For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાંઓ લક્ષ્મણ રેખા ના ઓળંગેઃ વિજયવર્ગીય

By Super
|
Google Oneindia Gujarati News

Kailash-Vijayvargiya
નવી દિલ્હી, 4 જાન્યુઆરીઃ રાજધાની દિલ્હીમાં સામુહિક બળાત્કારની ઘટના બાદ મહિલાંઓની સામાજિક સુરક્ષા અને પુરુષોની દૃષ્ટિને લઇને દેશમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે મધ્યપ્રદેશનાં મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને સલાહ આપી છે કે તેઓ લક્ષ્મણ રેખા ના ઓળંગે નહીંતર બહાર રાવણ બેઠાં છે.

મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી કૈલાશ વિજયવર્ગીયના મતાનુસાર, એક જ શબ્દ છે મર્યાદા. મર્યાદાનું ઉલ્લઘંન થાય તો સીતા હરણ થાય છે. લક્ષ્મણ રેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. એ લક્ષ્મણ રખાને જો કોઇ ઓળંગસે તો સામે રાવણ બેસેલો છે, જે સીતાનું હરણ કરીને તેને લઇ જશે.

કૈલાશ વિજયવર્ગીયે એક નિવેદનથી સીતાથી લઇને આજની મહિલાંઓ પર જે ટિપ્પણી કરી છે, તેને લઇને મધ્યપ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા અજય સિંહે તેમને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગણી કરી છે. નોંધનીય છે કે સરકારી આંકડાઓ અનુસાર મહિલાંઓ પર થતાં અત્યાચારમાં મધ્યપ્રદેશ ટોચ પર છે. તેવામાં મધ્યપ્રદેશના એના એક કેબિનેટ મંત્રીના નિવદેનની આકરી ટીકા થઇ રહી છે.

English summary
Madhya Pradesh industry minister Kailash Vijayvargiya statement that women, who breach their moral limits deserve punishment, has caused a major embarrassment for the main opposition party BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X