• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ઘરેથી ભાગેલી છોકરી 30 વર્ષ બાદ C.E.O બની પરત ફરી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 1 ફેબ્રુઆરી: રંકમાંથી રાજા બન્યો હોય તેવી વાર્તાઓ માત્ર પંચતંત્રમાં જ નહી પરંતુ રિયલ લાઇફમાં પણ જોવા મળે છે. આવી જ એક વાત છે ચંદા ઝવેરીની જે 17 વર્ષની ઉંમરે બળજબરી પૂર્વક લગ્ન દબાણ કરાવવામાં આવતાં ઘર છોડીને ભાગી ગઇ હતી અને 30 વર્ષ બાદ અરબપતિ બનીને પરત ફરી છે. 17 વર્ષની ઉંમરે ત્રણ સાડી લઇને નિકળેલી આ છોકરી આજની તારીખમાં એક સફળ સ્કિન સ્કેર કંપનીની સી.ઇ.ઓ છે.

જુની વિચારધારા ધરાવતા એક મારવાડી પરિવારમાં જન્મેલી ચંદા ઝવેરીને તેમની માતા લગ્ન માટે દબાણ કરી રહી હતી. ચંદા ઝવેરીએ કહ્યું હતું કે તેને પોતાની માતાની ઘણીવાર સમજાવી હતી પરંતુ તે માનવા માટે તૈયાર ન હતી. મારી માતાએ મને ધમકી આપી હતી કે જો હું લગ્ન કરવા માટે રાજી થઇશ નહી તો તે આત્મહત્યા કરી દેશે.

17 વર્ષની ઉંમરે ચંદા ઝવેરી પાસે પૈસા ન હતા. તેની પાસે ફક્ત ત્રણ જ સાડી હતી. પોતાના મિત્રોની મદદથી તે અમેરિકા પહોંચી ગઇ અને ત્યારબાદ મિત્રો તેના પરિવારનો ભાગ બની ગયા. ચંદા ઝવેરીએ કહ્યું હતું કે મેં મારો દેશ અને ઘર ગુમાવી દિધું છે પરંતુ મને તે સમયે મને ગુમાવવાના ગમ વધારે આઝાદીની ખુશી હતી.

ચંદા ઝવેરી જ્યારે ઘર છોડીને જતી રહી હતી તો બીજી તરફ સમાજ તેના પરિવાર તરફ શરમજનક ઘટના તરીકે જોતો હતો. ચંદા ઝવેરીના ભાઇ અરૂણ કુમારનું કહેવું છે કે આ ઘટના બાદ પરિવારને ઘણી શરમિંદગી અનુભવવી પડી હતી. પડોશીઓ તેમના પરિવારની મજાક ઉડાવતા હતા પરંતુ હવે ચંદા ઝવેરી તેમની કોમ માટે એક ઉદાહરણરૂપ બની ગઇ છે. હવે તે એક સફળ મોલિક્યૂલર બાયલોજિસ્ટ બની ગઇ છે તેની પાસે 4 પેટેંટ છે. તે અમેરિકાની એક સ્કિર કેર કંપનીમાં સી.ઇ.ઓ છે. અને તે આજે પોતાની જીંદગીથી ખુશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મહિલાઓ પોતાની સફળતાનો ધ્વજ લહેરાવ્યો છે. 19 વર્ષીય સાચી સોનીએ દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા બદલ તેની પસંદગી કરવામાં આવી હતી. હિમાલયન માઉન્ટેનિયરિંગ સંસ્થા દ્રારા તેની પસંદગી કરવામાં આવી હતી.

એક તરફ દેશની મહિલાઓની સુરક્ષા મુદ્દે ઘમાચકડી મચેલી છે તો બીજી તરફ પ્રિયા સાચન દેશની સ્ત્રીઓ માટે એક ઉદાહરણના રૂપમાં સામે આવી છે. 21 વર્ષીય પ્રિયા ગુડગાંવના રેપિડ મેટ્રો પ્રોજેક્ટના સ્ટેશન મેનેજર અને 50 ટ્રેન ઓપરેટ કરનાર એકલી મહિલા છે.

વેશ્યાવૃતિના ધંધાને લોકો તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે પરંતુ બિહારના મુજફ્ફરનગર જિલ્લાની સેક્સ વર્કરે સમાજ માટે એવું કામ કર્યું છે કે જે અંગેની જવાબદારી લેતાં સામાન્ય નાગરિક પણ સો વાર વિચાર છે. રાણી બેગમ નામની એક વેશ્યા નહી પરંતુ એક સમાજિક કાર્યકર્તાના નામેથી જાણીતી છે. આજે રાણી બેગમ પોતાના વિસ્તારમાં 20,000 સ્થાનિક લોકોની અવાઝ બની ગઇ છે. જેમાં બહોળી સંખ્યામાં સેક્સ વર્કરો પણ છે. રાણી બેગમે બાળકો માટે વ્યાવસાયિક કાર્યક્રમ શરૂ કર્યા છે.

English summary
Chanda Zaveri fled from the pressures of getting married at 17 and returned home 30 years later as a millionaire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X