For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મહિલાઓની છેડતી કરતો પૂજારી, જોરદાર ધુલાઈ કરી

ઉત્તરપ્રદેશ ના ગૌતમ બુદ્ધ નગરમાં પોતાને પૂજારી કહેનાર એક ઢોંગી વ્યક્તિની કાળી કરતૂતો સામે આવી ગયી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ ના ગૌતમ બુદ્ધ નગરમાં પોતાને પૂજારી કહેનાર એક ઢોંગી વ્યક્તિની કાળી કરતૂતો સામે આવી ગયી છે. આરોપ છે કે પૂજારી મહિલાઓ સાથે છેડછાડ કરતો હતો. પુજારીની હરકતો જયારે હદ પાર થઇ ગયી ત્યારે ગામની મહિલાઓ અને પુરુષો ઘ્વારા તેની જોરદાર ધુલાઈ કરવામાં આવી. પુજારીની હરકતો જાણ્યા પછી કિન્નરો ઘ્વારા પણ તેની પીટાઈ કરવામાં આવી હતી. લોકોમાં ગુસ્સો એટલો વધારે હતો કે પોલીસ વચ્ચે પડવા છતાં પણ લોકો શાંત થયા નહીં અને પોલીસ સામે જ તેને ખુબ માર માર્યો. આખો મામલો ગ્રેટર નોઈડા ધૂમ માણિકપુર ગામનો છે. પુજારીની ધૂલાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નીચે એક નજર વીડિયો પર ચોક્કસ કરો...

વિધવા સાથે મંદિરમાં રહેતો પૂજારી

વિધવા સાથે મંદિરમાં રહેતો પૂજારી

મળતી જાણકારી અનુસાર સ્થાનીય શિવ મંદિરના મુખ્ય પૂજારી કન્હૈયા લાલ ગિરી (45) મંદિર પરિસરમાં એક વિધવા સાથે રહી રહ્યા હતા. જેના પતિની લાશ 4 વર્ષ પહેલા એક ઝાડ પર લટકેલી મળી હતી. જે આ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી હતો. વિધવા મહિલાની નણંદ ઘ્વારા જણાવ્યું કે પૂજારી વર્ષોથી તેના સબંધીઓ સાથે છેડછાડ કરતો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તે મહિલાઓને મંદિરમાં સાથે સાથે રહેવા માટે પણ કહેતો હતો. પુજારીની હરકતો જયારે હદ પાર થઇ ગયી ત્યારે ગામની મહિલાઓ અને પુરુષો ઘ્વારા તેની જોરદાર ધુલાઈ કરવામાં આવી. મળતી જાણકારી અનુસાર કિન્નરો અને પોલીસે પણ તેની ધુલાઈ કરી.

પૂજારી પર હત્યા કરાવવાનો આરોપ

પૂજારી પર હત્યા કરાવવાનો આરોપ

લોકો ઘ્વારા આ પૂજારી પર ગામની મહિલાઓ સાથે છેડછાડ, ઘણી હત્યાઓ કરાવવા અને હથિયારોનો તસ્કરીનો પણ આરોપ લગાવ્યો છે. ગામના લોકો છેલ્લા ઘણા સમયથી આરોપી પૂજારી વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા હતા. પરંતુ તેનો પોલીસ પર કોઈ જ અસર પડતો ના હતો. ગામ લોકોનો આરોપ છે કે પોલીસ પણ બાબા કન્હૈયા ગિરી સાથે મળી ચુકી છે. આ પહેલા પણ જયારે ગામ લોકોએ પોલીસમાં બાબા વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે પોલીસે બાબાને ફરાર થવામાં મદદ કરી હતી.

પૂજારી સાથે સંબંધ

પૂજારી સાથે સંબંધ

આરોપી પૂજારીએ નણંદ ને જાનથી મારવાની ધમકી આપી અને આખા મામલાથી દૂર રહેવા અંગે જણાવ્યું. એક ગ્રામીણ અનુસાર મંદિર પવિત્ર જગ્યા હોય છે. પરંતુ પૂજારી ખરાબ નિયતથી મહિલાઓને અડતો હતો. પરંતુ તેમાંથી થોડી જ મહિલાઓ છેડછાડની વાત સામે લાવે છે. આપણે જણાવી દઈએ કે કન્હૈયા ગિરીને કોઈએ પણ મંદિરમાં પૂજારી તરીકે રાખ્યો ના હતો. લગભગ 15 વર્ષ પહેલા તે પોતે જ મંદિરમાં આવી ગયો. ત્યારથી તે અહીં જ છે. એટલું જ નહીં પરંતુ મંદિર કમિટી અને તેમના સદસ્યોની ગેરહાજરીમાં તે મંદિર મામલે દખલ પણ કરતો હતો.

English summary
Women accuse priest of assault, storm temple in Greater Noida of Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X