• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેબ-ચેટ દરમિયાન યુવતીએ પતિ સામે કરી લીધી આત્મહત્યા!

|

મુંબઇ, 23 મે : એક પ્રેમ કહાણીનો આવો દર્દનાક અંત થયો કે જાણીને આપનું પણ હૃદય દ્રવી ઉઠશે. મુંબઇના વિલે પાર્લેમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડની સાથે વેબકેમથી લાઇવ ચેટ કરતી વખતે આત્મહત્યા કરી લીધી. તેણે પંખાથી લટકીને પોતાનો જીવ આપી દીધો. પરંતુ તેના બોયફ્રેન્ડની પાસે તેને મરતા જોવા સિવાય બીજો કોઇ ઉપાય હતો નહીં.

શોભના અને સ્વપ્નિલ એક બીજાને પ્રેમ કરતા હતા. કહેવાય છે કે બંનેએ પરિવારથી છૂપાવીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. પરંતુ શોભના પોતાના માતા-પિતાની સાથે જ રહેતી હતી. જ્યારે તેમના પરિવારને બંનેના લગ્નની ખબર પડી તો વાતચીત બાદ તેમના ફરીથી વિધિવત લગ્ન કરાવવા તૈયાર થઇ ગયા. પરંતુ આરોપ છે કે યુવકના પરિવારે થોડા સમય બાદ દહેજની માંગ શરૂ કરી દીધી. આ કારણે પરિવારના સંબંધ ખરાબ થઇ ગયા અને બંનેના મિલન પર ફરીથી ગ્રહણ લાગી ગયું.

શોભના આ બધી વાતોથી ખૂબજ હતાશ હતી. બુધવારે સાંજે શોભના અને સ્વપ્નિલ વેબકેમથી લાઇવ ચેટ કરી રહ્યા હતા. આની વચ્ચે જ શોભના ઉઠી અને કહ્યું કે 'જો હું આત્મહત્યા કરી રહી છું.' એ પહેલા કે સ્વપ્નિલ કંઇ સમજી શકે તેણે પોતાનો દૂપટ્ટો લીધો અને પંખાથી લટકીને પોતાનો જીવ આપી દીધો. સ્વપ્નિલ કમ્પ્યુટર પર આ બધુ લાઇવ જોઇ રહ્યો હતો.

સ્વપ્નિલે આફળા ફાફળા થઇને શોભનાની બહેનને આ અંગે જણાવ્યું પરંતુ જ્યા સુધી તેની પાસે પહોંચતી, ખૂબ જ મોડુ થઇ ગયું હતું. જુહુ પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને શોભનાનું લેબટોપ જપ્ત કરી લીધું છે અને વધું તપાસ હાથ ધરી છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X