આપવા જઈ રહ્યા હતા તો બે મહિલાઓ તેમના કાફલા પાસે પહોંચી. તેમણે રામારાવને પોતાનો પરિચય આપતા કહ્યુ કે હું એક લક્ષ્મણમ્મા છુ, મને મારા પરિવાર માટે ડબલ બેડરૂમનું ઘર જોઈએ. આના પર રામારાવે તેમને માહિતી આપી કે મહેશ્વરમ વિધાનસભા વિસ્તારમાં આવા 15,000 ફ્લેટ બની રહ્યા છે. તમે જ્યાં પણ હશો તમને શોધીને ઘર આપવામાં આવશે કારણકે સરકારનું લક્ષ્ય ગરીબોને ઘર આપવાનું છે.

વધુ એક મહિલાને આપવામાં આવ્યુ 2 BHKનું વચન
આ કાર્યક્રમ ખતમ થયા બાદ કેટીઆરે બી સતેમ્મા નામની વધુ એક મહિલાને વચન આપ્યુ કે તે એમને 2 BHK ફ્લેટ આપશે. ઉલ્લેખનીય છે કે કેટીઆર સાથે આવેલા અન્ય નેતાઓએ દાવો કર્યો કે આ મહિલાઓ માટે ડબલ બેડરૂમ મંજૂર કરવામાં આવી ચૂક્યા છે અને જ્યારે તે તૈયાર થશે તેમને એનો કબ્જો આપવામાં આવશે.

‘આગામી 10 વર્ષ સીએમ રહેશે કેસીઆર'
રામારાવે કાર્યક્રમમાં કહ્યુ કે જો પાર્ટી તેલંગાનામાં બધી 16 લોકસભા સીટો પર જીત મેળવશે તો કેસીઆરને રાજ્યના ઘણા પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર પાસેથી ફંડ લેવામાં મદદ મળશે. અહીં કેન્દ્રમાં કેસીઆર માટે કોઈ પદનો સવાલ જ નથી. તે આવનારા 10 વર્ષો સુધી મુખ્યમંત્રી રહેશે અને વિકાસ જ તેમનો એજન્ડા રહેશે.












Click it and Unblock the Notifications
