For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS સંગઠનોમાં હવે મહિલાઓને 50 ટકા જવાબદારી આપવામાં આવશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હંમેશા મહિલા વિરોધી હોવાનો આરોપ લાગતો રહ્યો છે અને સંઘમાં મહિલાઓની સીધી એન્ટ્રી નથી.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હંમેશા મહિલા વિરોધી હોવાનો આરોપ લાગતો રહ્યો છે અને સંઘમાં મહિલાઓની સીધી એન્ટ્રી નથી. પરંતુ હવે મહિલાઓને પણ સંઘમાં જવાબદારી આપવાની દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર આ મુદ્દા પર અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં વિસ્તારપૂર્વક ચર્ચા પછી નક્કી કરવામાં આવ્યું છે કે ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં 50 ટકા ભાગીદારી મહિલાઓને આપવામાં આવે.

rss

આરએસએસ સૌથી મોટી ડિસિઝન મેકિંગ બોડીમાં મહિલાઓને વધારે નેતૃત્વકારી જવાબદારી આપવાની દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. વીએચપી, કિસાન સંઘ સહીત ઘણા સંગઠનો ઘ્વારા આ દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ કહી ચુક્યા છે કે મહિલાઓ બરાબરની હકદાર છે અને તેમની સાથે તેવા પ્રકારનું જ વર્તન કરવામાં આવવું જોઈએ.

આ પણ વાંચો: આરએસએસ એમેઝોન પર વેચશે ગૌમૂત્રથી બનેલા સાબુ, ટૂથપેસ્ટ, 220 માં મોદી કૂર્તો

હાલમાં જ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘમાં મહિલાઓ કેમ નથી. તેમને હેડગેવારના નિવેદન વિશે જણાવતા કહ્યું કે સંઘમાં એવું વાતાવરણ નથી કે મહિલાઓ પુરુષો સાથે કામ કરે. ત્યારે આ પ્રકારનું એક સંગઠન અસ્તિત્વમાં આવ્યું અને મહિલાઓ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ બનાવવામાં આવી. હવે મહિલાઓ પણ પુરુષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘ્વારા સેવિકા તરીકે કામ કરે છે. તેમને જણાવ્યું હતું કે વ્યવસ્થામાં બદલાવ થવો જોઈએ.

આ પણ વાંચો: નાગપુરથી નથી ચાલતી મોદી સરકાર, માંગવા પર જ આપીએ છે સલાહ

English summary
women to get responsibilities in rss decision making body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X